Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોડરેજમાં રને મહિલા મારી થપ્પડ, મહિલાની ધરપકડ

Webdunia
શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (10:50 IST)
ખતરનાક રીતે કાર ચલાવી રહેલી એક મહિલાએ લાંબા સમય સુધી આર્મીના ટ્રકને સાઈડ ન આપી. આર્મીનો ટ્રક ડ્રાઈવર સતત હોર્ન વગાડીને ઓવરટેક કરવા માટે મહિલા પાસે સાઈડ માંગતો રહ્યો. થોડી વાર પછી મહિલાએ આર્મીના ટ્રક આગળ પોતાની કાર રોકી દીધી. મહિલાએ પહેલા આર્મીના ટ્રક ડ્રાઈવરને થપ્પડ મારી. ટ્રકમાં બેસેલા સૂબેદાર રૈંકના ઓફિસરે જ્યારે નીચે આવીને મામલો શાંત કરાવવાનો પ્રયત્ન કર્યો તો મહિલાએ તેમને પણ 2-3 થપ્પડ મારી દીધી. આર્મીના એક બીજા જવાને આ સમગ્ર ઘટનાની વીડિયો રેકોર્ડિંગ કરી લીધી. 
 
આ ઘટના દિલ્હીના વસંત કુંજની છે, જે શનિવારે ઘટી હતી. આ ઘટનાને ત્યાંથી પસાર થતી એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી. કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, 44 વર્ષીય સ્મૃતિ કાલરા સેન આ જવાન સાથે ઝઘડો કરતી દેખાય છે. જ્યારે સૈન્યનો આ જવાન પોતાને આ મહિલાથી બચાવવાની કોશિશ કરી રહ્યો છે. બાદમાં અન્ય એક સૈનિક આવીને વચ્ચે પડતા મહિલા ગુસ્સામાં તેની ગાડી તરફ આગળ વધી ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ ગયો હતો.
 
ગુરગાંવમાં રહેતી સ્મૃતિ કાલરાએ તેની તાતા ઇન્ડિકા કારને આર્મી ટ્રક સામે રોકી લીધી હતી. જ્યારે આ જવાન ટ્રકમાંથી નીચે ઊતર્યો તો મહિલાએ તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આમ તો આ મામલો રોડ રેજનો લાગી રહ્યો છે. જોકે કારણ હજી સ્પષ્ટ થયું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

આગળનો લેખ
Show comments