Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થડે PM Modi - મોદીની એ 7 મોટી વાત, જે તેમને બનાવે છે દુનિયાના સૌથી તાકતવર નેતા

Webdunia
ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (21:07 IST)
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બ્રિટિશ હેરાલ્ડના રીડર્સ પોલમાં દુનિયાની સૌથી તાકતવર વ્યક્તિ તરીકે પસંદતી પામી ચુક્યા છે. મોદીએ દુનિયાના ટોચના  નેતાઓ-વ્હાદિમીર, પુતિન, જો બાઈડન અને શી જિનપિંગને પછાડીને આ ઉપલબ્ધિ હાસલ કરી હતી. શુ આપ જાણો છો મોદીમાં એવી તો શી વિશેષતા છે જેને કારણે તેઓ આજે દુનિયાભરમાં આટલા ફેમસ થઈને ઉભર્યા છે. આવો જાણીએ મોદી વિશે 7 મોટી વાત, જે તેમને દુનિયાભરની સૌથી તાકતવાર નેતા બનાવે છે... 
 
1. સખત અને ત્વરિત નિર્ણય - નોટબંદીનો નિર્ણય, આખા દેશમાં જીએસટી લાગૂ કરવી, નરેન્દ્ર મોદીએ ક્યારે પણ નિર્ણય લેવામાં ન તો ઢીલ કે નરમી કરી નથી. નિર્ણય લેતી વખતે તેમણે ક્યારેય પણ રાજનીતિક નફા નુકશાનને ધ્યાનમાં લીધુ નથી. નોટબંદી અને જીએસટીના સમયે એવુ કહેવાય રહ્યું હતું કે મોદીને આને કારણે ચૂંટણીમાં નુકશાન થઈ શકે છે પણ તેમને તેની ચિંતા નહોતી કરી. આટલુ જ નહી સત્તામાં વાપસી કરીને તેમણે અનેક ભ્રષ્ટાચારીઓને ઘેર્યા અને તેમને ઘરની વાટ પકડાવી. 
 
2. પાકિસ્તાનમાં સર્જિકલ અને એયર સ્ટ્રાઈક- ઉરી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈક અને પુલવામામાં થયેલ આતંકવાદી હુમલા પછી બાલાકોટમાં આતંકી ઠેકાણો પર એયર સ્ટ્રાઈક પછી પોતાના પક્ષમાં વૈશ્વિક સમર્થન એકત્ર કરીને પાકિસ્તાનને બેકફુટ પર આવવા માટે લાચાર કરી દીધું. તેનાથી વિશ્વમાં ભારતની મજબૂત છવિ બની સાથે જ દેશવાસીઓમાં પણ સરકાર પ્રત્યે વિશ્વાસ વધ્યો. 
3. વિદેશોમાં મજબૂતીથી પક્ષ મુકવો - પ્રધાનમંત્રી મોદીએ વિદેશોમાં ભારતનો પક્ષ મજબૂતીથી મુક્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ જેવી વૈશ્વિક નેતાઓની સામે તે દબાણ અનુભવ નથી કરતા, ખૂબજ સરળતાથી મળે છે. તાજેતરમાં એસસીઓ સમિટમાં મોદીએ આતંકવાદના મુદ્દા પર પાક પ્રધાનમંત્રીને ન માત્ર જુદા કરી નાખ્યુ. પણ વિશ્વ સ્તર પર તેમની ખૂબ કરકરી પણ  થઈ. મોદીએ વૈશ્વિક નેતાઓને બે ટૂક સંદેશ આપ્યા કે જો પાકિસ્તાન નહી સુધરશે તો તેનાથી કોઈ વાતચીત નહી થશે. 
 
4. દેશવાસીઓનો વિશ્વાસ જીત્યો - કોઈ પણ નેતા દુનિયામાં ત્યારે તાકતવાર બની શકે છે, જયારે દેશના લોકોનો વિશ્વાસ તેની સાથે હોય. મોદી દેશવાસીઓના વિશ્વાસ પર ખરા ઉતર્યા. ઉજ્જવલા યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના,જન-ધન યોજના,કિસાન સમ્માન નિધિ યોજના,મુદ્રા યોજના,આવકવેરા છૂટ સીમા વધારીને 5 લાખ કરવી જેવા નિર્ણયોથી લોકોમાં તેમના પ્રત્યે વિશ્વસનીયતા વધી. આ જ કારણ છે કે લોકોએ ભારે બહુમતની સાથે એક વાર ફરી દેશની જવાબદારી તેમના વિશ્વાસપાત્ર હાથમાં સોંપી. લોકસભા ચૂંટણી 2014ની તુલના (282)માં 2019માં એકલા ભાજપાએ 303 સીટ જીતી. ગઠબંધન સહયોગીઓની સાથે તો આ આંકડા 350ના પાર થઈ ગયો.જો કે બહુમતના 272 આંકડાથી ખૂબ વધુ છે. 
 
5. કથની અને કરનીમાં અંતર નથી- મોદીની કથની અને કરણીમાં કોઈ અંતર જોવા મળતુ નથી. તેમણે ત્રિપલ  તલાક બીલ અમલમાં લાવવાની વાત કહી હતી અને 17મી લોકસભા શરૂ થતા તેમને તે કરી પણ બતાવ્યુ. તેમણે કરોડો હિંદુઓને તેમના પ્રિય રામનુ મંદિર અયોધ્યામા બનાવવાનુ વચન આપ્યુ હતુ આજે એ કાર્ય પણ નિર્માણ પર છે.  તેમણે કાશ્મીરમાંથી ધારા 370 હટાવીને કાશ્મીરને ભારતનુ અભિન્ન અંગ સાબિત કરવાની વાત કરી હતી તેમણે એ પણ કરી બતાવ્યુ. લોકસભા ચૂંટણીના સમયે પણ તેમણે એવા નેતાઓને ટિકિટ ન આપી જે તેમની આશાઓ પર ખરા ન ઉતર્યા. તેમણે રાજકારણમાં યુવાઓને અને મહિલાઓને તક આપી આ માટે તેમણે વર્ષોથી ભાજપામાં સેવા આપી રહેલા નેતાઓની નારાજગીનો પણ સામનો કરવો પડ્યો. 
 
6. અનુશાસિત જીવનશૈલી- મોદીની સફળતાના પાછળ તેમની અનુશાસિત જીવન શૈલી પણ છે. તે સવારે 5 વાગ્યે ઉઠીને યોગ કરે છે સાથે કે ઑફિસમાં પણ પૂરો સમય આપે છે. તે ખાન-પાન અને સ્વાસ્થ્યનો પણ પૂરો ધ્યાન રાખે છે. તેમના ચેહરા પર હમેશા તાજગી જ નજર આવે છે. આટલું જ નહી તે તેમના સહયોગી અને મંત્રીઓ અને અધિકારીઓથી પણ આ જ અપેક્ષા રાખે છે. આ જ કારણ છે સરકારી કામમાં કોઈ બેદરકારી નજર નહી આવે છે. 
 
7. વકૃત્વ કૌશલ- મોદીની સૌથી મોટી ખાસિયત તેમનો વકૃત્વ કૌશલ એટ્લે ભાષણ આપવાની કળા છે. તે તેમના ભાષણોમાં હમેશા આ વાતનો ખાસ ધ્યાન રાખે છે કે સામે બેસેલા શ્રોતા વર્ગ તેનાથી પૂરી રીતે કનેક્ટ થઈ શકે. આ જ કારણે જ્યારે મોદી વિભિન્ન સભાઓ અને આયોજનમાં ભાષણ આપે છે. તો મોદી-મોદીની ગૂંજ સંભળાય છે. તે તેમની વાત પણ કહે છે. પણ આ વાતનો પણ પૂરો ધ્યાન રાખે છે. સામે બેસેલા લોકો શું સાંભળવા પસંદ કરશો.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments