Webdunia - Bharat's app for daily news and videos

Install App

પા : ઓરોની દુનિયા

Webdunia
IFM
નિર્માતા : સુનીલ મનચંદા, એબી કોર્પ
નિર્દેશક : આર. બાલ્કી
ગીત : સ્વાનંદ કિરકિરે
સંગીત : ઈલૈયારાજા
કલાકાર : અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન, પરેશ રાવળ, અરૂઘંતી નાગ

યૂ સર્ટિફિકેટ,

રેટિંગ 3.5/5

' પા' ના પ્રત્યે લોકોના મનમાં કેટલીક ઘારણાઓ છે. આ રોતલી ફિલ્મ હશે. બીમારીના ઉપર વૃતચિત્ર જેવી ફિલ્મ હશે અથવા લાચાર બીમાર પ્રત્યે લાગણી પ્રગટાવનારી ફિલ્મ હશે. પરંતુ 'પા' મા એવુ કંઈજ નથી. હા, એ વાત સાચી કે 'પા' નુ મુખ્ય પાત્ર ઓરો (અમિતાભ) પ્રોજોરિયા નામની બીમારીથી પીડિત છે, જેમા વ્યક્તિ પોતાની વયથી ખોબ જ મોટી ઉમંરનો લાગે છે, પરંતુ તેની વાર્તાને હસતાં-હસતા રજૂ કરવામાં આવી છે.

13 વર્ષીય ઓરોની હાલત 65 વર્ષીય વૃધ્ધ જેવી હોય છે, પરંતુ નિર્દેશક અને લેખક આર. બાલ્કીએ ફિલ્મમાં તેના પ્રત્યે બધાનો વ્યવ્હાર એક સામાન્ય માણસ જેવો બતાવ્યો છે શાળામાં ઓરોની સાથે ભણનારા તેના મિત્રો તેની હાલતની ક્યારેય મજાક નથી કરતા. ન તો ઓરોને લાચાર બતાવી તેના પ્રત્યે હમદર્દી બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આનાથી વિરુધ્ધ ઓરો ખૂબ જ સ્માર્ટ છોકરો છે. નેટ પર ચેટિંગ કરે છે. ગણિતના પ્રશ્નોને ચપટીમાં ઉકેલી નાખે છે. જૈકી ચેનની ફિલ્મ જુએ છે અને પ્લે સ્ટેશન પર ગેમ રમે છે. ઓરોના પાત્રને જે રીતે હળવા અંદાજે રજૂ કરવામાં આવ્યુ છે એ જ આ ફિલ્ મને ખાસ બનાવે છે.

13 વર્ષીય ઓરો પોતાની મમ્મી અને નાની સાથે રહે છે. તેના પિતા વિશે તેને કંઈ જ ખબર નથી. શાળાના પુરસ્કાર સમારંભમાં ઓરોની મુલાકાત યુવા નેતા અમોલ આર્ત(અભિષેક બચ્ચન) સાથે થાય છે અને બંને એક-બીજાને પસંદ કરવા લાગે છે. પાછળથી ઓરોને જાણ થાય છેકે અમોલ જ તેના પિતા છે.

લગ્ન પહેલા જ તેની મમ્મી પ્રેગનેંટ થઈ ગઈ હતી અને ઓરોના પિતા નહોતા ઈચ્છતા કે તે આ દુ નિયામાં જન્મ લે, જેનાથી તેના માતા-પિતા વચ્ચે તકરાર થઈ ગઈ. ઓરોનુ સ્વપ્ન હતુ કે તેના માતા-પિતા ફરી એક થાય અને એ પોતાના મક્સદમાં સફળ થાય છે.

P.R
નિર્દેશક બાલ્કીએ નાના-નાના દ્રશ્યો દ્વારા હાસ્ય, વ્યંગ્ય અને ઈમોશન લાવ્યા છે. ફિલ્મમાં ભાવનાત્મક દ્રશ્યોની શક્યતા હતી, પરંતુ બાલ્કીએ આ માટે કોઈ વિશેષ પ્રયત્ન નથી કર્યો અને સીમામાં રહીને ખૂબ જ સુંદર કામ કર્યુ છે. કેટલાક દ્રશ્યોમાં હાસ્ય અને આંસૂ એકસાથે આવે છે.

