Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાચાર સરકાર અને બેકાબૂ 'સરકાર રાજ'

Webdunia
IFM
નિર્માતા : રામગોપાલ વર્મા, પ્રવીણ નિશ્ચલ
નિર્દેશક : રામગોપાલ વર્મા
કલાકાર : અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, તનીષા, ગોવિંદ નામદેવ, સયાજી શિંદે, દિલીપ પ્રભાવલકર, ઉપેન્દ્ર લિમચે, વિક્ટર બેનર્જી

*યૂ/ણ * 8રીલ

રેટિંગ 35/5

' બેંક ટૂ બેસિક્સ'. જ્યારે ક્રિકેટના ખેલાડી રન નથી બનાવી શકતા ત્યારે તેઓ આ વાક્યને અનુસરે છે. નિર્દેશક રામગોપાલ વર્મા પણ પોતાની છેલ્લી કેટલીક ફિલ્મોમાં ફોર્મમાં નહી જોઈ તો કારણકે અસાધારણ ફિલ્મ બનાવવાના ચક્કરમાં તેઓ ફાલતૂ ફિલ્મો બનાવી બેસ્યા. 'સરકાર રાજ' દ્વારા તેઓ પોતાની મજબૂત બુનિયાદ તરફ પાછા ફર્યા છે.

અપરાધી, અંડરવર્લ્ડ અને ભયાનક ફિલ્મો બનાવવામાં તેઓ નિપુણ છે, પોતાની આ ખૂબીને તેમણે સ્વીકારી અને 'સરકાર'નો આગળનો ભાગ 'સરકાર રાજ' દર્શકોની સામે ખૂબ જ શ્રેષ્ઠ ફિલ્મ તરીકે લાવ્યા.
IFM

' સરકાર રાજ' મહારાષ્ટ્રના ચર્ચિત અને વિવાદાસ્પદ પાવર પ્રોજેક્ટ એનરોન અને કથિત રૂપે ઠાકરે પરિવાર પર આધારિત છે. પોતાની શરતો મુજબ જીવનારા અને હંમેશા પોતાને જ યોગ્ય સમજનારી સરકાર પોતાના જોશના દિવસો દરમિયાન પોતાના હોશ ગુમાવી બેસે છે કે એક દિવસ તેમણે પણ પોતાના તમામ કામની કિમંત આ જ જીવનમાં ચુકવવી પડશે. જ્યારે તેમના પોતાના પુત્રને રાજનીતિક ષડયંત્રનો શિકાર થઈને મારી નાખવામાં આવે છે ત્યારે તેમની પાસે આંસુ ટપકાવવા સિવાય બચે શુ છે ?

પાવર પ્લાંટ સ્થાપવા પાછળ ગંદી રાજનીતિ અને ષડયંત્ર અને લોહીની રમત રચાય છે. રાજનીતિની શતરંજ પર સૌનો ઉપયોગ એક મોહરાના રૂપે કરવામાં આવે છે. અહી કોઈ ન તો કોઈ વફાદાર હોય છે અને ન કોઈ ગદ્દાર. વફાદારી અને ગદ્દારી વચ્ચે એક પાતળી લક્ષ્મણ રેખા હોય છે જેને કદી પણ ભૂંસી શકાય છે.

' સરકાર રાજ'માં રાજનીતિક ચાલનો ગંદો ચહેરો અને વેર-બદલાની ભાવના ધરાવતી વાર્તા હત્યાઓના આધારે ચાલે છે. અહીં સુધી કે સરકાર પોતાના પુત્રના મૃત્યુ પછી પોતાના સંબંધીના પુત્ર ચીકૂને નાગપુરથી બોલાવીને આગળની પેઢી તૈયાર કરવાની વાત કરે છે.

આને નિર્દેશકે બહુ જ સુંદર રીતે અંતમા બતાવ્યુ છે કે જ્યારે અનિતા એટલેકે એશ્વર્યા રાય એક કપ ચા લાવવાનો ઓર્ડર આપે છે. આનો ચોખ્ખો મતલબ છે કે સરકારને સમાંતર સરકાર ચલાવનારાઓ માટે વ્યક્તિનુ એક વસ્તુથી વધુ મહત્વ નથી.

' સત્યા' અને 'કંપની' પછી રામૂએ એકવાર ફરી ફિલ્મ દ્વારા પોતાની પકડ મજબૂત કરી છે. તેમણે 'સરકાર રાજ' ફિલ્મની પટકથા ઓછા પાત્રો દ્વારા ટાઈટ મૂકીને પડદા પર રજૂ કરી છે. ફિલ્મમાં ડાંસ-ગીતો અથવા મનોરંજનની જરૂર ન રાખતા તેમણે પાત્રોના દ્વારા દર્શકોને સવા બે કલાક જકડી રાખ્યા.

IFM
ફિલ્મના સંવાદ અઁગૂઠીમાં હીરો જડ્યો હોય તેવા લાગે છે. સંવાદ અમિતાભ બોલી રહ્યા હોય કે અભિષેક કે પછી રાવ સાહેબ, દર્શકોને લાગણી અને ષડયંત્રનો રંગ ચોખ્ખો દેખાય આવે છે.

રામગોપાલ વર્માએ કોઈને પણ જરૂર કરતા વધુ ફૂટેજ નથી આપ્યો. અમિતાભ બચ્ચન, અભિષેક અને એશ્વર્યાએ પોતાના પાત્રોની સાથે પૂરો ન્યાય કર્યો છે. ફિલ્મના ચરિત્ર કલાકારો દિલીપ પ્રભાવલકર, ગોવિંદ નામદેવ, સયાજી શિંદે અને રવિ કાળી પણ સારો અભિનય કર્યો છે.

ફિલ્મના લેખક પ્રશાંત પાંડેનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે, કારણકે તેમણે રામગોપાલ વર્માનુ કામ સરળ બનાવ્યુ છે. રામગોપાલ વર્માની ફિલ્મ તકનીકની દ્રષ્ટિએ હંમેશા મજબૂત જોવા મળી છે અને આ જ વાત આ ફિલ્મમાં પણ જોવા મળી છે.

અમિત રોયની સિનેમાટોગ્રાફી ઉલ્લેખનીય છે. લાઈટ અને શેડનો તેમણે સારો પ્રયોગ કર્યો છે. વાંકા ચૂંકા એંગલથી ફિલ્મનુ શૂટિંગ કરીને તેમણે પાત્રોની બેચેનીને પડદાં પર ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. અમર મોહિલેનુ બેકગ્રાઉંડ મ્યૂઝિક જોરદાર છે અને ફિલ્મનો મુખ્ય ભાગ છે, જોકે ક્યાંક ક્યાંક તે વધી ગયો છે.

સરકાર રાજ એક ફિલ્મ નથી પણ એક વિચાર છે, જેમાં વ્યવસ્થા અને તેના વિરુધ્ધની તાકતો ઉભરીને સામે આવે છે.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

Show comments