Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોબી ઘાટ : મુંબઈ અનોખી ભૂમિકામાં

Webdunia
IFM
બેનર - આમિર ખાન પ્રોડક્શનસ
નિર્માતા - આમિર ખાન, કિરણ રાવ
નિર્દેશક - કિરણ રાવ
કલાકાર - પ્રતિક, મોનિકા ડોંગરા, કૃતિ મલ્હોત્રા, આમિર ખાન

સેંસર સર્ટિફિકેટ : એ, * એક કલાક 35 મિનિટ * રીલ - 10

રેટિંગ 3/5

આમિર ખાન નથી ઈચ્છતા કે પ્રશંસકો તેમની કોઈ ફિલ્મ જોવા આવે અને નિરાશ થાય, તેથી તેઓ બીજા ફિલ્મકારોની જેમ ખોટુ નથી બોલતા અને પોતાની ફિલ્મ વિશે એકદમ સાચુ બોલવુ પસંદ કરે છે.

' ઘોબી ઘાટ' ના રજૂ થતા પહેલા જ તેમણે કહી દીધુ હતુ કે આ મેનસ્ટ્રીમ સિનેમા નથી. તેમા કોઈ ગરમ મસાલો, આઈટમ સોંગ જેવુ નથી, જે સામાન્ય ફિલ્મોમાં હોય છે આ એક પ્રયોગાત્મક અને વાસ્તવિકતાની નજીકની ફિલ્મ છે, જેની ટ્રીટમેંટ એક આર્ટ ફિલ્મ જેવી છે.

' ઘોબી ઘાટ'ની વાર્તા ચાર પાત્રોની આસપાસ ફરે છે, જે જુદા જુદા પુષ્ઠભૂમિથી મુંબઈ આવ્યા છે. ચારેયની જુદી જુદી વાર્તા છે, જે એકબીજા સાથે ક્યાકને ક્યાંક જોડાયેલી છે.

IFM
અરુણ(આમિર ખાન)એક પેંટર છે, જે ઓછુ બોલે છે અને એકલા રહેવુ પસંદ કરે છે. તેમને કોઈપણ પ્રકારની રિલેશનસિપ પસંદ નથી. ઉત્તર પ્રદેશથી લગ્ન કરી મુંબઈ આવેલ યાસ્મિન (કૃતિ મલ્હોત્રા) પતિની બેરૂખીથી પરેશાન છે. તે એક વીડિયો કેમેરા દ્વારા મુંબઈને શૂટ કરી પોતાનુ મનોરંજન કરે છે અને પોતાના દિલની વાત કેમેરાને બતાવે છે.

શાઈ (મોનિકા ડોંગરા) એક શોખના રૂપે કેમેરાની આંખે મુંબઈ દર્શન કરે છે. તેનો સાથ આપે છે બિહારથી આવેલ મુન્ના(પ્રતિક) જે એક ધોબી છે, પરંતુ ફિલ્મોમાં હીરો બનવાનુ તેનુ સ્વપ્ન છે.

અ ઉપરાંત અનોખી ભૂમિકામાં મુંબઈ છે,જે ચૂપચાપ આ પાત્રોની ગતિવિધિ જુએ છે. તેમની ઉત્કંઠા, એકલતા, અનુભવ અને પ્રેમ દ્વારા આ શહેરના ફ્લેવર બતાડવામાં આવ્યા છે.

કિરણ રાવે એક નિર્દેશકના રૂપમા સારી શરૂઆત કરી છે. તેમની ફિલ્મ અને પાત્ર રિયલ લાઈફના ખૂબ જ નિકટ છે. તેમનુ દુ:ખ, દર્દ, હાસ્ય, ખુશી સામાન્ય લોકો જેવી લાગે છે. ફિલ્મમાં ઉત્સુકતા એ માટે બની રહે છે કે વાર્તા આગળ શુ વળાંક લેશે એ જાણવુ મુશ્કેલ છે.

વાર્તા માટે તેમણે જટિલ રીત અપનાવી છે, જેને કારણે એક સામાન્ય દર્શકને ફિલ્મ સમજવામાં મુશ્કેલી પડી શકે છે. કિરણે દર્શકની સમજદારી પર ઘણું બધુ છોડ્યુ છે અને પ્રસ્તુતિકરણ એવુ રાખ્યુ છે કે દર્શક પણ સક્રિય થઈને ફિલ્મ જુએ.

IFM
ઉદાહરણ તરીકે ફિલ્મની શરૂઆતમાં મુન્ના હાથમાં ટોર્ચ અને લાકડી લઈને નીકળે છે અને તેનો મિત્ર કહે છે કે તારા ગંદા કામ માટે જા. એ સમયે આ સીન નિરર્થક લાગે છે. ફિલ્મના અંતમાં બતાડવામાં આવ્યુ છે કે મુન્ના રાત્રે ઉંદર મારે છે ત્યારે ખબર પડે છે કે એ ગંદુ કામ શુ હતુ.

ફિલ્મમાં મોટાભાગના અપરિચિત કે નવા ચેરાઅ છે, જે વાર્તાને પરફેક્ટ સૂટ કરે છે. મોનિકા ડોંગરાએ શાઈનુ પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યુ છે. અરુણ અને મુન્નાની વચ્ચે ફંસાયેલી શાઈની મુંઝવણને ચેહરા દ્વારા બતાડવામાં આવી છે.

પ્રતિકે એક ઓછા ભણેલા યુવકની ભૂમિકાને ખૂબ જ સારી રીતે ભજવી છે. તેની ડાયલોગ ડિલીવરી અને હાવભાવ જોવા લાયક છે. કેટલાક દ્રશ્યોમાં તેનો અભિનય કમાલનો છે. યાસ્મિન બનેલ કૃતિ મલ્હોત્રા પણ પ્રભાવિત કરે છે.

આમિર ખાનના અભિનયમાં ખોટ નથી, પરંતુ તેની જગ્યાએ નવો ચેહરો લીધો હોત તો સારુ થાત, કારણ કે તેમની સુપરસ્ટારની ઈમેજ સતત પરેશાન કરે છે.

તુષાર કાંતિ રે ની સિનેમોટોગ્રાફી ઉલ્લેખનીય છે. મુંબઈની વાસ્તવિક લોકેશંસને ઉમ્દા કોણ દ્વારા તેમણે ગજબનુ શૂટ કર્યુ. મુંબઈની સાંકડી ગલીઓ, સમુદ્ર, ધોબી ઘાટ, જૂના મકાન અને બજાર, બ્લેક એંડ વ્હાઈટ ફોટોગ્રાફ્સ, વીડિયો ડાયરી અને પેટિંગ દ્વારા જોવા મળે છે. યાસ્મિનની વિડિયોગ્રાફીની અપરિપક્વતાને પણ શ્રેષ્ઠ રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનુ બેકગ્રાઉંડ મ્યુઝિક વાર્તાના મૂડ મુજબનું છે.

ટૂંકમા 'ધોબી ઘાટ' એ લોકો માટે છે, જે ધૈર્ય સાથે કલા ફિલ્મનો આનંદ ઉઠાવવો પસંદ કરે છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments