Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૂંટણી પહેલાં ગુજરાતમાં AAP ને ઝટકો, ઇંદ્રનીલ રાજગુરૂની થઇ 'ઘર વાપસી', કોંગ્રેસમાં ફરી જોડાયા

Webdunia
શનિવાર, 5 નવેમ્બર 2022 (00:01 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ શુક્રવારે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા પણ તેઓ કોંગ્રેસમાં હતા. તેઓ AAPમાં રાષ્ટ્રીય સંયુક્ત સચિવ હતા. પાર્ટીમાં તેમનું સ્વાગત કરતા કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, "ઇન્દ્રનીલ રાજગુરુ જી એક વિચારધારા સાથે જોડાયેલા હતા અને આજે તે જ વિચારધારા સાથે કામ કરવા માટે તેઓ ફરીથી કોંગ્રેસ પરિવારમાં જોડાઈ રહ્યા છે."
 
ઇંદ્રનીલ રાજગુરુએ કહ્યું, 'મને હંમેશા લાગતું હતું કે ભાજપ દેશ માટે ખરાબ પાર્ટી છે અને તેને ગુજરાતમાં હરાવવા જરૂરી છે. તેથી જ હું ભાજપને હરાવવા AAPમાં ગયો હતો. પરંતુ મેં જોયું કે જેમ ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે તેમ AAP પણ લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે.
 
તો બીજી તરફ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જય નારાયણ વ્યાસે ભાજપમાંથી છેડ્યો ફાડ્યો છે. જેથી ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતની ભાજપ સરકારમાં આરોગ્ય મંત્રી રહેલા જય નારાયણ વ્યાસે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવે છે કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, કારણ કે તેઓ ભૂતકાળમાં આ બંને સાથે નિકટતા જોઈ ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે આ વખતે આમ આદમી પાર્ટીની સક્રિયતાને કારણે ગુજરાતમાં ત્રિકોણીય મુકાબલો થવાની આશા છે.
 
પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ 2007 થી 2012 સુધી ગુજરાત સરકારમાં મંત્રી હતા અને તેમને ભાજપ દ્વારા લાંબા સમય સુધી અલગ રાખવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહે છે કે તેઓ કઇ પાર્ટીમાં જોડાય છે, કારણ કે થોડા દિવસો પહેલા તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યા છે. એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના સંપર્કમાં હોવાની પણ ચર્ચા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ વખતે પણ તે જીતનો દાવો કરતી જોવા મળી રહી છે.
 
પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, મેં 32 વર્ષ બીજેપી સાથે ગાળ્યા છે. મને ભાજપ સાથે કોઇ વાંધો નથી. પરંતુ જિલ્લામાં એક તરફી ચાલવાના વલણથી હું નારાજ છું. મેં અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે સમુ સુથરૂ કર્યુ. દર વખતે પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરવી યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મને કાયમી ફરિયાદી બનાવ્યો છે. આજે હું કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી નિર્ણય કરીશ. 
 
આ દરમિયાન, કોંગ્રેસે શુક્રવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાનું નામ મુખ્ય છે. પક્ષ દ્વારા બહાર પાડવામાં આવેલી ઉમેદવારોની યાદી મુજબ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોઢવાડિયાને પોરબંદરમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે અકોટાથી ઋત્વિક જોષી, રાવપુરાથી સંજય પટેલ અને ગાંધીધામથી ભરત વી.સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.
 
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. તે જ સમયે, બાકીની 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જામનગરના રાજવી પરિવારનો આગામી ઉત્તરાધિકારી બનશે પૂર્વ ક્રિકેટર અજય જાડેજા, જાણો આ વંશનો ઈતિહાસ, આટલા કરોડોની સંપત્તિ

Happy Dussehra 2024 Wishes Images Quotes: દશેરા શુભેચ્છા સંદેશ

વિજયાદશમીના દિવસે આ 7માંથી કરી લો કોઈ એક ઉપાય, મનોકામના થશે પૂરી, દેવી લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ

Train Accident: માલગાડી સાથે અથડાઈ દરભંગા એક્સપ્રેસ, ટક્કર બાદ લાગી આગ; ટ્રેનના બદલાયા રૂટ

સુહાગરાત કરવા રૂમમાં વર આવ્યો, બેડરૂમમાં જતા જ તેનો મૂડ બગડી ગયો, તે બહાર આવ્યો અને બોલ્યો - કન્યા...

આગળનો લેખ
Show comments