રામગોપાલ વર્માની ફિલ્મો સતત ફ્લોપ જઈ રહી છે. 'નિ:શબ્દ', 'શિવા' અને 'રામગોપાલ વર્માની આગ' કોઈને પણ પસંદ નથી આવી. 'ડાર્લિંગ' માં રામૂ ફરી હોરર ફિલ્મોની તરફ વળ્યા છે. વાસ્તવમાં આને હોરર ફિલ્મો ઓછી કહેવાય કારણકે રામૂએ બધા મસાલા આમાં થોડા થોડા નાખ્યા છે. થોડુ હાસ્ય છે, અને થોડો રોમાંસ છે. અને કેટલાંક ગીતો છે.
આદિત્ય(ફરદીન ખાન) એક જ સમયમાં પોતાની પત્ની(ઈશા કોપ્પીકર) અને પ્રેમિકા(ઈશા દેઓલ)જોડે સંબંધ રાખે છે. તેની પ્રેમિકા ગર્ભવતી થ ઈ
IFM
જાય છે. બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે. અને અકસ્માતથી પ્રેમિકાનું મૃત્યુ થઈ જાય છે. લાશ ઠેકાને પાડ્યા પછી આદિત્ય વિચારે છે કે બધુ પતી ગયું છે. પણ તેની મુસીબત વધી જાય છે. તેની પ્રેમિકા ભૂત બનીને પાછી આવી જાય છે.
રામૂએ આ વાર્તા દ્વારા બીવડાવવાની કોશિશ કરે છે, પણ દર્શક બીવવાને બદલે બોર થાય છે. ફિલ્મમાં આ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે આગળ શુ થશે. છતાં ફિલ્મમાં મજા નથી આવતી.
IFM
ફિલ્મનું નિર્દેશન ટી-સિરીઝે કર્યુ છે, આથી નિર્દેશકે સંગીતને પ્રમુખતા આપવી પડી. બે ગીત 'તડપ' અને 'આ ખુશીસે ખુદકુશી કર લે' તો હિટ થઈ ચૂક્યું છે. અમિત રોયે પોતાના કેમેરાથી બીવડાવવાની અસફળ કોશિશ કરી છે. બીક ઉભી કરવા માટે પાર્શ્વ સંગીતનું મહત્વપૂર્ણ હોવું જરૂરી છે. પણ ફિલ્મનું પાર્શ્વ સંગીત નિરાશાજનક છે.
IFM
ફરદીનખાન જાણતાં જ નથી કે બીકના ભાવ ચહેરા પર કેવી રીતે લાવવા. ઈશા દેઓલનો રોલ મુશ્કેલ છે. જે તેણે સારી રીતે નિભાવ્યો છે. ઈશા કોપ્પિકર માટે ફિલ્મમાં કશુ જ નહોતું.