Webdunia - Bharat's app for daily news and videos

Install App

વંસ અપોન એ ટાઈમ ઈન મુંબઈ : ફિલ્મ સમીક્ષા

Webdunia
P.R
બેનર : બાલાજી મોશન પિક્ચર્સ
નિર્માતા : એકતા કપૂર, શોભા કપૂર
નિર્દેશક : મિલન લુથરિયા
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : અજય દેવગન, કંગના રાણાવત, ઈમરાન હાશમી, પ્રાંચી દેસાઈ, રણદીપ હુંડા, ગૌહર ખાન.

સેંસર સર્ટિફિકેટ : યૂ/એ *2 કલાક 24 મિનિટ

રેટિંગ : 3.5/5

' વંસ અપોન એ ટાઈમ ઈન મુંબઈ'ની શરૂઆતમાં ભેલ એ લખી દેવામાં આવ્યુ હોય કે આ ફિલ્મની વાર્તા કોઈ વ્યક્તિ સાથે મળતી નથી, પરંતુ ફિલ્મ શરૂ થતા જ સમજાય જાય છે કે આ હાજી મસ્તાન અને દાઉદ ઈબ્રાહિમથી પ્રેરિત છે.

નિર્દેશક મિલન લુથરિયાએ એક એવી ફિલ્મ્મ બનાવવાનુ વિચાર્યુ જે 70ના દશકો જેવી લાગે. આજે પણ ઘણ લોકો એ સમયની ફિલ્મોને યાદ કરે છે જ્યારે મોટાભાગના વિલન સ્મગલર જોવા મળતા હતા અને લાર્જર ધેન લાઈફના પુટ રહેતો હતો. મિલને અડધી હકીકત અને અડધી વાર્તાના દ્વારા એ સમય અને એ ફિલ્મોને પુર્ન જીવિત કરી છે, જેને જોવી સુખદ લાગે છે.

હાજી મસ્તાનથી પ્રેરિત પાત્ર સુલ્તાન મિર્જા (અજય દેવગન)ટૂંકમાં ઘંઘો(સ્મગલિંગ)કરવામાં વિશ્વાસ કરે છે. એ એ વસ્તુઓનુ સ્મલિંગ કરે છે જેની અનુમતિ સરકારે નથી આપી, પરંતુ એ વસ્તુઓનુ સ્મગલિંગ નથી કરતો જેની અનુમતિ તેમની આત્મા નથી આપતી.

P.R
દાઉદ પર આધારિત પાત્ર શોએબ(ઈમરાન હાશમી)માં કોઈપણ કિમંત પર આગળ વધવાનો જોશ છે. તે ફક્ત પોતાનો વિકાસ કરવા માંગે છે. અને એ માટે ખરુ/ખોટામાં કોઈ ફરક નથી માનતો. એ પણ સુલ્તાનની જેવો બનવા માંગે છે અને તેની ગેંગમાં જોડાય જાય છે.

પોતાના તેજ સ્વભાવને કારણે તે સુલ્તાનનો વિશ્વસનીય બની જાય છે. થોડાક દિવસો માટે સુલ્તાન તેને પોતાની ખુરશી પર બેસવાનુ કહે છે અને તે મુંબઈને ખૂન, ગેંગવોર, ડ્રગ્સ અને આતંકના શહેરમાં બદલી નાખે છે. આ વાતને લઈને બંને વચ્ચે દરાર પડે છે.

વાર્તા ખૂબ જ સરળ છે અને દર્શક એ વાતથી વાકેફ રહે છે કે આગળ શુ થવાનુ છે, પરંતુ ફિલ્મનુ સ્ક્રીનપ્લે(રજત અરોરા)એ ખૂબીથી લખવામાં આવ્યુ છે કે દર્શક સીટ પર ચીપક્યો રહે છે. ફિલ્મને તીવ્રતાની સાથે રજૂઆત કરવામાં આવી છે. અને એક પછી એક અદ્દભૂત દ્રશ્યો આવે છે.

ફિલ્મ ભલે અંડરવર્લ્ડ પર છે, પરંતુ માર-ધાડથી દૂર છે ગેંગસ્ટર્સના ઈમોશન પર વધુ ધ્યાન આપવામાં આવ્યુ છે અને ફિલ્મમાં ઘણા નાના-મોટા અને રોમાંટિક સીન છે, જે ભરપૂર મનોરંજન કરે છે.

અજય દ્વારા કંગનાને જામફળ આપવાનુ દ્રશ્ય, ઈમરાનનો પ્રથમ સીન, અજય દ્વારા ઈમરાનને તમાચો મારવાનુ દ્રશ્ય, પ્રાંચી અને ઈમરાનના રોમાંટિક સીન જેવા ઘણા દ્ર્શ્યો છે જે સારા બની પડ્યા છે.

