ચેન્નઈમાં આવેલ પોતાની પ્રયોગશાળામાં ડો. વાસી ચિટ્ટી નામક એક રોબોટ બનાવે છે જેથી સમાજ માટે તે ઉપયોગી સાબિત થાય. દસ વર્ષની સખત મહેનત પછી તેમનુ સપનુ સાકાર થાય છે. આ રોબોટનો કાંફિગ્યુરેશંસ આ પ્રકારનો છે : સ્પીડ વન ટેરા હટ્ર્જ, મેમોરી વન જેટા બાઈટ, પ્રોસેસર પેંટિયમ અલ્ટ્રા કોર મિલેનિયા વી. 2, એફએચપી 450 મોટર. આને રોબોટને બદલે માણસ પણ કહી શકાય છે કારણ કે આ નાચી શકે છે, અને જરૂર પડે તો લડી પણ શકે છે, અને એ પણ ખૂબ જ સારી રીતે. જે કહો તેનુ આ રોબોટ પાલન કરે છે. માણસ તો ખોટુ પણ બોલે છે પણ ચિટ્ટી આવો નથી. યાદગીરી તો તેની એટલી તેજ છે કે ક્ષણવારમાં તે આખી ટેલીફોન ડિરેક્ટરી યાદ કરી શકે છે.
માણસ અને આ રોબોટમાં એક જ અંતર છે અને એ કે આની અંદર ઈમોશંસ નથી. એ નથી જાણતો કે લાગણી શુ હોય છે. ડો. વાસી ચિટ્ટીને અપગ્રેડ કરતા તેની અંદર ઈમોશંસ નાખી દે છે, પરંતુ તે એ નથી જાણતો કે આનાથી શુ થશે ? ચિટ્ટી હવે લાગણી અનુભવવા માંડે છે. શર્મિલી નામની છોકરી સાથે તેને પ્રેમ થઈ જાય છે. તે રોમાંટિક કવિતાઓ લખવા માંડે છે અને માણસ જેવો વ્યવ્હાર કરવા લાગે છે.
આ સ્ટોરીમાં એક ખલનાયક પણ છે. તે આ રોબોટને ચોરીને તેની મદદથી ખરાબ કામ કરવા માંગે છે. શુ ડોક્ટર વાસી ચિટ્ટીને બચાવી શકશે. શુ રોબોટ દ્વારા તેઓ જે ઉદ્દેશ્ય પૂરો કરવા માંગે છે તેમાં ચિટ્ટીનો પ્રેમ અવરોધ બનશે ? આ ફિલ્મ આ જ વાતોની આસપાસ બની છે. રજનીકાંતે ફિલ્મમાં ડબલ રોલ કર્યો છે. વૈજ્ઞાનિકનો પણ અને રોબોટનો પણ. મતલબ એક ટિકિટમાં બે-બે રજનીકાંત.