Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધન ધનાધન ગોલ - ગોલ વગરની મેચ

Webdunia
P.R
નિર્માતા - રોની સ્ક્રૂવાલા
નિર્દેશક - વિવેક અગ્નિહોત્રી
ગીત - જાવેદ અખ્તર
સંગીત - પ્રીતમ
કલાકાર - જૉન અબ્રાહમ, બિપાશા બાસુ, અરશદ વારસી, બોમન ઈરાની, દિલીપ તાહિલ

બોલીવુડમાં કદાચ જ પહેલાં એક વર્ષમાં રમતો પર આધારિત આટલી ફિલ્મો પ્રદર્શિત થઈ હોય, જેટલી 2007માં થઈ છે. 'હેટ્રિક', 'ચેન કુલી કી મેન કુલી', 'ચક દે ઈંડિયા' પછી હવે 'ધન ધનાધન ગોલ' નો વારો છે. 'ગોલ'ની વાર્તા થોડીઘણી 'ચક દે ઈંડિયા ' જેવી જ છે, તેથી ઓગસ્ટમાં રજૂ થનારી આ ફિલ્મ આગળ વધારીને નવેમ્બરમાં રજૂ કરવામાં આવી છે.

' ચક દે' ની જેમ અહીં પણ એક કોચ ટોની સિંહ (બોમન ઈરાની)છે, જે પોતાના રમતના કેરિયર દરમિયાન એક મહત્વપૂર્ણ મેચના પહેલાં ગભરાઈને નાસી ગયો હતો. ગુમનામી જીવન વિતાવવાવાળી આ વ્યક્તિ સાથે સાઉથ હોલ યુનાઈટેડ ફુટબોલ ક્લબ પ્રશિક્ષણ આપવા માટે સંપર્ક સાધે છે.

આ ક્લબમાં બધા ખેલાડી દક્ષિણ એશિયાઈ દેશોના છે. આ બધા ખેલાડી ટાઈમપાસ જેવા છે. જે ફક્ત એક શોખ ખાતર ફુટબોલ મેચ રમે છે. ક્લબની પાસે પોતાનું મેદાન બચાવવા માટે પૈસા નથી. તે કંબાઈંડ કંટ્રીઝ ફુટબોલ લીગેજ જીતીને મેદાન બચાવવા લાયક પૈસા ભેગા કરી શકે છે, ટોની ખેલાડીયોને પ્રશિક્ષણ આપે છે અને તે ચેમ્પિયનશિપ જીતી જાય છે.

IFM
આખી ફિલ્મનું શૂટિંગ બ્રિટનમાં થયુ છે. તેથી ત્યાંની પરિસ્થિતિયો, વાતાવરણ અને સમસ્યાઓનો સ્પર્શ ફિલ્મમાં જોવા મળે છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડીયોને રંગભેદના શિકાર થાય છે. તે સારા ખેલાડી હોવા છતાં અંગ્રેજોની ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ થાય છે.

' ગોલ' બનાવતી વખતે ભારતીયોની સાથે પાકિસ્તાનીયો અને બાંગ્લાદેશીયોનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. કદાચ નિર્માતાની નજર ભારતની જગ્યાએ બ્રિટનમાં રહેનારા દક્ષિણ એશિયાઈ લોકો પર વધુ છે. અને આ ફિલ્મ તેમને જ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

સાઉથ હોલની ટીમ ચૂકેલા લોકોથી બની છે. આ ટીમમાં મોટાભાગના ખેલાડીઓ પોલાં, મોટી ઉમરના જોવા મળે છે. તેમને જોઈને લાગે છે કે ચેમ્પિયનશીપ જીતવી તો દૂરની વાત છે આ લોકો મેદાનના બે આંટા પણ નહી મારી શકે. આ એક ક્લબની વાર્તા છે જે ઈગ્લેંડમાં આવેલી છે તેથી દર્શકો આ ક્લબ સાથે લાગણીપૂર્વક નથી જોડાઈ શકતા.

P.R
ફિલ્મનો નાયક સની ભસીન(જોન અબ્રાહમ) કાંચીડાની જેમ રંગ બદલતો રહે છે. પહેલા તે સાઉથ હોલના ખેલાડીયોને જોકરોનો સમૂહ કહે છે. પછી તે તેમના ક્લબમાં જોડાઈ જાય છે. નામ અને પૈસાની લાલચમાં તે ક્લબને છોડીને બીજા કલબમાં જોડાય જાય છે. ફાઈનલ પહેલા અંતિમ ક્ષણોમાં તે ફરી ટીમમાં જોડાય જાય છે. આ બધા પાછળ કોઈ ખાસ કારણ નથી બતાવ્યું. જોન અબ્રાહમ અને તેમના પિતા વચ્ચે તનાવ થોપેલો લાગે છે. જોન અને અરશદ વચ્ચેના કેટલાંક દ્રશ્યો સારા છે.

વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મને સ્ટાઈલિશ લુક આપ્યો છે. પણ પટકથાની ખામીયો તરફ તેમણે ધ્યાન નથી આપ્યું. મધ્યાંતર પહેલાનો ભાગ નબળો છે. ફાઈનલ મેચમાં જ થોડો રોમાંચ જાગે છે. રોહિત મલ્હોત્રાની કથા અને પટકથામાં ઉંડાઈ નથી. સંવાદ પણ કોઈ ખાસ નથી.

જોન અબ્રાહમ એક ખેલાડી લાગે છે, અભિનયમાં તેમણે વધુ કશુ કરવાનું નહોતું. બિપાશા બાસુને પણ વધુ તક મળી
નહી. બોમન ઈરાની ભલે સારા અભિનેતા હોય, પણ કોચની ભૂમિકામાં ફીટ નથી બેસતા. અરશદ વારસીનો અભિનય સારો છે. રાજ જુત્શી કંઈ પણ દ્રષ્ટિએ ખેલાડી નથી લાગતા. દિલીપ તાહિલના કાળા વાળ બીજા જ દ્રશ્યમાં સફેદ થઈ જાય છે.

ફિલ્મમાં બે ગીતો છે. 'ધન ધનાધન ગોલ' તો બેકગ્રાઉંડમાં ચાલતુ રહે છે, પણ 'બિલ્લો રાની' ગીતને તરત હટાવવું જોઈએ. ઈંગ્લેંડમાં મુજરો બહુ અટપટો લાગે છે.

અટ્ટાર સિંહ સેનીનું કેમરાવર્ક સારુ છે. ફુટબોલ મેચોને તેમણે બહુ બારીકાઈથી બતાવી છે. બધુ મળીને જોવા જઈએ તો 'ધન ધનાધન ગોલ' માં તે ઉત્સાહ અને જોશની ઉણપ છે જે એક રમત પર આધારિત ફિલ્મમાં હોવી જોઈએ.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

Gujarati Health Tips - શિયાળામાં આ લોકોએ ગરમ ​​પાણીથી ન્હાવાની ન કરવી જોઈએ ભૂલ, નહીં તો થશે આ ગંભીર સમસ્યાઓ

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

Show comments