Webdunia - Bharat's app for daily news and videos

Install App

Live - PM નરેન્દ્ર મોદી આજે કેવડિયા ખાતે ‘નમામી દેવી નર્મદે મહોત્સવ’ માં નર્મદા નીરના વધામણા કરશે

Webdunia
મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (09:17 IST)
ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી વધુએ ભરાઇ ગયો છે અને રાજ્યના સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે ત્યારે આ ઉમંગ ઉત્સવમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ કેવડિયા ખાતે ઉપસ્થિત રહીને નમામી દેવી નર્મદે મહોત્સવમાં સહભાગી બનીને નર્મદાના નીરના વધામણાં કરશે.

વડા પ્રધાનના જન્મદિન પ્રસંગે યોજાનાર આ નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ એક કલાક દરમિયાન નદી, નાળા, તળાવોમાં રોજીંદા જીવનમાં વપરાતા સીંગલ યુઝ પ્લાસ્ટીકનું એકત્રિકરણ કરાશે. તેમજ સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરણની જાળવણી માટે યોજાનાર વૃક્ષા રોપણના કાર્યક્રમોમાં પણ નાગરિકોને જોડાવવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. 

પ્રધાનમંત્રીશ્રીના ૭૦માં જન્મદિવસે તેમના જ પરિશ્રમ અને પુરૂષાર્થી માર્ગદર્શનમાં પૂર્ણ થયેલી નમર્દા યોજનાનો સરદાર સરોવર બંધ તેની પૂર્ણ સપાટીએ ભરાવાના સુભગ સમન્વયે અવસરને ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’ તરીકે ઉજવવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં આયોજન થયું છે. કેવડિયા ખાતે યોજાનાર આ મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે. 
વડાપ્રધાન કેવડિયા ખાતે આકાર લઇ રહેલી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેકટસ રિવર રાફટીંગ, જંગલ સફારી પાર્ક, બટરફલાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવનની મુલાકાત લઇને ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરીને જાહેર સભા સંબોધશે તેમજ રાજ્યના નાગરિકોના ઉમંગ-ઉલ્લાસમાં નવું બળ પૂરશે. 
 
નર્મદા ડેમ આજે ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો છે. ગુજરાતના જનજનમાં મા નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ ઊત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં મંત્રી મંડળના સભ્યો સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ મુખ્ય કાર્યક્રમો તથા તાલુકા મથકોએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એટલું જ નહિ તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં વિવિધ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. 
 
રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે કરાશે. સાથે સાથે નદી કાંઠા, તળાવો, ચેકડેમ જેવા જળસ્ત્રોતોની સફાઇ પણ હાથ ધરાશે. સાથોસાથ ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરતા વૃક્ષારોપણ કાર્યક્રમો પણ આ મહોત્સવ અંતર્ગત યોજાવાના છે. 
જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જન ઉત્સવમાં લોક કલાકારો પ્રખ્યાત ગાયકો, ગુજરાતી ફિલ્મી 
 કલાકારો, લોકસાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઇને નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોની સંગીત મઢી પ્રસ્તુતિ કરશે. વરિષ્ઠ સાધુ-સંતો, ધર્મગુરૂઓ, સેવાભાવી સંગઠનોના વડાઓ સહિત વિવિધ ક્ષેત્રના ગણમાન્ય વ્યકિત વિશેષો પણ આ જનઉમંગ ઉત્સવમાં જોડાવાના છે. આપણે સૌ સાથે મળીને મા નર્મદા જ્યારે આપણા આંગણે આવી છે તો તેને વધાવીએ અને આપણા પર નર્મદા મૈયાની કાયમી કૃપા રહે એ માટે આર્શીવચન મેળવીએ તેમ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments