Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મ સમીક્ષા : તેરી મેરી કહાની

Webdunia
P.R
બેનર ઈરોઝ ઈંટરનેશનલ મીડિયા લિમિટેડ, કુણાલ કોહલી પ્રોડક્શન
નિર્માતા : કુણાલ કોહલી, સુનીલ એ લૂલ્લા, વિક્કી બાહરી
નિર્દેશક : કુણાલ કોહલ ી
સંગીત : સાજીદ-વાજીદ
કલાકાર : શાહિદ ક્પૂર, પ્રિયંકા ચોપડા, પ્રાંચી દેસાઈ, નેહા શર્મા

રેટિંગ : 3/5

અલગમાં ઘટેલી 3 અલગ અલગ લવ સ્ટોરી...ત્રણેય લવ-સ્ટોરીમાં હુક-અપ, હાર્ટ બ્રેક, જુદાઈ અને ફરીથી મિલાપ થાય છે.

ત્રણેય અલગ અલગ લવ સ્ટોરીમાં શેક્શપિઅરની સ્ટાઈલમાં પ્રેમની લાગણીઓ દર્શાવાઈ છે. લાહોરથી લઈને લંડનમાં અલગ અલગ યુગમાં ઘટતી પ્રેમકહાણીઓમાં બ્રિટિશરોના ગુલામ ભારત (1910), બોલિવૂડના સુવર્ણ કાળ (1960) અને ફેસબુક-ટ્વિટરના ડિઝીટલ સમયમાં (2012)માં સેટ છે. સદ્દભાગ્યે આ કોઈ જનમ જનમના સાથ વાળી પુન:જન્મની વાત નથી. આ ખરેખર 3 અલગ અલગ લવ સ્ટોરી છે.

પ્રથમ સ્ટોરી છે ગોવિંદ(શાહિદ)ની. 19060ના શાંત અને ટ્રામ, બેસ્ટ બસ, બ્રિટાનિયા ગેસ્ટ હાઉસ, મરાછા મંદિર થિએટર, હાથથી ચિતરેલા ફિલ્મના પોસ્ટર્સ અને બેકગ્રાઉન્ડમાં એ દિલ હૈ મુશ્કિલની ધૂન સંભળાતુ- હોય તેવા મુંબઈમાં ચાર્લી ચેપ્લિન જેવી માસૂમિયત ધરાવતા ગોવિંદ અને રૂખ્સારની પ્રેમકહાણી શરૂ થાય છે. તેમની આ લવસ્ટોરીને એક કોમેડિ પત્રકાર પોતાના ક્લાસિક કેમેરામાં કેદ પણ કરે છે.

વેલકમ ટુ યુકે (2012): ફેશનેબલ અને બિન્દાસ ક્રિશ(શાહિદ કપૂર)નું તેની ગર્લફ્રેન્ડ સાથે પોતાના જન્મદિવસની સવારે જ બ્રેકઅપ થઈ જાય છે. તે અડધી રાત્રે પોતાના નવા પ્રેમ રાધા(પ્રિયંકા)ને મળે છે. આજના સમયના આ રોમિયો-જુલિયેટ વાઈ-ફાઈ પર રોમાન્સ કરે છે. (બીબીએમ, એસએમએસ, ફેબી અને આઈપેડ્સ પર.) અચાનક જ તેમની લવ સ્ટોરીમાં આવે છે એક એરર અને ' Ctrl+Alt+Del' થી પણ રિમૂવ નથી કરી શકાતી. ચાલો રિવાન્ડ કરીએ.

સમય છે 1910, સ્થળ છે લાહોર, સરગોડા. જાવેદ (શાહિદ સિવાય કોણ હોવાનું) એક શાયરી બોલીને જુલિયેટને પટાવતો રોમિયો છે અને આઝાદી (દેશ કરતા દિલની)માં વધારે માને છે. તે આરાધના(કહેવાની જરૂર છે કે કોણ?)ને મળે છે જે સ્વાતંત્ર્યના એક લડવૈયાની દીકરી છે. આરાધના જાવેદને એક પ્રેમ પૂજારીમાંથી દેશ-ભક્ત બનાવી દે છે.

આ પહેલી વાર નથી કે પ્રિયંકા ચોપરાએ એક જ ફિલ્મમાં અલગ અલગ અવતાર ધારણ કર્યા હોય પણ આ ફિલ્મમાં તેના ત્રણેય પાત્રોમાં વોર્ડરોબ સિવાય ખાસ ફેરફાર નથી જોવા મળતો. તે દરેક પાત્રમાં શરમાય છે, દરેક યુગના પોતાના પ્રેમી સાથે ઝઘડો કરે છે અને પોતાના રોલમાં ખાસ તીવ્રતા દેખાડ્યા વગર ભજવે છે. ચોક્કસ જ, તેનો અભિનય હંમેશા સહજ હોય છે અને પોતાની બબલી સ્ટાઈલ તો હાથવગી જ રાખે છે પણ આ વખતે તે એટલી અદ્દભુત નથી જેટલી તેની પાસેથી અપેક્ષા રહે છે.

હેન્ડસમ શાયર જાવેદના રોલમાં શાહિદ કપૂર બેસ્ટ છે. તેણે પોતાના બોયિસ ચાર્મ, ડાન્સિંગ સ્કિલનો ભરપૂર ઉપયોગ કર્યો છે. પોતાની સ્ટાઈલ અને શાયરીઓ દ્વારા તે દર્શકોના દિલમાં પેસી જાય છે.

મોટા કેનવાસ (3 અલગ અલગ યુગ) પર સંસ્કૃતિ-ધર્મ-સમાજ-રિવાજો અને કોસ્ટ્યુમ્સના તફાવત સાથે કુણાલ કોહણીએ જે પ્રેમ કહાણીઓ રચવાનો પ્રયાસ કર્યો છે તે દર્શકોના મગજમાં ખાસ જગ્યા નથી બનાવી શકતો. પ્રિયંકા અને શાહિદ જેવા પ્રતિભાશાળી એક્ટર્સ હોવા છતાં પણ ઊંડાણ વગરની સ્ક્રિપ્ટને કારણે લવ સ્ટોરીમાં જરૂરી એવા પેશન અને કેમિસ્ટ્રી પેદા નથી થઈ શક્યા. હા, એવું નથી કે તેમાં રોમાન્સ, પ્રેમભરી વાતો કે નથી એવું નથી પણ લવ-સ્ટોરીઝમાં પડાવ, અડચણો કે ગુંચવાડો નથી આવતો જેથી દર્શકોનો રસ જળવાઈ રહે.

જો સરળ શબ્દોમાં આ ત્રણેય લવસ્ટોરીનું વર્ણન કરીએ તો- પ્રેમી મળ્યો પ્રેમિકાને અને વાર્તા પૂરી, પ્રેમી મળ્યો પ્રેમિકાને અને વાર્તા પૂરી અને છેલ્લે પણ પ્રેમી મળ્યો પ્રેમિકાને અને વાર્તા પૂરી.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments