Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈશ્કિયા : ફિલ્મ સમીક્ષા

Webdunia
IFM
નિર્માતા : વિશાલ ભારદ્વાજ, રમન મારુ
નિર્દેશક : અભિષેક ચૌબે
સંગીત : વિશાલ ભારદ્વાજ
કલાકાર : નસીરુદ્દીન શાહ, અરશદ વારસી, વિદ્યા બાલન, સલમાન શહીદ

' ઈશ્કિયા' જોતી વખતે 'ઓંકારા'ની યાદ આવવી સ્વાભાવિક છે. 'ઓંકારા'ની જેમ જ આ ફિલ્મના પાત્રના મનમાં શુ ચાલી રહ્યુ છે તે સમજવુ મુશ્કેલ હોય છે. લાલચ, પ્રેમ અને સ્વાર્થના માપદંડ તેમની માટે દરેક ક્ષણે બદલતા રહે છે. નિર્દેશક અભિષેક ચૌબે લાંબા સમયથી વિશાલ ભારદ્વાજની સાથે જોડાયેલા છે. તેથી તેના પર વિશાલની અસર થવી સ્વાભાવિક છે. જો કે 'ઈશ્કિયા'માં 'ઓંકારા' જેવી ધાર નથી, પરંતુ અભિષેકની કોશિશ પ્રશંસનીય છે.

ફિલ્મ શરૂ થાય છે કૃષ્ણા(વિદ્યા બાલન) અને તેના પતિના અંતરંગ દ્રશ્યોથી. થોડીક જ ક્ષણમાં એક વિસ્ફોટ થાય છે અને કૃષ્ણાનો પતિ માર્યો જાય છે. બીજી બાજુ ખાલૂજાન(નસીરુદ્દીન શાહ)નો બનેવી મુશ્તાક તેને અને બબ્બન(અરશદ વારસી)ને તેમની એક ભૂલ માટે જીવતા જમીનમાં દફનાવવા માંગે છે. તક મળતા જ આ બંને બદમાશો રફુચક્કર થઈ જાય છે અને મુશ્તાકના લાખો રૂપિયા પણ લઈ જાય છે.

IFM
મુશ્તાકથી બચતા-છિપાતા તેઓ પોતાના મિત્ર (કૃષ્ણાના પતિ)ના ઘરે રોકાવવાનો નિર્ણય કરે છે. અહીં તેમની મુલાકાત તેની વિધવા સાથે થાય છે. તેમને ત્યારે મોટો આંચકો લાગે છે જ્યારે કૃષ્ણાના ઘરે સંતાડેલા પૈસા ચોરાઈ જાય છે. મુશ્તાક પીછો કરતા તેમને પકડી લે છે અને રૂપિયા પાછા આપવા માટેની થોડી મુદત આપે છે.

કૃષ્ણાની ત્યાં રહેતા બંનેને તેની સાથે પ્રેમ થઈ જાય છે. કૃષ્ણા રોમાંસ ખાલૂજાનને કરે છે અને સંબંધ બબ્બન સાથે બનાવે છે. કૃષ્ણાને પણ પૈસાની જરૂર છે અને તેનુ નવુ રૂપ સામે આવે છે. ત્રણે મળીને એક શ્રીમંત વેપારીનુ અપહરણ કરે છે.

કૃષ્ણાને લઈને ખાલૂજાન અને બબ્બનની વચ્ચે ઘર્ષણ, પૈસાને લઈને બધાની લાલચ અને કૃષ્ણાનુ અતીત સામે આવવાથી ઘણી વિષમ પરિસ્થિતિ ઉભી થાય છે, જેના કારણે દરેક પાત્રના વિચાર અને ભાવનાઓમાં પરિવર્તન જોવા મળે છે.

ફિલ્મની શરૂઆત થવાના દર મિનિટ પછી તમે પૂર્વી ઉત્તર પ્રદેશની ગ્રામીણ પુષ્ઠભૂમિનો એક ભાગ બની જાવ છો. શહરેની ચમક અને આધુનિકતાથી આ ફિલ્મ દૂર લઈ જાય છે. ગ્રામીણ પાત્રો, તેમની ભાષા અને રહેણી-કહેણીનુ નિર્દેશન અભિષેક ચૌબેએ ખૂબ જ સારી રીતે ફિલ્માવ્યુ અને નાટકને જટિલતા પૂર્વક રજૂ કર્યુ.

સાથે જ સીમાની નજીક ચાલનારી હલચલને પણ તેમને બતાવી છે કે હથિયાર કેટલા સહેલાઈથી મળી જાય છે. જાતિવાદ કેટલા ચરમ સીમા સુધી પહોંચી ગયા છે તે તેમને એક સંવાદ દ્વાર દર્શાવ્યુ છે. ખાલૂજાનને બબ્બન કહે છે 'આ જગ્યા ખૂબ ખતરનાક છે. આપણી ત્યાં તો ફક્ત શિયા અને સુન્ની છે અહીં તો યાદવ, પાંડે, જાટ દરેકે પોતાની એક ફૌજ બનાવી લીધી છે' - જો કે તેમણે આ વિષયને ખૂબ જ હળવેથી લીધો છે.

IFM
ફિલ્મનુ સ્ક્રીનપ્લે એ રીતે લખાયુ છે કે પાત્રોના મનમાં શુ ચાલી રહ્યુ છે કે આગળ શુ થવાનુ છે, તેનો અંદાજ નથી લગાવી શકાતો. આ જ કારણે ફિલ્મ દર્શકોને બાંધી રાખે છે. ક્લાઈમેક્સના થોડાવાર પહેલા કસાવટ નબળી પડી જાય છે. એવુ લાગે છે કે ઉતાવળમાં કામ કર્યુ છે. આ ભાગમાં ફિલ્મનુ સંપાદન પણ યોગ્ય નથી અને કનફ્યૂજન ઉભુ થાય

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments