Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મ સમીક્ષા : ચક્રવ્યૂહ

Webdunia
P.R
બેનર : પ્રકાશ ઝા પ્રોડક્શન, ઈરોજ ઈંટરનેશનલ મીદિયા લિમિટેડ
નિર્માતા-નિર્દેશક : પ્રકાશ ઝા
સંગીત : સલીમ-સુલેમાન, વિજ્ય વર્મા, સુદેશ શાંડિલ્ય, શાંતનૂ મોઈના, આદેશ શ્રીવાસ્તવ
કલાકાર " અભય દેઓલ, અર્જુન રામપાલ, ઈશા ગુપ્તા, ઓમ પુરી, મનોજ વાજપેયી, અંજલિ પાટિલ, ચેતન પંડિત, સમીરા રેડ્ડી(આઈટમ સોંગ)
સેંસર સર્ટિફિકેટ : યૂએ *સેંસ્રર સર્ટિફિકેટ નંબર : ડીઆઈએલ/2/62/2012

2 કલાક 32 મિનિટ
રેટિંગ 3.5/5

ભારતના બસોથી વધુ જિલ્લામાં નક્સલવાદ ફેલાય ચુક્યો છે. અને ક્કોઈ દિવસ પણ એવો નથી જતો જ્યારે આ પરસ્પર સંઘર્ષમાં ભારતની ઘરતી લોહિયાળ ન થતી હોય. નક્સલવાદ દિવસો દિવસ ફેલાતો જાય છે. ઘણા પ્રદેશ આની ચપેટમાં છે., પણ અત્યાર સુધી તેનો કોઈ ઉપાય નથી નીકળ્યો. એક એવો ચક્રવ્યૂહ બની ગયો છે જેને ભેદવો મુશ્કેલ થતો જઈ રહ્યો છે. આ મુદ્દાને લઈને પ્રકાશ ઝાએ 'ચક્રવ્હૂહ' ફિલ્મ બનાવી છે.

P.R
સશક્ત સ્ટોરી, શાનદાર અભિનય અને સળગતો મુદ્દો એ પ્રકાશ ઝા સિનેમાની ખાસિયત છે અને આ જ વાતો 'ચક્રવ્યૂહ' માં પણ જોવા મળી છે. દામુલથી લઈને મૃત્યુદંડ સુધીના સિનેમામાં એક નિર્દેશક તરીકે પ્રકાશ ઝા નો જુદો જ અંદાજ જોવા મળે છે. આ ફિલ્મોમાં સામાન્ય માણસ માટે કશુ જ નહોતુ.

ગંગાજળ ફિલ્મ દ્વારા પ્રકાશ ઝા એ પોતાની ફિલ્મોનો અંદાજ બદલ્યો. મોટા સ્ટાર લઈને ફિલ્મમાં મનોરંજનની શક્યતા રાખી જેથી તેમની વાત વધુથી વધુ દર્શકો સુધી પહોચે. જેનુ સુખદ પરિણામ એ રહ્યુ કે પ્રકાશ ઝાની ફિલ્મોને લઈને સામાન્ય દર્શકોમાં પણ ઉત્સુકતા જાગી ગઈ. હવે તો ઝા ની ફિલ્મમાં આઈટમ સોંગ પણ જોવા મળે છે.

ચક્રવ્યૂહમાં પોલેસ, રાજ્નેતા, પૂંજીવાદી અને માઓવાદી બધાના પક્ષને મુકવાનો પ્રયત્ન મુકવાની કોશિશ પ્રકાશ ઝા એ કરી છે. ફિલ્મ કોઈ નિર્ણય સુધી નથી પહોંચઈ, પણ દર્શકો સુધી આ વાત પહોંચવામાં સફળ રહે છે કે કેવી રીએ આ લોકો પોતાનું હિત સાધવામાં લાગે છે અને તેમની લડાઈમાં ગરીબ આદિવાસી પિસાય રહ્યા છે.

એસપી આદિલ ખાન (અર્જુન રામપાલ) ના રૂપમાં પોલીસનો એક જુદો જ ચહેરો જોવા મળે છે. તેને એ વાતની શરમ આવે છે એક અત્યાર સુધી સરકાર ભારતની અંદર રોડ, પાણે અને વીજળી જેવી સુવિદ્યાઓ નથી પહોંચાડી શકી. આ લોકોને ઉપસાવીને તેમના રોષનો માઓવાદી ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

તે આદિવાસીઓના મનથી માઓવાદીઓનો ભય કાઢવા માંગે છે. તેનુ માનવુ છે કે બંદૂક દ્વારા ક્યારે યોગ્ય નિર્ણય નથી કરી શકાતો. તેને પોતાના પોલીસ સાથીઓની ચિંતા છે જે માઓવાદીને શોધવા જંગલોમાં ભટકી રહ્યા છે. પોતાના પરિવારથી દૂર રહીને પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે.

P.R
કેટલાક પોલીસવાળાઓનું માનવુ છે કે આ બધા મળેલા છે અને મરધીને લડાવીને પોતાનો સ્વાર્થ સાધે છે. નેતા ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપીને ઈંડસ્ટ્રી લગાવવા માંગે છે અને એ માટે તેઓ નક્સલિઓની સાથે સાથે આદિવાસીઓનું પણ અહિત કરવા તૈયાર છે.

બીજી બાજુ માઓવાદીના પોતાના તર્ક છે. તેમની પોતાની સમાનાંતર સરકાર અની કોર્ટ છે. આ વર્ષોથી શોષિત અને ઉપેક્ષિત છે. તેમનુ માનવુ છે કે લૂંટીરી સરકાર છે જે ફક મૂડીવાદીઓના હિતમાં વિચારે છે. જ્યારે વાત દ્વારા વાત ન બની તો તેમણે હથિયાર ઉઠાવી લીધા. જુદા જુદા પાત્રો દ્વારા સૌ નો પક્ષ મુકવામાં આવ્યો છે.

ગંભીર મુદ્દો હોવા છત અપણ પ્રકાશ ઝાએ 'ચક્રવ્યૂહ'ને ડોક્યૂમેંટરી નથી બનવા દીધી. ભલે તકનીકી રૂપે ફિલ્મ સ્તરીય નથી પણ ડ્રામા ખૂબ જ મજબૂત છે. પોતાની વાતને કહેવા માટે ઋષિકેશ મુખર્જીની 'નમક હરામ' દ્વારા પ્રકાશ ઝા એ પેરણા લીધી છે.

કબીર (અભય દેઓલ) પોતાના મિત્ર આદિલ ખાનની મદદ માટે માઓવાદીઓ સાથે મળી જાય છે અને તેમના દરેક સમાચાર પોતાના મિત્ર સુધી પહોચાડે છે. પણ ધીરે ધીરે તેના વિચાર બદલાય જાય છે. અને તે પણ માઓવાદી બની જાય છે. આ વાત તેને માટે મિત્રતા કરતા વધુ મહત્વની થઈ જાય છે. અને તે પોતાના મિત્ર સામે બંદૂક તાકતા પણ ખચકાતો નથી. કબીર અને આદિલ દ્વારા પોલીસ અને માઓવાદીઓની કાર્યશૈલી નિકાટથી જોવા મળે છે.

ઉણપોની વાત કરવામાં આવે તો કબીરનુ તરત જ માઓવાદીમાં જોડાય જવાનો નિર્ણય લેવો, તેમનો વિશ્વાસ જીતી લેવો અને અદિલ સાથે ગમે ત્યારે વાત કરી લેવી તેને મળી લેવુ થોડુ ફિલ્મ લાગે છે. આઈટમ સોંગની પણ જરૂર નહોતી. ફિલ્મની લંબાઈ થોડી ઓછી કરી શકાઈ હોત.

અર્જુન રામપાલનો ચેહરો ભાવહીન છે. જેનાથી તે એક કડક પોલીસ ઓફિસરના રૂપમાં જામે છે. આ તેમનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ અભિનય છે. જો કોઈ શ્રેષ્ઠ અભિનેતા આ રોલને ભજવી શક્યો હોત તો વાત જ કંઈક જુદી જોવા મળી હોત.

કબીરના રૂપમાં અભય દેઓલનો અભિનય પ્રશંસનીય છે. અર્જુન રામપાલને ગોળી મારવા જઈ રહેલ મનોજ વાજપેયીની પીઠમાં ગોળી મારતી વખતે તેના ચેહરાના ભાવ જોવા લાયક છે. જૂહીના રૂપમાં અંજલિ પાટિલે પોતાના આક્રોશને શ્રેષ્ઠ રીતે રજૂ કર્યો છે. ઈશા ગુપ્તા પાસેથી તો પ્રકાશ ઝા પણ અભિનય ન કરાવી શક્યા. મનોજ વાજપેયી અની ઓમપુઈ, કબીર બેદી, ચેતન પંડિત, મુરલી શર્મા, કિરણ કરમરકરએ પોતાના રોલમાં પ્રભાવ છોડ્યો છે.

ચક્રવ્યૂહ આપણને વિચારવા મજબૂર કરે છે, બતાવે છે કે આપણા દેશમાં એક ગૃહયુદ્ધ ચાલી રહ્યુ છે. આપણા જ લોકો સામ-સામે છે. જો સમય રહેતા એનુ સમાધાન ન થયુ તો સ્થિતિ વિકરાળ બની જશે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments