બોલીવુડની ફિલ્મોમાં હવે પ્રેમ-કથાઓ બહુ ઓછી જોવા મળે છે. અને આવા સમયે નિર્દેશક ઈમ્તિયાજ અલી 'જબ વી મેટ' લઈને આવ્યા છે. 'જબ વી મેટ' ની સ્ટોરીમાં નવું કશું નથી. આ પ્રકારની કથાઓ પર પહેલા ફિલ્મો બની ચૂકી છે, પણ આની તાજગી ભરી રજૂઆતે ફિલ્મને જોવા લાયક બનાવી છે.
IFM
પ્રેમમાં દગો અને વ્યવસાયમાં માર ખાઈ ગયેલો માણસ આદિત્ય(શાહિદ કપૂર) નિરાશ થઈને એક દિવસ રેલમાં બેસી જાય છે. તેની મુલાકાત થાય છે એક બહુ બોલનારી છોકરી ગીત(કરીના કપૂર)સાથે. ગીત મુંબઈથી પોતાના ઘરે ભટિંડા જઈ રહી હોય છે. ત્યાંથી તે મનાલી ભાગીને પોતાના પ્રેમી અંશુમન(તરુણ અરોરા)જોડે લગ્ન કરવાની હોય છે.
એક સ્ટેશન પર બંનેની ટ્રેન છૂટી જાય છે. બંને રસ્તા પર ટેક્સીમાં, બસમાં નાચતાં-ગાતાં ભટિંડા પહોંચી જાય છે. આ યાત્રામાં આદિત્ય, ગીત પાસેથી જીંદગીને જીંદાદિલીથી જીવવાનું સીખે છે. ત્યારબાદ આદિત્ય પોતાના રસ્તે અને ગીત પોતાના રસ્તે નીકળી પડે છે.
9 મહિના પછી જ્યારે ગીતને ખબર પડે છે કે ગીતને તેના પ્રેમીએ દગો આપ્યો છે. તો તે ગીતને શોધવા નીકળી પડે છે. ગીતની તેના પ્રેમી સાથે મુલાકાત કરાવે છે, પણ કેટલાંક ઉતાર-ચઢાવ પછી ગીત આદિત્યને જ પોતાનો હમસફર બનાવે છે.
P.R
ઈમ્તિયાજે આદિત્ય અને ગીતના ચરિત્ર પર ખૂબ મહેનત કરી છે. અને તેનો ઉપયોગ આખી ફિલ્મમાં બહુ સરસ રીતે કર્યો છે. ફિલ્મના બંને પાત્રો અસલ જીંદગીમાંથી લીધા હોય તેવા લાગે છે. તેમના રોમાંસમાં ક્યાંય અભિનય નથી લાગતો પણ હકીકત લાગે છે.
આદિત્ય અને ગીતની એકબીજા સાથેનો કટાક્ષને બહુ સરસ રીતે રજૂ કર્યો છે. દર્શકો બહુ જલ્દી તેમાં ખોવાઈ જાય છે અને તેમના સુખ દુ:ખને અનુભવે છે. જ્યારે પાત્ર સારા લાગવા માંડે છે ત્યારે કેટલીયવાર ફિલ્મની નબળાઈઓને અનદેખી કરવામાં આવે છે.
IFM
ફિલ્મનો પહેલો ભાગ ખૂબ જ મનોરંજક છે. બીજા હાફમાં જ્યારે ગીત અને આદિત્ય જુદાં પડે છે ત્યારે ફિલ્મ ગંભીર થઈ જાય છે. અહીં ફિલ્મની લાંબી લાગવા માંડે છે. આ હાફને થોડો ઓછો કરવાની જરૂર હતી. ફિલ્મના શરૂઆતના દ્રશ્યને થોડુ સારી રીતે બતાવી શકાતુ હતુ,જ્યારે આદિત્ય હતાશ થઈને રેલવે સ્ટેશન પર પહોંચે છે. પટકથામાં થોડી કસાવટની જરૂર લાગે છે ખાસ કરીને મધ્યાંતર પછી.
શાહિદ અને કરીનાની જોડીને પરદાં પર રોમાંસા કરતા જોવા સુખદ લાગ્યા. શાહિદે પોતાનું પાત્ર ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે. જો કે તે એક ઉદ્યોગપતિ લાગતો નથી, તેથી તેમણે પરિપક્વ બતાવવા માટે ચશ્માં પહેરાવવામાં આવ્યા છે.
એક સિખ છોકરીના રૂપમાં કરીનાનો અભિનય બધા પર ભાડે પડ્યો. શરૂઆતથી છેલ્લે સુધી કરીનાની અભિનય પર પકડ સારી છે. આના સંવાદ સારા લખ્યા છે. તેથી તેનું વધુ બોલવું પણ સારૂ લાગે છે.
દારાસિંહને જોઈને ખુશી થઈ. દારાસિંહના દ્રશ્યોને એક ખાસ એંગલથી શૂટ કરવામાં આવ્યાં છે. તેમની પાછળ બતાવાતાં જાનવરોના કપાયેલા માથા તેમના વ્યક્તિત્વને બળવાન બનાવે છે. પવન મલ્હોત્રાતો એક સારા કલાકાર છે.
પ્રીતમનું સંગીત તો હિટ નથી, પણ ગીતો મીઠા છે. 'પૂછો ના પૂછો, તુમસે હી, મૌજા-મૌજા સાંભળવા લાયક અને જોવા લાયક છે. કોરિયોગ્રાફી શ્રેષ્ઠ છે. નટરાજ સુબ્રમળ્યમે કેમરાની આંખ વડે બહારના દ્રશ્યોને સારી રીતે રજૂ કર્યા છે.
ઈમ્તિયાજે યુવાનોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બન્માવી છે, પણ આ દરેક વર્ગના લોકોનું મનોરંજન કરે છે.