Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુયાના ગર્લ્સ હોસ્ટલમાં આગ, 20 વિદ્યાર્થીઓના મોત, દુર્ઘટના વખતે સૂઈ રહી હતી, ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુમાં સમસ્યા

Webdunia
સોમવાર, 22 મે 2023 (16:35 IST)
guyana fire
દક્ષિણ અમેરિકાના દેશ ગયાનામાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રવિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. એએફપીના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 20 વિદ્યાર્થીનીઓના મોત થયા છે. જોકે આ આંકડો વધી શકે છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. આગ લાગવાનું કારણ હાલ બહાર આવ્યું નથી.
 
સ્થાનિક મીડિયા અનુસાર, મધ્ય ગુયાનાના મહિદા શહેરમાં એક સ્કૂલ હોસ્ટેલમાં આગ લાગી હતી. અકસ્માત સમયે વિદ્યાર્થીનીઓ સૂતી હતી. ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણી વિદ્યાર્થિનીઓ અંદર ફસાયેલી છે.
 
અકસ્માતની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડની ગાડીઓ અને એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
 
આ ખૂબ જ દર્દનાક અકસ્માત -  રાષ્ટ્રપતિ
ગયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ તેને ભયાનક અને દર્દનાક અકસ્માત ગણાવ્યો છે. તેમણે કહ્યું- ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. અમે હોસ્ટેલમાં ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
 
જાન્યુઆરી 2023માં એક શાળા આગથી નાશ પામી હતી
જાન્યુઆરી 2023 માં, જ્યોર્જટાઉન શહેરમાં ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ગંભીર હતી કે તેને બુઝાવવામાં 24 કલાકથી વધુ સમય લાગ્યો હતો. શાળા સંપૂર્ણ નાશ પામી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ જાણી જોઈને કોઈએ લગાવી હતી. જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. સાથે જ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments