Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધ એ ટીમ :જોખમમાં જ મજા છે

Webdunia
P.R
બેનર : ટ્વેટીથ સેંચુરી ફોક્સ ફિલ્મ કોર્પોરેશન
નિર્દેશક : જો કાર્નાહન
કલાકાર : લિયામ નીસન, બ્રેડલે કૂપર, જેસિકા બિએલ, શાર્લેટો કોપલે, પેટ્રિક વિલ્સન
એ સર્ટિફિકેટ * 118

રેટિંગ 3/5

' ધ એ-ટીમ'નુ નિર્માણ એક્શન પ્રેમીઓ માટે કરવામાં આવ્યુ છે વાર્તા અને સ્ક્રીનપ્લે થોડા એવા અંદાજમાં લેવામાં આવી છે કે વધુમાં વધુ એક્શન દ્રશ્યોની શક્યતા થાય અને તે માટે ઘણી વાતો તરફ ધ્યાન નથી આપ્યુ. જે દર્શક એક્શન ફિલ્મના શોખીન છે, તેમને આ ફિલ્મ જરૂર ગમશે.

ટીવી શો 'એ ટીમ' પર આધારિત આ ફિલ્મ ચાર પાત્રોની આસપાસ ફરે છે, જે સાચા અર્થમાં ખતરોના ખેલાડી છે. જેટલુ વધુ જોખમ હોય, મુશ્કેલ કામ હોય એટલુ જ તેમને મજા આવે છે. સેનામાં તેઓ એ કામને પણ કરી બતાવે છે જેનો તેમને ઓર્ડર નથી અને આ જ કારણે તેઓ અન્ય લોકોથી ઈર્ષા કરે છે.

ઈરાકમાંથી પરત ફર્યા દરમિયાન 'ધ એ ટીમ' ષડયંત્રનો શિકાર થઈ જાય છે. કર્નલ જોન સ્મિથ (લિયામ નીસન), ફેસમેન પેક (બ્રેડલે કૂપર), બીએ બારકસ(ક્વિટન જેક્સન) અને મડરૉક(શાર્લટો કોપલે)ને જુદી-જુદી જેલમાં બંધ કરી દેવામાં આવે છે. ચારિસા સોસા(જેસિકા બિએલ)જે એક સૈનિક છે જેને આ લોકો પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવે છે. ફેસમેન અને સોસા ક્યારેય એક-બીજાને પસંદ કરતા હતા.

P.R
આ ટીમને જેલમાં વધુ સમય માટે નથી રાખી શકાતી અને ચારેય જેલમાંથી ભાગી નીકળે છે, જેથી એ માણસને શોધી શકે જેને કારણે તેમને સજા થઈ. તેમનો પ્લાન સફળ રહે છે અને અંતમાં તે સફળ થાય છે.

ફિલ્મની વાર્તા ખૂબ જ સાધારણ છે અને એક્શન દ્રશ્યોને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે. આ એક્શન દ્રશ્યો જ ફિલ્મનુ મુખ્ય આકર્ષણ છે અને આ દ્રશ્યો ખૂબ જ સરસ રીતે શૂટ કરવામાં આવ્યા છે.

નિર્દેશક જે કાર્નાહન ફિલ્મની ગતિ ખૂબ જ ઝડપી રાખવામાં આવી છે જેથી દર્શકોને વધુ વિચારવાની તક ન મળે. જો કે સ્ક્રીનપ્લેમાં ઉણપ છે. ઘણા દ્રશ્ય અવિશ્વસનીય છે, પરંતુ મનોરંજન પક્ષ ભારે હોવાને કારણે તેને નજરઅંદાજ કરી શકાય છે. એક્શનની ભરમાર હોવા છતા ફિલ્મને હળવા અંદાજમાં રજૂ કરવામાં આવી છે અને રાહત આપનારા દ્રશ્યો વારંવાર વચ્ચે આવતા રહે છે.

ચારે પાત્રો પર મહેનત કરવામાં આવી છે. દરેકનો સ્વભાવ એકબીજાથી જુદો છે જૉન સ્મિથ આ ટીમના કેપ્ટન છે, જે ધીર-ગંભીર છે અને યોજનાને સારી રીતે લાગૂ કરે છે. ફેસમેન રંગીન મિજાજનો છે અને છોકરીઓ તેની નબળાઈ.

P.R
મગજના બદલે હાથ-પગ વધુ ચલાવનારા બીએ ફિલ્મના મધ્યમાં ગાંઘીજીથી પ્રભાવિત થઈને અહિંસા પર વિશ્વાસ કરવા લાગે છે. મડરોક એક પાયલોટ છે અને દર્શકોને હસાવવા માટે તે ઘણી હરકતો કરે છે. તેની અને બીએ વચ્ચેની રકઝક સારી લાગે છે. બધા કલાકારોએ પોતાનુ કામ શ્રેષ્ઠ રીતે કર્યુ છે.

કોમ્પ્યુટર ગ્રાફિક્સના બાબતે ફિલ્મ નબળી જોવા મળે છે અને ઘણા દ્રશ્યોમાં બનાવટીપણું છલકાય છે. ખાસ કરીને ક્લાઈમેક્સમાં, જે થોડુ વધુ લાંબુ થઈ ગયુ છે.

ટૂંકમા 'ધ એ ટીમ'માં એટલો દમ છે કે દર્શકોનુ મનોરંજન કરી શકે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments