Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાઈટ યા રોંગ : ટાઈમપાસ થ્રિલર

Webdunia
IFM
નિર્માતા : નીરજ પાઠક, કૃષ્ણ ચૌધરી
નિર્દેશક : નીરજ પાઠક
સંગીત : મોંટી શર્મા
કલાકાર : સની દેઓલ, ઈશા કોપ્પિકર, ઈરફાન ખાન, કોકણા સેન શર્મા, દીપલ શો, ગોવિંદ નામદેવ.

યૂ/એ - બે કલાક 15 મિનિટ

રેટિંગ : 2.5/5

ઘણીવાર આપણે ઘણી ઉમંગો અને ઉત્સાહ સાથે ફિલ્મ જોઈએ છીએ તો ફિલ્મ નથી ગમતી. એ જ રીતે ઘણી ફિલ્મો ત્યારે સારી લાગે છે જ્યારે આપણને એટલી આશા ન હોય. 'રાઈટ યા રોંગ' આ જ કેટેગરીમાં આવે છે. ફિલ્મ પર થોડી મહેનત કરવામાં આવતી તો આ એક શ્રેષ્ઠ ફિલ્મ બની શકતી હતી, પરંતુ આમ છતા તે નિરાશ નથી કરતી.

વાર્તા છે અજય(સની દેઓલ)ની જે પોલીસ ઓફિસર છે. તે પોતાની પત્ની (ઈશા કોપ્પિકર) અને પુત્રની સાથે ખુશાલીની જીંદગી વીતાવી રહ્યો છે. અજયને ગોળી વાગે છે અને તેના શરીરનો નીચેનો ભાગ લકવાનો ભોગ બની જાય છે. વ્હીલ ચેયર પર બેસીને અજય જીવવા નથી માંગતો. તે પોતાની પત્ની અને ભાઈને કહે છે કે તેઓ તેને મારી નાખે. તે એક પ્લાન બનાવે છે, જેમાં એવુ લાગે કે તેનુ મૃત્યુ એક દુર્ઘટનાવશ થયુ છે. ત્યારબાદ વાર્તામાં જોરદાર વળાંક આવે છે.

નીરજ પાઠક દ્વારા નિર્દેશિત આ ફિલ્મની શરૂઆતની કેટલીક રીલ્સ ખૂબ જ બોર અને કંટાળાજનક છે. સમજાતુ નથી કે તેઓ શુ બતાવવા માંગે છે. આ ભાગમાં કેટલાક ગીતો જબરજસ્તીથી ઠૂસ્યા છે. જેનો કોઈ મતલબ નથી. કેટલાક સીન (સની અને ઈરફાનની વચ્ચે લગ્નને લઈને વાતચીત) ખૂબ જ બોરિંગ છે.

ફિલ્મમાં ત્યારે પકડ આવે છે જ્યારે સની દેઓલ પોતાની જાતને મારવાનો પ્લાન બનાવે છે. ત્યારબાદ ચૌકાવનારી ઘટનાઓ બને છે અને ફિલ્મ એક થ્રિલરમાં બદલાય જાય છે. અપરાઘી સામે છે અને પોલીસ તેના વિરુધ્ધ સબૂત શોધે છે. ઉંદર અને બિલ્લીની રમત શરૂ થાય છે. આ ભાગમાં ઈરફાનના ભાગને પણ ઈમ્પોર્ટ્સ આપવામાં આવ્યુ છે અને આ પણ ફિલ્મમાં રસ જાગવાનુ એક કારણ છે.

નીરજ પાઠકે ફિલ્મને લખી પણ છે. તેમના લેખનમાં થોડી નાની-મોટી ભૂલો પણ છે, જેની ચર્ચા અહીં કરવાથી ફિલ્મનો સસ્પેંસ ખુલી શકે છે. જો તેઓ ફિલ્મને મઘ્યાંતર પૂર્વના ભાગને પણ સારો લખી શકતા તો આ એક સારી ફિલ્મ બની શકતી હતી.

સની દેઓલના અભિનયનુ સ્તર એક જેવુ નથી રહ્યુ. કેટલાક દ્રશ્યો તેમણે બેમનથી કર્યા માનો કે તેમને કોઈ રસ જ ન હોય. બૈક પ્રોબલેમ્બને કારણે તેઓ એક્સરસાઈઝ નથી કરી શકતા અને ફુલી ગયા છે. લૂઝ શર્ટ/ટી શર્ટ પહેરીને તેમણે વજન છુપાવવાનો પ્રયત્ન કર્યો છે.

IFM
ઈરફાન ખાન સશક્ત રીતે પોતાની હાજરી નોંધાવે છે અને તેમને વધુ તક આપવી જોઈતી હતી. કોંકણાએ જે રોલ ભજવ્યો છે એ તેના લાયક નહોતો. સની અને તેમના સંબંધને સારી રીતે પરિભાષિત નથી કર્યો. ઈશા કોપ્પિકર અને અન્ય કલાકારોનો અભિનય સરેરાશ છે.

ફિલ્મના સંગીત વિશે વાત કરવી બેકાર છે. બૈકગ્રાઉંગ મ્યુઝિક અને સિનેમાટોગ્રાફી સરેરાશ છે.

ઈટરવલ પહેલા 'રોંગ' ટ્રેક પર ચાલનારી આ ફિલ્મ ઈંટરવલ પછી 'રાઈટ' ટ્રેક પકડી લે છે. ટાઈમ પાસ કરવો હોય તો જોઈ શકાય છે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments