Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં બાવળા નજીક ઓક્સિજન સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગી, એકનું મોત

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2024 (18:23 IST)
An explosion in the middle of the road killed one
- રસ્તા વચ્ચે વિસ્ફોટ એકનું મોત
- ઓક્સિજનના સિલિન્ડર ભરેલી ટ્રકમાં અચાનક આગ 
- આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ

બાવળા નજીક ઓક્સિજન સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની ઘટના બની છે. આ અકસ્માતને કારણે બાવળા નજીક શરી પાટીયા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાં બ્લાસ્ટ થતાં જ પાંચેક વ્યક્તિ દાઝી ગયા હોવાની પણ માહિતી મળી છે. 
 
ફાયરની ટીમને એક મૃતદેહ મળી આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બાવળા નજીક શરી પાટીયા પાસે ઓક્સિજનના સિલિન્ડર ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગવાને કારણે બ્લાસ્ટ પણ થયો હતો. જેમાં પાંચેક વ્યક્તિ દાઝી ગયા હતાં અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ફાયર વિભાગની ટીમને કોલ મળતાંની સાથે જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. 
 
આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ
ફાયર વિભાગની ટીમને ટ્રકમાં લાગેલી આગ કાબુ કરતાં એક મૃતદેહ મળી આવ્યો  હતો. ટ્રકમાં આગ લાગતાં શરી પાટીયા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાં બ્લાસ્ટ થતાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments