શુ તમે કદી વિચાર્યુ છે કે રોડ પર ફરતા કે તમારી આસપાસ એક સાધારણ, સામાન્ય અને અનાકર્ષક વ્યક્તિ પાસે પણ તમને બતાવવા માટે તેની પોતાની પ્રેમકથા હોઈ શકે છે ? મોટા ભાગના લોકો ના કહેશે કારણકે સામાન્ય માણસની પાસે પ્રે મ, છેડતી અને દિલને સ્પર્શી જનારી પ્રેમકથા કેવી રીતે હોઈ શકે છે ?
પરંતુ પ્રેમ સાધારણ અને અસાધારણ, આકર્ષક અને અનાકર્ષક જેવી વસ્તુઓમાં ભેદ નથી કરતો. તે તો કોઈને પણ થઈ શકે છે. જેના તન અને મન પર પ્રેમનો નશો છવાઈ જાય છે, તેને ચમત્કારી અનુભવ થાય છે.
P.R
કાંઈક આવો જ અનુભવ થયો સુરિન્દર સાહની(શાહરૂખ ખાન) ને. દેખાવમાં સાધારણ, સાફ દિલ, ઈમાનદાર સુરિન્દર પંજાબ પાવરને માટે કામ કરે છે. નીરસ જીંદગી જીવી રહેલા સુરિન્દરની મુલાકાત તાની(અનુષ્કા શર્મા) સાથે થાય છે.
સુરિન્દર જેટલો નીરસ છે, તાની એટલી જ જીંદાદિલ અને જીંદગીનો પૂરો આનંદ લેનારી છોકરી છે. તેના માટે આખી દુનિયા એક કેનવાસ છે, જેમાં તે ઈન્દ્રધનુષી રંગ ભરતી રહે છે. અપ્રત્યાશિત ઘટનાક્રમ કાંઈક એવા બને છે જે બંનેને ભેગા કરી દે છે.
ત્યારબાદ શરૂ થાય છે એક એવી યાત્રા જે હાસ્ય, આંસુ, ખુશી, દુ:ખ, સંગીત, નૃત્ય અને પ્રેમથી ભરપૂર છે. એક એવી યાત્રા જે અમને વિશ્વાસ અપાવે છે કે દરેક સાધારણ જોડી એક અસાધારણ પ્રેમકથા હોય છે.