નવા નિર્દેશકના રૂપમાં કન્નન ઐયરે આ ફિલ્મમાં કશુક નવુ આપ્યુ છે. ભલે તમે ડાકણો પર વિશ્વાસ કરો કે ન કરો પણ ફિલ્મ તમને જરૂર ગમશે. કારણ કે કન્નન દ્વારા સ્ટોરી રજૂ કરવાની રીત અનોખી છે. ખાસ કરીને ફિલ્મના પ્રથમ ભાગમાં ઈમરાનના બાળપણનો ફ્લેશબેક શાનદાર છે. કન્નન આ વાતનો પણ ખ્યાલ રાખે છે કે ફિલ્મની મુખ્ય સ્ટોરીની સાથે લવ સ્ટોરી પણ સાથે જ ચાલે છે.
' એક થી ડાયન' કોઈ હોરર ફિલ્મ જેવી નથી અને છેલ્લે ફિલ્મ એકદમ બદલાય જાય છે. જ્યારે ફિલ્મનુ સસ્પેંસ ખુલે છે તો તમે ચોકી જશો. જોકે ક્યાક ક્યાક ફિલ્મની સ્ટોરી પહેલા જ સમજાય જાય છે. અને ઈંટરવલ પછી તેની ગતિ થોડી ધીમી થઈ જાય છે. પણ ફિલ્મના ભયાનક દ્રશ્યો અને ક્લાઈમેક્સ તરફથી વધતા આવનારા ટ્વિસ્ટ્સ આ કમીઓને છુપાવી લે છે.
વિશાલ ભારદ્વાજનુ સંગીત સારુ છે અને ફિલ્મ મુજબનુ છે. ફિલ્મના મૂડ મુજબ કેમરામેને ફેમ્સમાં અંધારુ રાખ્યુ છે. પન ક્યારેક ક્યારેક આ અંધારુ આંખોને ખૂંચે છે. વિઝુઅલ ઈફેક્ટ્સ લાજવાબ છે. ફિલ્મનુ બેકગ્રાઉંડ વાતાવરણ વધુ બીવડાવનારું છે.
ઈમરાન હાશમીએ લાજવાબ કામ કર્યુ છે અને પોતાના ખભા પર આખી ફિલ્મનો ભાર ઉઠાવ્યો છે. આ તેમના શાનદાર ફિલ્મોમાંથી એક રહેશે. કોંકણા સેન શર્માએ પહેલીવાર હોરર ફિલ્મ કરી છે. તેનો અભિનય પણ સારો છે. પહેલી બે ફિલ્મોમાં નાના શહેરની યુવતીનુ પાત્ર ભજવનારી હુમાએ પોતાના આ નવા અવતારમાં આત્મવિશ્વાસ બતાવ્યો છે. કાલ્કિ કોઈચલીને પણ કામ સારુ કર્યુ છે. પણ તેનુ પાત્ર ફિલ્મના છેલ્લા ભાગને ભ્રમિત કરે છે.
ટૂંકમાં 'એક થી ડાયન' એક કલ્પનાશીલ અને શાનદાર સૂપરનેચરલ થ્રિલર છે. ફિલ્મની સ્ટોરી આજના સમયની છે. પણ તેમા ડાકણો સાથે સંકળાયેલ માન્યતાને જોડીને દિલચસ્પ સ્ક્રીનપ્લેમાં સારી રીતે રજૂ કરવામાં આવી છે. આ એક અનોખી ફિલ્મ તમે જરૂર જુઓ.