Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં કોરોના LIVE: આજે 18 નવા કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 169 થઈ, નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધશે

Webdunia
ગુરુવાર, 19 માર્ચ 2020 (12:07 IST)
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 169 થઈ ગઈ છે. આજે 18 નવા કેસ સામે આવ્યા છે. આંધ્રપ્રદેશ એક, મુંબઈમાં બે, રાજસ્થાનમાં એક જ પરિવારના ત્રણ લોકો અને ચંડીગઢમાં 23 વર્ષની એક યુવતી પૉજિટિવ જોવા મળી છે. અહી વાંચો દેશમાં કોરોનાની પલ પલ અપડેટ 
 
કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીને પગલે ઇટાલીમાં એક જ દિવસમાં 475 લોકોનાં મૃત્યુ થયાં છે. આ આંકડો અત્યાર સુધી એક જ દિવસમાં નોંધાયેલ મૃત્યુમાં સર્વોચ્ચ છે.
 
ઇટાલીમાં અત્યાર સુધી 3,000 લોકો કોરોના વાઇરસના પ્રકોપનો ભોગ બન્યા છે.
 
ઇટાલીમાં અત્યાર સુધી 35,173 કેસ સંક્રમિત કેસ નોંધાયા છે જે પૈકી 4,000 લોકો સાજા થયા છે.
 
ઇટાલીનો લોમ્બાર્ડી પ્રાંત સૌથી વધારે અસરગ્રસ્ત છે જ્યાં એક જ દિવસમાં 319 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
કોરોનાની મહામારીનો ભોગ બનનાર ચીન પછી સૌથી વધારે અસરગ્રસ્ત દેશ ઇટાલી છે.
 
ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કોરોના વાઇરસને પગલે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે.
વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસો વધીને બે લાખ કરતાં વધુ થઈ ગયા છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી કુલ કેસો બે લાખ, એક હજાર 530 નોંધાયા છે અને મૃતકોની સંખ્યા વધીને આઠ હજાર સાત થઈ ગઈ છે.
 
અત્યાર સુધી ચીનમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ચીનમાં કોરોનાના 81,102 કેસ સામે આવ્યા છે, જ્યારે બીજા નંબરે ઇટાલીમાં 31,506 મામલા નોંધાયા છે.
 
આ દરમિયાન લોકોસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને આ જાણકારી આપી છે. ઈરાન, યુએઈ અને ઇટાલી ઉપરાંત હૉંગકૉંગ, કુવૈત, રવાન્ડા અને શ્રીલંકામાં એક-એક ભારતીયને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.
 
સોમવારે જ ઈરાનમાંથી 53 ભારતીયોને લાવવામાં આવ્યા હતા. મુરલીધરને કહ્યું કે સરકાર ભારતીયોને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે.
 
મધ્ય-પૂર્વમાં ઈરાન કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અત્યાર સુધી અહીં કોરોના વાઇરસને લીધે 700 લોકોનો જીવ ગયો છે અને કુલ 14 હજાર મામલા સામે આવ્યા છે.
 
આ દરમિયાન ભારતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીઓના કુલ 130 કેસ નોંધાયા હોવાની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.
 
વિદેશમાં કુલ 276 ભારતીયોને વાઇરસનો ચેપ લાગ્યો હોવાની માહિતી વિદેશ મંત્રાલયે લોકસભામાં આપી છે.
 
આમાંથી 225 ભારતીયો ઈરાનમાં છે, જ્યારે 12 ભારતીયો યુએઈમાં છે.
 
ભારતમાં કોરોના વાઇરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે. મહારાષ્ટ્રમાં કુલ 38 કેસો નોંધાયા છે.
 
એ બાદ કેરળમાં 25 અને ઉત્તર પ્રદેશમાં 15 કેસો નોંધાયા છે. ભારતમાં કોરોના વાઇરસથી સંક્રિમત 25 લોકો વિદેશી છે, જ્યારે અત્યાર સુધી 14 લોકોને ચેપમુક્ત કરવામાં આવ્યા છે.
 
-કમ્યુનિટી ટ્રાંસમિશનને કોઈ સંકેત નહી 
 
આઈસીએમઆરે કહ્યુ છે કે ભારતમાં કોરોના વાયરસના કમ્યુનિટી ટ્રાંસમિશનનો કોઈ સંકેત નથી. એએનઆઈ સાથે વાત કરતા ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યુ કે દેશભરમાં રૈંડમ 826 નમૂનાનુ પરીક્ષણ કર્યુ હજુ સુધી કોઈ પણ પોઝિટિવ મામલો સામે આવ્યો નથી. ઉલ્લેખનીય છેકે વાયરસની ત્રીજુ ચરણ કમ્યુનિટી ટ્રાંસમિશન હોય છે. આ ચરણમાં બીમારી દેશની અંદર રહેલ સંક્રમિત લોકોને બીજા લોકોમાં ફેલાવવા માંડે છે.  
 
 
કોરોનાને લીધે ભારતમાં અત્યાર સુધી કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.
 
આ દરમિયાન ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે (આઈસીએમઆર) મંગળવારે યોજેલી પત્રકારપરિષદમાં કહ્યું કે "ભારત કોવિડ-19ના સંક્રમણના ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે. તેનો અર્થ એ થાય છે કે અત્યાર સુધી વિદેશપ્રવાસ સાથે સંબંધિત કોરોના સંક્રમિત વ્યક્તિ અને તેના સંપર્કમાં આવનારા લોકોને જ વાઇરસનો ચેપ લાગ્યો હતો."
 
"ત્રીજા તબક્કામાં સામુદાયિક સંક્રમણ અને વધારે ગંભીર સ્થિતિ આવે છે."
 
જોકે, આઈસીએમઆરનું કહેવું છે કે તેમણે રૅન્ડમ સૅમ્પલ ટેસ્ટિંગ કર્યાં પરંતુ અત્યાર સુધી બહાર આવેલાં 500 પરિણામોમાં હજી સુધી વાઇરસનું સામુદાયિક સંક્રમણ જોવા મળ્યું નથી.
 
આ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ફિલિપાઇન્સમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી ચાલુ છે.
 
'દર 100 વર્ષે મહામારી, કળિયુગમાં વાઇરસ સામે ન લડી શકાય'
 
વિશ્વમાં કોરોના વાઇરસે ફેલાવેલા કેરને લઈને સુપ્રીમ કોર્ટના જજ અરુણ મિશ્રાએ કહ્યું કે દર સો વર્ષે આવે છે મહામારી, ઘોર કળિયુગમાં વાઇરસ સામે લડી શકાય નહીં.
 
સુપ્રીમ કોર્ટના જજ અરુણ મિશ્રાએ એક કેસમાં પેરવી કરવા આવેલા સિનિયર વકીલ આર્યમાન સુંદરમ સામે આ ટીપ્પણી કરી છે.
 
સિનિયર વકીલ આર્યમાન સુંદરમ પાંચ-છ વકીલો સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
 
આ સમયે જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે "દર સો વર્ષે આવી મહામારી આવે છે, ઘોર કળિયુગમાં આપણે વાઇરસ સામે લડી શકતા નથી."
 
એમણે કહ્યું કે "માનવજીવનને થઈ રહેલું નુકસાન તો જુઓ. ગમે તે કરો, બધું કરી છૂટો, બધાં શસ્ત્રો સજાવો, પરંતુ તમે વાઇરસ સામે લડી શકતા નથી. આપણે આપણા સ્તરે લડત આપવી જોઈએ."
 
"ફક્ત સરકારે જ નહીં દરેકે લડત આપવી જોઈએ. જો આપણે આપણા સ્તરે લડત આપીશું તો આપણે મુકાબલો કરી શકીશું. તમારે પોતે લડવું પડશે."
 
ભારતમાં ક્યાં કેટલા કેસ?
બુધવાર સવાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના કુલ 137 પૉઝિટિવ કેસો નોંધાયા છે.
 
 
- કોરોના વાઇરસની મહામારીને પગલે યુરોપિયન યુનિયને તેની સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો છે.
- આ નિર્ણયની અસર 26 દેશો પર પડશે. ચીન પછી યુરોપને હવે વાઇરસનું નવું ઍપિસેન્ટર ગણાવાય છે.
- કોરોના વાઇરસના ફેલાવાને પગલે અમેરિકાના આરોગ્ય વિભાગે સ્મશાનયાત્રામાં પણ લોકોને નહીં જોડાવા અને જીવંત પ્રસારણ થકી સ્વજનના દુખમાં સહભાગી થવા અપીલ કરી છે.
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કોરોના વાઇરસને 'ચાઇનીઝ' વાઇરસ ગણાવ્યો છે અને ચીને આ મામલે વાંધો ઉઠાવ્યો છે.
-  ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું છે કે ગાળો ભાંડતાં પહેલાં અમેરિકા 'પોતાના કામ પર ધ્યાન આપે.'
-  મુંબઈની 'જીવાદોરી' ગણાતી લોકલ ટ્રેનસેવા બંધી કરવા અંગે વિચારણા કરાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારનું મંત્રીમંડળ થોડા દિવસ માટે લોકલ ટ્રેનસેવા બંધ કરવા અંગે વિચાર કરી શકે છે.
-  મુંબઈમાં વેસ્ટ, સૅન્ટ્રલ અને હાર્બર લોકલ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ છે. મહાનગરમાં રોજ 2,334 લોકલ ટ્રેન દોડે છે, જેમાં 75 લાખ કરતાં વધારે લોકો આવજા કરે છે.
-  આ દરમિયાન સૅન્ટ્રલ રેલવેએ મુંબઈથી સંલગ્ન લાંબા રૂટની 23 ટ્રેનો રદ કરી નાખી છે.
ભારતીય રેલવે દ્વારા સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે પ્લૅટફૉર્મ ટિકિટના દરમાં પાંચગણો વધારો કરવામાં આવ્યો છે.
-  અગાઉ રૂ. 10માં મળતી પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ વધારીને રૂ. 50 કરી દેવામાં આવ્યાં છે.
-  મંગળવારે મુંબઈમાં 64 વર્ષીય દરદીનું કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયું હતું. આ સાથે જ દેશમાં કુલ મરણાંક ત્રણનો થઈ ગયો છે.
મંગળવારે ભારતીય શૅરબજારો ઉછાળ સાથે ખૂલ્યાં હતાં. સવારે 14.00 કલાકે સેન્સેક્સ લગભગ 105 (0.33 ટકા) પૉઇન્ટના ઉછાળા સાથે 31,500 આજુબાજુ ટ્રૅડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 38 (0.41%) પૉઇન્ટ સાથે 9,235 આજુબાજુ ચાલી રહ્યો છે.
-  ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મૈક્રોએ દેશમાં લોક-ડાઉનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, 'દેશ આરોગ્યક્ષેત્રે યુદ્ધ' લડી રહ્યું છે.
-  ન્યૂઝીલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયાએ વિદેશથી આવનાર મુસાફરોને 14 દિવસ સુધી સ્વયંભૂ રીતે જ લોકસંપર્કથી દૂર રહેવા સલાહ આપી છે. ઑસ્ટ્રેલિયાનાં અનેક રાજ્યોએ કટોકટી જાહેર કરી છે.
-  ઈરાનમાં ફસાયેલા 105 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. આ સાથે જ ઈરાનથી પરત ફરનારાઓની સંખ્યા 389 પર પહોંચી ગઈ છે.
-  અમેરિકા દ્વારા યુરોપનાં 26 રાષ્ટ્રો પર લાદવામાં આવેલા પ્રવાસનિષેધનો અમલ શરૂ થઈ ગયો છે. અમેરિકાએ યાત્રા મામલે બ્રિટન અને આયર્લેન્ડ પર પણ પ્રતિબંધ લગાવી દીધા છે કે જે સોમવારથી લાગુ થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે શુક્રવારની રાત્રે તેમણે પણ કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ નૅગેટિવ આવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે, જેના પગલે સરકાર હવે 50 અબજ ડૉલરનાં રાહતકાર્યો હાથ ધરી શકશે.
ભારત સરકારે ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાઇરસની આફતને 'નોટિફાઇડ ડિઝાસ્ટર' એટલે કે 'અધિસૂચિત આપદા' જાહેર કરી છે.
આ આફતને નોટિફાઇડ ડિઝાસ્ટર જાહેર કરાતાં સરકાર કોરોના પીડિત પરિવારોને વળતર અને સહાય કરશે. આ માટે રાજ્યોના 'ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડ'માંથી મદદ કરવામાં આવશે.
ગૃહમંત્રાલયના દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના અનુસાર કોરોના વાઇરસથી મરનારી વ્યક્તિના પરિવારને ચાર લાખ રૂપિયા આપવામાં આવશે અને દરદીની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
આ ઉપરાંત ક્વૉરેનટાઇન કૅમ્પમાં પણ દરદીને અસ્થાયી આવાસ, અન્ન-પાણી, કપડાં અને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવશે. આ માટે રાજ્યની આપદા રાહત ફંડનો પણ ઉપયોગ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયની ભલામણના આધારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દોડતી રેલ તથા બસસેવાને 15મી એપ્રિલ સુધી માટે બંધ કરી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે સેનિટાઇઝર તથા માસ્કને આવશ્યક ચીજવસ્તુ જાહેર કરી, જેના કારણે તેની સંગ્રહખોરી અને નફાખોરી ગુનાહિત અપરાધ બની રહેશે.
ભારતમાં કોરોનાને કારણે બીજી વ્યક્તિનું મૃત્યુ થયું છે. કર્ણાટકના કલબુર્ગી બાદ દિલ્હીમાં મૃત્યુનો કેસ નોંધાયો હતો.
BCCIએ કોરાના વાઇરસના જોખમને જોતાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ને 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સિરીઝમાં વિદેશી ખેલાડીઓના ભાગ લેવા ઉપર પણ જોખમ ઊભું થયું હતું.
ભારતમાં, ગુજરાત, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, દિલ્હી સહિત અનેક રાજ્યોએ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે લોકોના એકઠા થવાનાં સ્થળો તથા સ્કૂલ-કૉલેજ સંદર્ભે નિષેધાત્મક આદેશ આપ્યા છે.
ભારતે 15 એપ્રિલ, 2020 સુધી તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે. જેથી કોઈ પણ ભારત નહીં આવી શકે. તેમાં ખાસ પ્રકારના વિઝામાં કેટલીક છૂટછાટ અપાઈ છે.
કોરોના વાઇરસને લઈને ગુજરાતમાં કેવી સ્થિતિ છે?
ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપનો હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. જેનું શ્રેય મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આરોગ્યવિભાગની સતર્કતા અને લોકોના સહકારને આપ્યું છે.
 
પ્રજાજોગ સંદેશમાં રૂપાણીએ જણાવ્યું, "રાજ્ય સરકારે શરૂઆતથી તકેદારીનાં અનેક પગલાં લીધાં છે અને ઍરપૉર્ટ પર સ્ક્રિનિંગ હાથ ધરાયું છે."
 
"અસરગ્રસ્ત દેશોમાંથી આવતા પ્રવાસીઓને ત્રણ કૅટેગરીમાં વહેચવામાં આવી રહ્યા છે અને આઇસોલેશનથી માંડીને હૉસ્પિટલમાં દાખલ કરવા સુધીની અલગઅલગ વ્યવવસ્થા કરાઈ રહી છે."
 
તેમણે એવું પણ જણાવ્યું કે સાવચેતી અને સાવધાની એ વાઇરસને ફેલાતો અટકાવવાની પ્રથમ શરતો છે.
 
મુખ્ય મંત્રીએ લોકોને કોરોના વાઇરસને લઈને અપાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની પણ ભલામણ કરી છે.
 
આ ઉપરાંત તેમણે ખમીસની બાંયો પર છીંક ખાવા, પુસ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા, યોગ-વ્યાયામ કરવા, પૌષ્ટિક આહાર લેવા, જાહેરમાં નીકળવાનું ટાળવા સલાહ આપી છે.
 
તેમણે લોકોને મળતી વખતે હાથ મિલાવવા કે ગળે મળવાને બદલે 'નમસ્તે'ની મુદ્રામાં અભિવાદન કરવા પણ કહ્યું છે.
 
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કોરોનાનો એક પણ પૉઝિટિવ કેસ નહીં નોંધાયો હોવાની માહિતી આરોગ્ય અને કુટુંબકલ્યાણનાં અગ્ર સચિવ જયંતી રવિએ ગત શનિવારે આ મામલે પત્રકારપરિષદ યોજીને જાણકારી આપી હતી.
 
તેમણે જણાવ્યું કે રાજ્યમાં હજુ સુધી આ મામલે કોઈ પૉઝિટિવ કેસ નોંધાયો નથી.
 
જયંતી રવિએ કહ્યું, "ઍપિડેમિક 1897 અંતર્ગત નૉટિફિકેશન જાહેર કરાયું છે અને હાલમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ઍપિડેમિક નથી."
 
ગુજરાતની સ્કૂલ-કૉલેજમાં રજા
કોરોના વાઇરસના પ્રકોપને પગલે ગુજરાત સરકારે તમામ શાળા-કૉલેજો અને ટ્યૂશન ક્લાસો બંધ કરવાની જાહેરાત કરી છે.
 
રાજ્યમાં સ્વિમિંગ-પૂલ, સિનેમાગૃહો તેમજ આંગણવાડીઓ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. આ પ્રતિબંધ બે અઠવાડિયાં માટે લાગુ કરવામાં આવ્યો છે.
 
મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથેની બેઠક બાદ મુખ્ય સચિવ અનિલ મુકીમે આની જાહેરાત કરી છે.
 
આ ઉપરાંત જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ ફરમાવી 500 રૂપિયા દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kedarnath By Election Results: કેદારનાથ સીટ પર મતગણના ચાલુ

UP Bypoll Results 2024 Live: યૂપી પેટાચૂંટણીમાં 3 સીટો પર સપાએ બનાવી બઢત, 6 સીટો પર ભાજપા આગળ

મહારાષ્ટ્રની જનતા બેઈમાન નથી, પરિણામમાં કંઈક તો ગડબડ છે, ચૂંટણી પરિણામો પર સંજય રાઉતનો મોટો આરોપ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત તરફ અગ્રેસર BJP+ વિપક્ષના સૂપડા સાફ, 215 પાર પહોચી સીટ

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments