Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખટ્ટા-મીઠા : ખાટું નિર્દેશન, મીઠો અભિનય

Webdunia
P.R
બેનર ; હરિ ઓમ એંટરટેનમેંટ કં, શ્રી અષ્ટવિનાયક સિનેવિઝન લિમિટેડ
નિર્દેશક : પ્રિયદર્શન
સંગીત : પ્રીતમ શાની
કલાકાર : અક્ષય કુમાર, ત્રિશા કૃષ્ણન, રાજપાલ યાદવ, મકરંદ દેશપાંડે, નીરજ વોરા, મિલિંદ ગુનાજી, અસરાની, અરુણા ઈરાની,ઉર્વશી શર્મા, મનોજ જોશી, ટીનૂ આનંદ, કુલભૂષણ ખરબંદા, જોની લીવર.

રેટિંગ2/5

આ તો માનવુ પડશે કે 'ખટ્ટા મીઠા'માં પ્રિયદર્શન કંઈક નવુ લઈને આવ્યા છે, પરંતુ આ નવા વિષયને તેઓ સાચવી ન શક્યા.. ફિલ્મમાં પ્રિયદર્શનનો અંદાજ ક્યાય પણ જોવા નથી મળ્યો. પ્રિયદર્શનના પ્રશંસક આ ફિલ્મને જોઈને નિરાશ થશે.

અસરાની, જોની લીવર અને રાજપાલ યાદવ જેવા કલાકારોનો યોગ્ય ઉપયોગ નથી કરવામાં આવ્યો. અહીં સુધી કે કુલભૂષણ ખરબંદા જેવા કલાકારને પણ સારી રીતે રજૂ નથી કરવામાં આવ્યા. શરૂઆતની 25 મિનિટ સુધી ફિલ્મ એટલી થાકેલી છે કે લગે છે કે આ પ્રિયદર્શનની મૂવી છે જ નહી.

સચિન ટિચકુલે એક મોટા ઘરનો અસફળ પુત્ર છે. રોડ બનાવવાથી વધુ કદી તેને કોઈ બીજો કોંટ્રેક્ટ મળ્યો નથી. ટિચકુલે દંપત્તિ (કુલભૂષણ ખરબંદા અને અરુણા ઈરાની)ની બે મોટી છોકરીઓ પોતાના પતિની સાથે પિયરમાં જ રહે છે. મોટો ભાઈ હરીશ ટિચકુલે તેની પત્ની અને નાની કુવારી બહેન(ઉર્વશી શર્મા)નો પણ તેમા સમાવેશ છે. બંને જીજાજી અને મોટોભાઈ એ માટે સફળ છે કે તે નેતાઓની સાથે હાથ મેળવવાનુ જાણે છે.

આ બધા મળીને સરકારના વિકાસ કાર્યોને માટે મોકલેલા કરોડો રૂપિયા ખાઈને ઈમાનદારીનો ઢોંગ કરે છે અને સચિનને હલકો બતાવવાના પ્રયત્ન કરતા રહે છે. એક જમાઈ(મનોજ જોશી)એંજીનિયર છે. બીજો (મિલિન્દ ગુણાજી)કોંટ્રેક્ટર છે. મિસ્ટર ટિચકુલે(કુલભૂષણ ખરબંદા) ઈમાનદાર રિટાયર્ડ જજ છે. તેમનો રાજા મહારાજાઓવાળો ઈતિહાસ રહ્યો છે. પરંતુ વર્તમાનમાં તેમણે પેંશનનો બધો પૈસો પુત્રીઓના લગ્ન પાછળ ખર્ચ કરી નાખ્યો છે અને બચેલી ઈજ્જત લઈને બેસ્યા છે.

ફિલ્મ શરૂ થવાના 10 મિનિટ પછી જ એટલી વિખરાયેલી લાગે છે કે દર્શક દિશાહિન થઈ જાય છે.

P.R
ફિલ્મમાં સચિન ટિચકુલે એક મિક્સ કેરેક્ટર છે. પોતાના ટિપિકલ અંદાજમાં એ સામે આવે છે, જેમા એક બેગ, કાળો ચશ્મો, છત્રી તેની ઓળખ છે. પરંતુ ફિલ્મના અન્ય કેરેક્ટરની તુલનામાં આ અક્ષયનો ગેટઅપ મિસફિટ છે. ફિલ્મમાં ગતિ ત્યારે આવે છે જ્યારે અભિનેત્રી ત્રિશા કૃષ્ણન મતલબ ગહેનાની એંટ્રી થાય છે અને દર્શકોને પહેલીવાર જાણ થાય છે કે સચિન અને ત્રિશા કોલેજના જૂના મિત્રો છે અને એકબીજાને પસંદ કરતા હતા.

સત્ય અને ન્યાયના રસ્તે ચાલતા સચિનને એક વિરોધમાં તે સાથ નથી આપતી અને સચિન તેના પર હાથ ઉઠાવી દે છે. આ જ કારણે તેમનો બ્રેકઅપ થઈ જાય છે. આટલા વર્ષો પછી તે ઈમાનદાર મ્યુનિસિપલ અધિકારીના રૂપમાં સચિનને મળે છે. સચિનની હરકતો તેને અચંબામાં નાખી દે છે કે ઈમાનદારીનો ડંકો વગાડનારો તેનો મિત્ર બેઈમાનીની ડગર પર ચાલી નીકળ્યો છે, પરંતુ આ સત્ય નથી.

બદલાની ભાવનામાં એ ગહેનાને લાંચ લેવાના ખોટા કેસમાં ફસાવે છે. ગહેના બદનામીના ભયથી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. સચિનની અંદર રહેલી સચ્ચાઈ અને ઈમાનદારી ફરીથી જાગી ઉઠે છે. આ બધી વાતોને એટલા કમજોર દ્રશ્યો દ્વારા બતાવવામાં આવી છે કે ફિલ્મ અટકી-અટકીને આગળ વધે છે.

સ્ક્રીનપ્લે એટલુ કમજોર લખવામાં આવ્યુ છે કે દર્શક ફિલ્મ સાથે જોડાઈ નથી શકતા. પ્રિયદર્શને આશા વિરુધ્ધ કલાકારોનો તેમના કદ મુજબનો ઉપયોગ નથી કર્યો. ફિલ્મમાં એવા કેટલાય દ્રશ્યો છે જે સારા બની શકતા હતા.

P.R
ફિલ્મના શરૂઆતના ભાગમાં જ્યા બેકગ્રાઉંડ મ્યુઝિકની જરૂર હતી ત્યા પણ સન્નાટો જોવા મળ્યો. કેમેરાનુ વર્ક નબળુ છે. ગણેશની કોરિયોગ્રાફીમાં ફિનિશિંગ જોવા ન મળી. પ્રીતમ પાસેથી યાદગાર સંગીતની આશા રાખવી બેઈમાની છે.

ફિલ્મમાં સિનેમેટિક લિબર્ટીના નામે ઉતાવળ બતાડવામાં આવી છે. કેટલાક દ્રશ્યો દર્શકોને રોમાચિંત પણ કરે છે, જેવા કે સંજય રાણા સચિનની બહેનને સતાવે છે ત્યારે તે તેના ઓફિસમાં જઈને તેને અનોખી રીતે સમજાવે છે. તે સીન સામાન્ય દર્શકોની અપેક્ષા મુજબ લખાયુ છે. જ્યા સચિન ખૂબ જ પ્રેમથી સંજયને એક રૂમમાં લઈ જાય છે અને તેની સારી એવી ધુલાઈ કર્યા પછી બહાર નીકળતા પહેલા કહે છે કે કશુ જ ન બતાવતો હું પણ કંઈ નહી બતાવુ. ચલો કાંસકો ફેરવો અને હસતા હસતા બહાર ચાલો. અહી સામાન્ય ફિલ્મ પ્રેમી એ માની બેસે છે કે બહેન ભાઈની લાડકી છે. પરંતુ બીજી બાજુ સંજયનુ કેરેક્ટર થોડુ ગુંચવાયુ છે. ક્યારેક તો એ બધાનો સામનો કરે છે તો ક્યારેક એટલો બેબસ થઈ જાય છે કે બહેનના લગ્ન ભાઈ અને જીજાજીઓના કહેવાથી મવાલી સંજય રાણા સાથે કરી નાખે છે.

આમ તો સચિન ઈમાનદાર છે પરંતુ તેને બેઈમાન થવુ પડે છે. અક્ષયે અભિનય કરવામાં કોઈ કસર નથી છોડી પરંતુ એડિટિંગની ભયાનક ભૂલોને કારણે ફિલ્મને તેઓ પોતાના દમ પર બોક્સ ઓફિસ પર લાંબી ચલાવશે કે નહી તેમાં શંકા છે. અભિનેત્રી ત્રિશા સાધારણ લાગી.

ફિલ્મમાં જ્યા સામાન્ય સંવાદથી કામ ચાલી શકતુ હતુ ત્યા બેમતલબના ઉપદેશ નાખી દીધા છે, જે અસરકારક નથી. જ્યા ગંભીર અભિનયની જરૂર હતી ત્યા સીન લખવામાં આવ્યા જ નથી . આ ફિલ્મ એ દર્શકોને ગમશે જે સમાજની વ્યવસ્થાઓથી દુ:ખી છે અને સમાજ માટે કંઈક વિચારે છે. આ ફિલ્મને સમાજ પર લખાયેલુ વ્યંગ્ય કહી શકાય છે, પરંતુ વ્યંગ્યની પણ શરત હોય છે કે તેને હાસ્યના રેપરમાં લપેટી તેને ચટાકેદાર બનાવી શકાતુ હતુ.

પ્રિયદર્શન જેવા સફળ કોમેડી ફિલ્મ નિર્દેશક આ બાબતે નિષ્ફળ રહ્યા. એક નવો મુદ્દો ઉઠાવવા અને તેને સીધો રાખવાના સાહસના વખાણ કરવા પડશે. પરંતુ કેટલાક પહેલુઓ પર થોડી વધુ બારીકાઈથી કામ કર્યુ હોત તો આ એક સારી ફિલ્મ દર્શકો સુધી પહોંચી શકી હોત. ટૂંકમા તમામ કમીઓને છોડીએ તો ફિલ્મ 'ખટ્ટા-મીઠા' ફિલ્મ એકવાર જોઈ શકાય છે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments