ન્યૂયોર્કમાં રહેનારા શ્રવણ ધારીવાલ (સંજય દત્ત) એક સફળ ઉદ્યોગપતિ છે. તેમણે જે પણ સપનાં જોયા, તે પૂરા થયા. સુખ-સગવડની બધી વસ્તુઓ તેમની પાસે છે. જે નથી તેને તેઓ તરત જ ખરીદી લે છે. જીંદગીમાં તેમને જીતવુ પસંદ છે. પોતાની લાઈફસ્ટાઈલને કારણે તેઓ છોકરીઓમાં પ્રિય છે. તેમને લાગે છે કે તેઓ જે સુંદરીને ઈચ્છે તેને પૈસાના દમ પર મેળવી શકે છે, પરંતુ તેમનો આ ભ્રમ તે દિવસે તૂટી જાય છે જ્યારે તેઓ વર્ષા(મનીષા કોઈરાલા)ને મળે છે.
વર્ષા આત્મ-સન્માન અને નૈતિકતાને પૈસા કરતા વધુ મહત્વ આપે છે. તેના પર અમેરિકાની સંસ્કૃતિનો કોઈ પ્રભાવ નથી. શ્રવણ તેના પર મોહિત થઈ જાય છે, પરંતુ વર્ષાને તેમના પ્રત્યે કોઈ આકર્ષણ નથી. શ્રવણને ના સાંભળવાની ટેવ નથી. તે મોંઘી ભેટ-સોગાદો આપીને વર્ષાનુ દિલ જીતવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વર્ષા પર તેની કોઈ અસર જોવા નથી મળતી.
એક પાર્ટીમાં વર્ષા હજારો લોકોની સામે શ્રવણનુ અપમાન કરી દે છે. શ્રવણને આ વાતથી ઘણો મોટો આધાત લાગે છે. તેને પહેલીવાર એવુ લાગે છે કે સ્ત્રી કોઈ વસ્તુ નથી, જેને પૈસાથી ખરીદી શકાય. તેને પોતાની ભૂલ સમજાય છે અને તે વર્ષા જોડે માફી માંગે છે. તે વર્ષાના પિતાને મળીને તેમને કહે છે કે તે તેને માફ કરવા માટે વર્ષાને કહે. વર્ષાનો હાથ પણ તે તેના પિતા જોડે માંગે છે.
IFM
વર્ષાના પિતા શ્રવણ પર ભરોસો કરે છે અને વર્ષાને કહે છે કે શ્રવણ હવે બિલકુલ બદલાઈ ગયો છે. વર્ષા તેને માફ કરી દે છે અને બંનેની સગાઈ થઈ જાય છે. રજાઓ ગાળવા બંને સાથે જાય છે અને બધી હદ ઓળંગી જાય છે.
વર્ષાને તે સમયે ઉંડો આધાત લાગે છે જ્યારે શ્રવણ તેને જણાવે છે કે પ્રેમ અને માફીનુ નાટક તેણે તે માટે કર્યુ કે તે તેની સાથે એક રાત વિતાવે. વર્ષાનુ દિલ તૂટી જાય છે અને તે શ્રવણની જીંદગીથી ઘણી દૂર જતી રહે છે.
શ્રવણને તેના ઘરે એટલેકે ભારત બોલાવવામાં આવે છે, કારણકે તેનો નાનો ભાઈ કરણ(અજય દેવગન) લગ્ન કરવાનો છે. કરણનો સ્વભાવ પોતાના ભાઈ કરતા બિલકુલ ઉલટ છે.
કરણ યુરોપમાં રહે છે અને શ્રવણને પોતાની પ્રેમિકા પાયલ વિશે બતાવે છે. પાયલને તે ખૂબ જ ચાહે છે અને તેના માટે પાયલ જ બધુ છે. લગ્નનો દિવસ નજીક આવે છે અને પાયલ યૂરોપથી ભારત આવે છે. કરણ પોતાની પ્રેમિકા પાયલને શ્રવણ સાથે પરિચય કરાવે છે. પાયલ બીજી કોઈ નહી પરંતુ વર્ષા જ છે.
IFM
શુ પાયલે આ નાટક શ્રવણને પાઠ ભણાવવા માટે કર્યુ છે ? શુ નસીબે તેની સાથે આ રમત રમી છે ? શુ શ્રવણ, કરણને પાયલ સાથે લગ્ન કરવા દેશે ? શ્રવણ અને વર્ષાના સંબંધોનુ રહસ્ય જ્યારે ખુલશે ત્યારે કરણનુ શું થશે ?