થ્રિલર ફિલ્મ બનાવવી સહેલુ કામ નથી. ફક્ત એ જ થ્રિલર ફિલ્મો સફળ થાય છે, જે દર્શકોને બાંધી રાખે, જેમા હવે શુ થશે એની ઉત્સુકતા બની રહે. કહેવા માટે તો આ દેખે જરા પણ એક થ્રિલર ફિલ્મ છે પરંતુ તેમા એકપણ દ્રશ્ય એવુ નથી જે રોમાંચ વધારે.
પહેલી ફ્રેમથી છેલ્લી ફ્રેમ સુધી દર્શક આ ફિલ્મ સાથે જોડાઈ નથી શકતો અને આશ્ચર્યજનક રીતે જોતો રહે છે કે શુ થઈ રહ્યુ છે ? કેમ થઈ રહ્યુ છે? થોડીવાર એ રૂચિ પણ સમાપ્ત થઈ જાય છે અને લાગે છે કે ફિલ્મ પૂરી થાય અને તે સિનેમાઘરની બહાર નીકળે.
P.R
વાર્તામાં જે પ્લોટ છે, તેમા એક શ્રેષ્ઠ થ્રિલરની શક્યતા હતી. ફિલ્મના નાયક રે(નીલ નીતિન મુકેશ)ના હાથમાં તેના નાનાજીનો એક કેમેરા આવી જાય છે. એ કેમેરા દ્વારા એ જેનો પણ ફોટો પાડે છે તેના ભવિષ્યમાં શુ થવાનુ છે એ ફોટો દ્વારા ખબર પડી જાય છે.
આજે ખુલનારી લોટરીનો એ ફોટો ખેંચે છે તો ફોટોમાં બીજા દિવસે ખુલનારી લોટરીનો નંબર આવી જાય છે. ઘોડારેસ, શેર અને લોટરી દ્વારા એ ખૂબ જ શ્રીમંત બની જાય છે. આ કેમેરાની મદદથી એ ડીજે સિમી(બિપાશા બસુ) નો જીવ બચાવે છે. જે એની ગર્લફ્રેંડ બની જાય છે. અહીં સુધીની વાર્તાને નીરસતા પૂર્વક રજૂ કરી છે.
એક દિવસ રે પોતાનો ફોટો ખેંચે છે અને ફોટોમાં કાળો રંગ આવે છે. તેનુ મોત નજીક છે એવુ કેમેરા બતાવે છે. રે જાણવા માંગે છે કે એ કેવી રીતે મરશે અને કોણ તેને મારશે. એક વાર ફરી ઉત્સુકતા જાગે છે કે હવે ફિલ્મમાં રોમાંચ આવશે, પરંતુ બધી આશાઓ પર પાણી ફરી જાય છે.
ફિલ્મના લેખક અને નિર્દેશકોને કદાચ એ સમજાયુ નહી કે વાર્તાને કેવી રીતે આગળ વધારવી. તેઓ કંફ્યૂજ જોવા લાગ્યા. આ પછી ફિલ્મમાં મતલબ વગરની ઘટનાઓ ઘટે છે, જેની સાથે દર્શકોને કોઈ લેવા દેવા નથી.
નિર્દેશક જહાંગીર સૂરતી સંપૂર્ણ રીતે અસફળ રહ્યા. તેઓ ન તો બિપાશા-નીલની લવસ્ટોરીને વ્યવસ્થિત રીતે રજૂ કરી શક્યા કે ન તો કલાકારો પાસેથી સારુ કામ કરાવવામાં સફળ રહ્યા. લેખકોએ તેમનુ કામ વધુ મુશ્કેલ કરી નાખ્યુ.
' જોની ગદ્દાર'માં નીલનો અભિનય સારો હતો પરંતુ આ ફિલ્મમાં તેઓ નિરાશ કરે છે. બિપાશા સામે તેમની ગભરાહટ દેખાય જાય છે. સાથે જ તેમના સંવાદો રજૂ કરવાનો ઢંગ પણ ખરાબ છે. બિપાશા માટે વધુ સ્કોપ નહોતો. રાહુલ દેવ અને બીજા કલાકારોએ ખાના-પૂર્તિ કરી. ફિલ્મનુ સંગીત સરેરાશ રહ્યુ. તકનીકી રીતે પણ ફિલ્મ નબળી છે. ફક્ત એક જ પ્લસ પોઈંટ છે કે તેનો સમય લગભગ બે કલાકનો છે.
ફિલ્મની પટકથામાં ઢગલો ખામીયો છે. જે લોકો પત્ર-પત્રિકામાં ફિલ્મની ભૂલોને લખીને બતાવે છે, તેમને માટે આ ફિલ્મ ખૂબ જ કામ લાગશે હવે જોઈએ કે કોન વધુ ભૂલો બતાવે છે.