' હાલ-એ-દિલ' નામથી જ ખબર પડી જાય છે કે આ એક પ્રેમકથા છે. પ્રેમને નવી રીતે પરિભાષિત કરવાના પ્રયત્નો આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યા છે. કુમાર મંગતની પુત્રી અમિતા, શેખર સુમનનો પુત્ર અધ્યયન સુમન અને નવા અભિનેતા નકુલ મહેતા પોતાના કેરિયરની શરૂઆત આ ફિલ્મ દ્વારા કરી રહ્યા છે.
' હાલ-એ-દિલ' એવા યુવાનોની પ્રેમકથા ચે જેમને માટે પ્રેમની કોઈ સીમા નથી હોતી. જે પ્રેમમાં ડૂબી જવાનુ જાણે છે. સંજનાને માટે પ્રેમ એક પવિત્ર ભાવના છે. તે પ્રેમને જીંદગીનો એક ભાગ નહી પરંતુ જીંદગી જ માને છે.
શેખર દરેક છોકરીને પ્રેમનો એકરાર કરે છે, પરંતુ તેને એટલી તો ખબર છે કે તેની મુલાકત કોઈ એક એવી છોકરી સાથે થશે જે તેના વ્યક્તિત્વને બદલી નાખશે.
P.R
રોહિતને માટે પ્રેમનો અનુભવ બિલકુલ જ જુદો છે. તે પ્રેમમાં એટલો ડૂબી જાય છે કે તેને માટે પ્રેમની સીમાઓનુ કોઈ મહત્વ નથી. તે પોતાના પ્રેમને મેળવવા માટે કંઈ પણ કરી શકે છે.
પ્રેમ અંગે જુદા-જુદા વિચાર ધરાવતી આ ત્રણેની સ્ટોરી જોવા મળશે 'હાલ-એ-દિલ'માં.