Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nagaland Election 2023: નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે BJP એ રજુ કરી ઉમેદવારોની યાદી, 20 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (00:22 IST)
Nagaland BJP Candidates List 2023: ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે (2 ફેબ્રુઆરી) દિલ્હીમાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી. ભાજપ વિધાનસભા ચૂંટણીમાં 20 બેઠકો પર ચૂંટણી લડશે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ તેમ્જેન ઇમના અલંગટકી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે.

<

We will contest on 20 out of 60 seats in Nagaland. Rest of the seats have been given to our alliance partner NDPP. We'll contest on all 60 seats in Meghalaya. Our tagline is 'M Power Meghalaya' means Modi-powered Meghalaya and a double-engine government will be formed there: BJP pic.twitter.com/AjN4jaLrjy

— ANI (@ANI) February 2, 2023 >
 
યાદી જાહેર કરતા ભાજપના નેતા નલિન કોહલીએ કહ્યું કે, 'અમે નાગાલેન્ડની 60માંથી 20 સીટો પર ચૂંટણી લડીશું. બાકીની બેઠકો અમારા સહયોગી NDPPને આપવામાં આવી છે. આ દરમિયાન તેમણે મેઘાલયની વિધાનસભા ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મેઘાલયની તમામ 60 બેઠકો પર ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે અમારી ટેગલાઇન છે 'એમ પાવર મેઘાલય' એટલે કે મોદીની સત્તા પર મેઘાલય. ત્યાં પણ ડબલ એન્જિન સરકાર રચાશે.

<

BJP announces its 20 candidates for the Nagaland Assembly election

BJP state president Temjen Imna Along to contest from Alongtaki Legislative Assembly constituency pic.twitter.com/Lay1FcJygD

— ANI (@ANI) February 2, 2023 >
 
શું છે ચૂંટણી કાર્યક્રમ?
 
27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે મતદારો મતદાન કરશે. 2 માર્ચે મત ગણતરી થશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 07 ફેબ્રુઆરી છે અને નામાંકન પરત ખેંચવાની તારીખ 10 ફેબ્રુઆરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે નાગાલેન્ડમાં વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે પૂરો થઈ રહ્યો છે.
 
નાગાલેન્ડનું રાજનીતિક સમીકરણ
 
નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીનું શાસન છે અને નેફિયુ રિયો મુખ્યમંત્રી છે. એનડીપીપી 2017માં અસ્તિત્વમાં આવી હતી. ત્યારપછી એનડીપીપીએ 18 અને ભાજપે 12 સીટો જીતી હતી. ચૂંટણી પહેલા બંને પક્ષોએ ગઠબંધન કર્યું હતું. NDPP, BJP, NPP સરકારમાં સામેલ છે. ગયા વર્ષે જ એનડીપીપી અને ભાજપે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. બંને પક્ષોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે એનડીપીપી 40 બેઠકો અને ભાજપ સાથે મળીને 20 બેઠકો પર ચૂંટણી લડશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

IND vs PAK, Women's T20WC: ભારત અને પાકિસ્તાને લીધો મોટો નિર્ણય,

35 વર્ષથી સ્ટેજ પરભગવાન રામનું પાત્ર ભજવી રહેલા સુશીલ કૌશિકનું હાર્ટ એટેકથી મોત

સ્પીડમાં આવતા ડમ્પરે 3 મોટરસાઈકલને ટક્કર મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત...5 ઘાયલ

હોસ્ટેલમાં જમ્યા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; તપાસમાં સત્ય બહાર આવશે

આગળનો લેખ
Show comments