આમ તો ફિલ્મનુ નામ 'પા' છે, પરંતુ ઓરો અને તેની મમ્મી (વિદ્યા બાલન)ના સંબંધને પણ ખૂબ જ સુંદરતાથી રજૂ કર્યો છે. સાથે જ ઓરો અને તેની નાની (અરુધંતી નાગ)વચ્ચેની બોલાચાલીને અને ઓરો અને તેના મિત્ર વિષ્ણુ(પ્રતીક)ની વાતચીત ચહેરા પર હાસ્ય લાવે છે.

અભિષેક-અમિતાભ વચ્ચે ઘણા રમૂજી દ્રશ્યો છે મેટ્રો ટ્રેનમાં ઓરો યુવા નેતા અભિષેકની મજાક બનાવીને કહે છે કે ટોયલેટમાં તો એ ગાર્ડ વગર જાય છે તો પોટી સીટમાંથી કોઈ બોમ્બ વિસ્ફોટ કરી તેને મારી શકે છે.

ઓરોને અમોલ રાષ્ટ્રપતિ ભવન બતાવવા લઈ જાય છે જે માટે એ ઓરોને ઘરેથી લાવવા માટે એક એમ્બેસેડર મોકલે છે, ત્યારે ઓરો તેને કંજૂસ કહીને પોતાની હોંડા સિટીમાં જવુ પસંદ કરે છે.

એક દ્રશ્યમાં પરેશ રાવળ પોતાના 34 વર્ષેય પુત્ર અમોલને પૂછે છે કે શુ એ ગે તો નથી ને ? કારણ કે અમોલ અનેકવાર લગ્નની વાતને ટાળે છે.

અભિષેક બચ્ચન દ્વારા રાજનીતિ પર પોતાની વાત કહેવામાં બાલ્કી થોડા ભટકી ગયા. તેમનો ઉદ્દેશ્ય સારો છે કે રાજનીતિ ગંદો શબ્દ નથી, પરંતુ અભિષેક અને ઝૂંપડપટ્ટીવાળા મુદ્દાને તેઓ સારી રીતે રજૂ ન કરી શક્યા. આ જ રીતે વિદ્યા અને અભિષેકની લવસ્ટોરીને ટૂંકમાં જ પતાવી નાખી છે.

અમિતાભ બચ્ચનનો અભિનય આ ફિલ્મને જોવાનુ ખૂબ જ મોટુ કારણ છે. ઓરોના પાત્રને તેમણે સ્ક્રીન પર જીવંત કરી દીધુ છે. અભિનય, બોડી લેગ્વેજ અને અવાજમાં ક્યાય પણ નથી લાગતુ કે આ અમિતાભ છે. એમા કોઈ શંકા નથી કે આવા ઉત્કૃષ્ટ અભિનય માટે અમિતાભ ઢગલો ઈનામ જીતશે.

P.R
અભિષેક બચ્ચને યુવા નેતાના હાવ-ભાવ સારી રીતે રજૂ કર્યા છે. એક અભિનેતાના રૂપમાં તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો છે. વિદ્યા બાલનનો અભિનય પણ પ્રશંસનીય છે. યોગ્ય ડ્રેસની પસંદગીને કારણે તે સુંદર પણ દેખાય છે. ઓરોની નાનીના રૂપમાં અરુંઘતી નાગનો અભિનય ખૂબ જ સરસ છે.

ક્રિસ્ટિન ટિસલે અને ડોમિની ટિલનુ ફિલ્મમાં મુખ્ય યોગદાન છે. તેમણે અમિતાભનો સુંદર મેકઅપ કર્યો છે. ઈલૈયારાજાનુ સંગીત ફિલ્મના મૂડને અનુરૂપ છે. 'મુડી-મુડી' ગીત લોકપ્રિય થઈ ચૂક્યુ છે. પીસી શ્રીરામની ફોટોગ્રાફી ઉલ્લેખનીય છે.

ઓરો માટે આ ફિલ્મ જોઈ શકાય છે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Show comments