નિર્દેશક મિલન લથુરિયાએ સ્ક્રિપ્ટની સાથે પૂરો ન્યાય કર્યો છે. એ સમયને તેમણે સ્ક્રીન પર એ રીતે જીવંત કર્યો છે કે કૈબરેટ, પ્રિટેડ શર્ટ, લેમ્બ્રેટા સ્કૂટર, સ્મગલર્સ, હેયર સ્ટાઈલ યાદ આવવા માંડે છે.

P.R
મિલને દરેક પાત્ર પર મહેનત કરી છે અને તેમને એ અંદાજમાં રજૂ કર્યા છે કે થોડીક મિનિટોમાં દર્શકો તેને જાણી લે છે કે આ માણસ કેવા પ્રકારનો છે. વચ્ચે એવુ જરૂર લાગે છે કે ફિલ્મ પરથી નિર્દેશકની પકડ છૂટી ગઈ છે, પરંતુ પછી એક સારુ દ્રશ્ય આવી જાય છે અને ફિલ્મ ગતિ પકડી લે છે.

શરૂઆતમાં બતાવવામાં આવ્યુ કે ઈંસ્પેક્ટર બનેલ રણદીપ હુંડા આત્મહત્યાનો પ્રયત્ન કરે છે, પરંતુ આવુ કરવા પાછળ શુ કારણ છે હતુ, તેને વ્યવસ્થિત રીતે સ્પષ્ટ નથી કર્યુ. એક સીનમાં અજય દેવગન રેલ્વે ટ્રેકને ઉખાડીને ટ્રક પાર કરી લે છે, આ સીન તેમના કેરેક્ટરને સ્થાપિત કરવા માટે મૂકવામાં આવ્યુ છે, પરંતુ રેલ્વે ટ્રેકને ઉખાડ્યા સિવાય પણ કામ ચાલી શકતુ હતુ. આવી કેટલીક નાની-મોટી ઉણપો છે, પરંતુ તેને નજરઅંદાજ કરી શકાય છે.

અજય દેવગન અને ઈમરાન હાશમીને એક્ટિંગ માટે પણ ફિલ્મ જોઈ શકાય છે. અજયે ખૂબ જ સૂક્ષ્મતા સાથે પોતાનુ પાત્ર ભજવ્યુ છે. સફેદ કપડા પહેરી હાથમાં સિગરેટ લઈ તેઓ ખરેખર સુલ્તાન લાગી રહ્યા છે. રોબિનહુડની જેમ તેમનુ કેરેક્ટર છે, જે ખરાબ કામ જરૂર કરે છે, પરંતુ દિલનો ભલો માણસ છે એક્ટિંગની દ્રષ્ટિએ જોવા જઈએ તો અજય આ ફિલ્મમાં પોતાના કેરિયરની ટોચ પર છે અને તેમની આ ફિલ્મમાં એક્ટિંગ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

ઈમરાન હાશમીએ પોતાના કેરિયરનુ બેસ્ટ પરફોર્મેંસ કર્યુ છે. શોએબના એટીટ્યુડ અને બધુ જ ઝડપથી મેળવવાની ઈચ્છાને તેમને એકદમ પરફેક્ટ રીતે કર્યુ છે. કંગના અને પ્રાંચી દેસાઈનો રોલ નાનો ભલે હોય પરંતુ તેમણે પોતાની હાજરી નોંધાવી છે. રણદીપ હુંડા, નાવેદ અસલમ(પૈટ્રિક) અને મેહુલ ભોજક(જાવેદ)પણ પ્રભાવિત કરે છે.

P.R
વર્તમાન સમયની ફિલ્મોમાંથી મોટા મોટા સંવાદો અને દમદાર સંવાદ ગાયબ થઈ ગયા છે. લાંબા સમય પછી સારી ડાયલોગબાજી સાંભળવા મળી છે. હિટ ગીત 'પી લૂ' પણ ફિલ્મનો પ્લસ પોઈંટ છે. અન્ય ગીત પણ સાંભળવા લાયક છે. આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈનુ કામ પણ ઉલ્લેખનીય છે. તેમણે એ સમયને હૂબહૂ રજૂ કર્યો છે. સંપાદકે થોડી ચુસ્તી બતાવવી હતી.

ટૂંકમાં 'વંસ અપોન એ ટાઈમ'માં દરેક વય, વર્ગ અને ક્લાસથી લઈને માસ સુધીને પસંદ આવનારી ખૂબી છે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments