Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનોરંજનનો સંકટ જરા પણ નહિ

Webdunia
IFM
નિર્માતા : અનુભવ સિન્હા
નિર્દેશક : પંકજ અડવાણી
સંગીત : રંજીત બારોટ
કલાકાર : કે.કે.મેનન, રિમી સેન, અનુપમ ખેર, ચંકી પાંડે, દિલીપ પ્રભાવલકર, રાહુલ દેવ, યશપાલ શર્મા, હેમંત પાંડે, વીરેન્દ્ર સક્સેના, સંજય મિશ્રા

રિલીઝ પહેલા લાગી રહ્યું હતું કે 'સંકટ સીટી'ની સામે 'શોર્ટકટ' સારી ફિલ્મ સાબિત થશે. પરંતુ થયું ઉંધુ. વાર્તાની રીતે જોઈએ તો શોર્ટકટની વાર્તા એકદમ નવી છે. 'શોર્ટકટ'માં ન માત્ર અનિલ કપૂરનું જ નામ નિર્માતાઓની સાથે જોડાયેલ છે પરંતુ અક્ષય ખન્ના અને અરશદ વારસીની પણ એક્ટિંગ છે. પરંતુ ફિલ્મની અંદર મોટા નામ અને વાર્તાથી કંઈ પણ નથી થતું. સારૂ નિર્દેશન અને સારો સ્ક્રીનપ્લે આ બે જ વસ્તુ ફિલ્મની ગુણવત્તા નક્કી કરે છે અને આ મુદ્દે સંકટ સીટીએ બાજી મારી લીધી છે.

એવું સમજો કે નિર્દેશક વાર્તા સંભળાવવાનો છે. વાર્તા સંભળાવનાર પોતાની વાર્તાને વિશ્વાસપાત્ર અને રસપ્રદ બનાવવા માટે જાત જાતના અભિનય પણ કરે છે. મોટા લોકો જ્યારે બાળકોને કોઈ વાર્તા સંભળાવે છે ત્યારે વાઘની જેમ ત્રાડ પાડવાનો અભિનય કરે છે, હાથીની જેમ ગરદન આમ તેમ ફેરવીને કાલ્પનિક સુંઢ ગુમાવે છે. જ્યારે દુ:ખની વાત આવે છે ત્યારે દુ:ખી થઈ જાય છે અને ખુશીની વાત આવે છે ત્યારે ખુશ થઈ જાય છે. નિર્દેશકને આ સુવિધા મળેલ છે કે વાર્તા સંભળાવતી વખતે તે દર્શકોને પોતાની વાર્તાની અંદર લઈ જાય. સેટ બનાવે, પાત્ર ઉભા કરે...

' સંકટ સીટી'ના નિર્દેશક પંકજ અડવાણીએ કામ ખુબ જ સરસ કર્યું છે. આ ફિલ્મને કોમેડી થ્રીલર કહી શકાય છે. પાત્રોને રજુ કરવામાં તો પંકજે કમાલ કરી છે. ખાસ કરીને ઢોંગી સમલૈંગિક ગુરૂ મહારાજનું ચરિત્ર જાનદાર અને એકદમ નવા ઢંગથી ગાઢ્યુ છે.અનુપમ ખેર આ ઢોંગીનો શિષ્ય છે અને શિષ્યોના આંધણાપણા પર તંજ કરતું એક દ્રશ્ય છે જેમાં ચેલો જાતે જ ગુરૂને મદિરાપાન કરાવે છે અને નોનવેજ પણ ખવડાવે છે.

ફિલ્મની અંદર આ બધી વસ્તુઓની વધારે મહત્વ નથી, પરંતુ આવી નાની નાની વસ્તુઓ ભેગી મળીને આખો પ્રભાવ પેદા કરે છે. એટલા માટે ફિલ્મ એક ખાસ માધ્યમ છે. કેટલી બધી ફિલ્મોની અંદર ગેરેજ દેખાડવામાં આવ્યાં છે, પરંતુ અહીંયાનું ગેરેજ હકીકતમાં ગેરેજ લાગે છે. ફિલ્મ હેરાફેરીની અંદર જે ગેરેજ છે તે બસ માત્ર નામનું જ ગેરેજ છે. સાચુ ગેરેજ તો અહીંયા છે. દેહનો વ્યાપાર કરનારીનો રૂમ એટલો જ ગંદો છે જેટલો ખરેખરમાં હોય છે. પંકજ અડવાણીએ જાતે જ સ્ક્રીન પ્લે લખ્યો છે અને વાર્તા પણ તેમની જ છે.

વાર્તા તો સામાન્ય અને મુંબઈનો મસાલો છે, પરંતુ નિર્દેશન એવું છે કે એક મિનિટ પણ ખુરશી છોડવી મુશ્કેલ છે. ટીવી શો છુપા રૂસ્તમના ગુરૂપાલ અને ચંકી પાંડે નાનપણના ખોવાઈ ગયેલા ભાઈ છે તે વાત ખુબ જ મજાની છે. રિમી સેને આ ફિલ્મની અંદર પણ બંગાળીમાં બડબડ કરી છે. કે.કે. મેનન ખુબ જ કિંમતી એક્ટર છે અને જે કંઈ પણ કરે છે તેમાં જીવ પરોવી દે છે.

કોઈ પણ ફિલ્મને આપણે ડબ્બો સમજીને જોવા જઈને અને જો તે સારી નીકળી જાય તો એટલી બધી ખુશી થાય છે કે જાણે ધોવાઈ ગયેલા કપડામાંથી પાંચ સોની નોટ એકદમ સારી અવસ્થામાં મળી આવી. બધુ મળીને જોઈએ તો ફિલ્મ ખુબ જ મજેદાર છે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

Show comments