અભય ગુલાટી અને આલિયા ખાન ત્યારથી એકબીજાને જાણે છે જ્યારે તેમની વય માત્ર ચાર વર્ષની હતી. પંદર વર્ષના થતા થતા આ મૈત્રી પ્રેમમં બદલાય જાય છે. અભય એ જાણી ગયો હતો કે આલિયા જ તેના માટે સર્વસ્વ છે.
આલિયાની ખાસ ઈચ્છા છે કે તે અભિનેત્રી બને. સપનાઓ અને પોતીકાઓની વચ્ચેના અંતરમાં એ કોઈ પણ પ્રકારનો અવરોધ નથી ઈચ્છતી. બીજી બાજુ અભયે નક્કી નથી કર્યુ કે તેણે ભવિષ્યમાં શુ કરવાનુ છે. તેથી તે આલિયાના સપનાં પૂરા કરવામાં તેની મદદ કરે છે.
બંનેનુ વ્યક્તિત્વ એકબીજાથી અલગ છે, જેની અસર તેમના સંબંધો પર પડે છે. આ અંતર ધીરેધીરે વધતુ જાય છે. વાત ત્યારે બગડી જાય છે જ્યારે આલિયા ભણવા માટે ઓસ્ટ્રેલિયા જવાનો નિર્ણય લે છે.
લોંગ ટર્મ રિલેશનશિપથી અભય ગભરાય જાય છે અને તેને ભય સતાવવા માંડે છે કે તે આલિયાને ગુમાવી દેશે. છેવટે બંને મળીને પોતાના સંબંધોની પરીક્ષા લેવાનો વિચાર કરે છે. તેઓ એકબીજાથી બ્રેક લઈને એવુ વિચારવા માંગે છે કે છેવટે તેઓ શુ ઈચ્છે છે.
આલિયાને અનુભવ થાય છે કે એ સપનાને પૂર્ણ કરવામાં કોઈ મજા નથી જેને તમે કોઈની સાથે વહેંચી ન શકો. અભયને અનુભવ થાય છે કે સપનાને પૂર્ણ કરવાથી વધુ સારી કોઈ વાત નથી. 'બ્રેક કે બાદ' એ કપલ્સની વાર્તા છે જે પોતાના સંબંધો નાની-નાની વાતો પર તોડી નાખે છે.