Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મ સમીક્ષા - જોડી બ્રેકર્સ

Webdunia
P.R
ફિલ્મનું નામ: જોડી બ્રેકર
કાસ્ટ: આર. માધવન, બિપાશા બાસુ, ઓમી વૈદ્યા, દિપાન્નિતા શર્મા, મિલિંદ સોમણ, હેલ ન
ડાયરેક્ટર: અશ્વિની ચૌધરી

સ્ટોરી: સીદ અને સોનાલી જોડી બ્રેકર છે, જેઓ કપલના છૂટાછેડા કરાવવામાં નિષ્ણાત છે. પણ શું તેઓ પોતાની જોડી બનાવી શકશે?

જે સમયમાં પ્રેમની ઈન્ડસ્ટ્રીમાં કરોડોનું ટર્ન ઓવર હોય ત્યારે તેમાં છૂટાછેડાનો વ્યવસાય પણ નફો કરાવી શકે છે. અન્ય કોઈ નહીં તો ઘણા ડિવોર્સ લોયર આ વાતનો સ્વીકાર કરશે. પણ સિદ થોડો હટકે પ્રકારનો ડાયવોર્સ એક્પર્ટ છે. તે દગાખોર સ્ત્રીઓને આકર્ષે છે અને પછી પૂરાવાઓ ભેગા કરે છે. એટલે સુધી કે હરિયાણા પહેલાવનો પણ પોતાની પત્નીઓથી છૂટકારો મેળવવા માટે સીદની મદદ લે છે. આના બદલમાં તેને મળે છે મોટી રકમ. અને જ્યારે તે સોનાલી સાથે સંકળાય છે ત્યારે તેના બિઝનેસમાં વધારે ફાયદો થાય છે. બન્ને સાથે મળીને બની જાય છે ટોપ જોડી બ્રેકર.

અલબત્ત, સીદનુ પોતાનું જીવન અસ્તવ્યસ્ત છે. તે પોતાની છૂટાછેડા આપી દીધેલી પત્નીને પોશાકી આપીને કંટાળી ગયો છે. આવા સમયે તેની પત્ની તેને એક ઓફર આપે છે કે જો તે મિલિંદ સોમણ અને દિપાન્નિતા શર્મા વચ્ચે છૂટાછેડા કરાવી શકે તો તે સીદને છૂટકારો આપી શકે છે. સીદ આમ કરવા માટે તૈયાર થઈ જાય છે પણ આ કારણે તે વધારે મોટી મુસીબતમાં મૂકાય છે.

પહેલા તો તમને લાગશે કે ફિલ્મ ઘણી રસપ્રદ હશે...અસામાન્ય અને રસપ્રદ મુખ્ય જોડી, સુંદર આઉટડોર લોકેશન્સ અને નાચવાનું મન થઈ આવે તેવુ સંગીત. પણ ફિલ્મની સ્ક્રિપ્ટમાં જ્યારે તમને બે તાર મળતા ન જણાય ત્યારે નિરાશા થાય છે. ડાયરેક્ટર અશ્વિની ચૌધરીની આ ફિલ્મ કોમેડી સાથે શરૂ થાય છે જે આગળ જતા રોમેન્ટિક ફિલ્મ બની જાય છે અને બીજા હિસ્સા સુધીમાં ફિલ્મ પોતાનો વેગ ખોઈ બેસે છે. એટલે સુધી કે હેલન પણ તેમાં કોઈ જીવ નથી રેડી શકતી. પશ્ચાતાપના નામે થતો રોમાન્સ અહીં કોઈ અસર પેદા નથી કરી શકતો.

P.R
અમુક વન લાઈનર સારા છે- જેમ કે ફિલ્મમાં ઓમી વૈદ્યને નેનો નામ અપાયુ છે કારણ કે તે એકદન નાનકડો, સ્વિટ અને વાજબી છે, પણ ફિલ્મના અન્ય ગતકડાં ઠીક છે. આ ફિલ્મમાં પણ ઓમી '3 ઈડિયટ્સ'ની જેમ હિન્દી વ્યક્તવ્યને અલગ રીતે બોલવાની તક મળે છે પણ '3 ઈડિયટ્સ' જેટલું રમૂજી જરાય નથી લાગતું. અન્ય એક દ્રશ્યમાં માધવન એક ઓપરેશન થિયેટરમાં પહોંચીને ડોક્ટર સાથે વાત કરવા લાગી જાય છે જ્યાં એક દર્દીના હૃદયનું ઓપરેશન ચાલતું હોય છે. આ દ્રશ્ય રમૂજીને બદલે મૂર્ખામીભર્યુ વધારે લાગે છે.

તેમ છતાં, માધવન ઘણો ઉત્સુક છે અને બિપાશા અત્યંત આકર્ષક લાગે છે ખાસ કરીને ગ્રીસમાં શૂટ થયેલા દ્રશ્યોમાં. માધવન અને બિપાશા વચ્ચેના રોમેન્ટિક દ્રશ્યો પણ નમ્ર છે. બન્ને સાથે મળીને ફિલ્મ જેટલી સારી છે તેના કરતા વધારે સારી બનાવવાનો પ્રયાસ કરે છે. બિપાશાના નામે લખાયેલું ગીત 'બિપાશા' દમદાર છે જ્યારે 'કુંવારા' ગીત ચાર્ટબસ્ટર બની શકે છે. અલબત્ત, આટલું પૂરતું નથી.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments