Biodata Maker

માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી.

Webdunia
ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (00:30 IST)
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે.  એમની  શક્તિ અપાર અને ફ ળદાયક  છે. એમની ઉપાસનાથી ભક્ત ોન ા બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા

મહાગૌરીન ો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. 'અષ્ટવર્ષા ભવેદ ગૌરી' આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે. 

મહાગૌરીના ચાર હાથ છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.

પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે 
' व्रियेऽहं वरदं शम्भुं नान्यं देवं महेश्वरात्‌।' ( નારદ પાંચરાત્ર) ગોસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો - 

जन्म कोटि लगि रगर हमारी।
बरऊँ संभु न त रहऊँ कुँआरी॥

આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધીયુ ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.

માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદારચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

વધુ જુઓ..

નવીનતમ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Aditya Hrudayam Lyrics In Gujarati - આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

આગળનો લેખ
Show comments