Webdunia - Bharat's app for daily news and videos

Install App

બચના યે હસીનો...

Webdunia
P.R
નિર્માતા : આદિત્ય ચોપડ ા
નિર્દેશક : સિધ્ધાર્થ આનં દ
સંગીત : વિશાલ-શેખર
કલાકાર : રણબીર કપૂર, બિપાશા, દીપિકા પાદુકોણ, મિનિષા લાંબ ા.

' બચના યે હસીનો' રણબીર કપૂરની સાથે યશરાજ ફિલ્મ્સ માટે પણ મહત્વની છે. 'સાઁવરિયા'ના ફ્લોપ ગયા છતાં રણબીર કપૂર ચર્ચામાં છે કારણકે તેઓ કપૂર પરિવારના સદસ્ય છે. નહી તો એવા ઘણા ચહેરાઓ મળી જશે જે પહેલી ફિલ્મના અસફળ થતા જ ગુમનામીના અંધારામાં ક્યાક ખોવાઈ જાય છે. યશરાજ ફિલ્મ્સે સતત અસફળતાઓ પહેલા કદાચ જ જોઈ હોય. આ સમય આ બેનર એક સફળ ફિલ્મ માટે તરસી રહ્યુ છે.

સિધ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'બચના યે હસીનો' એક લવ સ્ટોરી છે. રાજ (રણબીર કપૂર) સુંદર,સ્માર્ટ અને આકર્ષક છોકરો છે. છોકરીઓ તેના પ્રેમના મોહજાળમાં ખેંચાતી ચાલી આવે છે. છોકરીઓને તેમની મમ્મીઓ, મિત્રો, અને તેમના મગજ સતત સમજાવતા રહે છે કે રાજ તેમની માટે યોગ્ય છોકરો નથી, પરંતુ દિલ છે કે માનતુ નથી.

ફિલ્મમાં ત્રણ પ્રેમ કથા બતાવવામાં આવી છે. રાજ-માહી, રાજ-રાધિકા, રાજ-ગાયત્રી. આ ત્રણે છોકરીઓ રાજના જીવનમાં જુદા-જુદા સમયે આવી. તેમણે રાજને સ્વીટ અને સેક્સી તરીકે જીંદગી અને પ્રેમના વિશે થોડી ઘણી વાતો શીખવાડી.

પાત્ર પરિચય

રાજ (રણબીર કપૂર)
P.R
રાજનુ વ્યક્તિત્વ, લુક, સેક્સ અપીલ એટલી મોહક છે કે બધા તેમની તરફ ખેંચાતા ચાલ્યા આવે છે. દરેક છોકરો વિચારે છે કે તેઓ રાજ જેવા કેમ નથી. તેને અદા જ એટલી નિરાળી છે કે છોકરીઓ તેમની તરફ આકર્ષિત થઈ જાય છે. એમા બિચારા રાજનો શુ વાંક છે ?


માહી (મિનિષા લાંબા)
P.R
માહી સ્વીટ, રોમાંટિક, માસૂમ અને ખુશમિજાજ છોકરી છે. તે વિચારે છે કે તેની સાથે જરૂર કશુ પણ ખરાબ નથી થઈ શકતુ. તેનો માર્ગ સદા ઈંન્દ્ર્ધનુષથી સજાયેલો રહેશે અને ફૂલો તેના પગલાં ચૂમશે. જ્યારે તે ચાલશે તો તેના એક હાથમા મિલ્સ અને બૂન હશે અને બીજો હાથ તેના પ્રેમીના હાથમાં હશે. તેને આશા છે કે તેના બધા સપના પૂરા થશે.

રાધિકા (બિપાશા બાસુ)
P.R
સુંદર, સેક્સી અને આત્મવિશ્વાસથી ભરેલી રાધિકા મુંબઈમા રહે છે. તે પોતાની શરતો પર જીવવું પસંદ કરે છે. તેનો પોતાનો ફ્લેટ છે અને સિલ્વર સ્ક્રીન પર ચમકવુ તેની ઈચ્છા. તે આજની યુવતી છે. પોતાની ખુશીને માટે તે કશુ પણ સારુ કે ખરાબ નથી સમજતી. સમાજના ફાલતૂ નિયમોથી તેને નફરત છે. તે એ જ કરે છે જે તેનુ દિલ કહે છે અને તેમા જ તેને ખુશી મળે છે.

ગાયત્રી (દીપિકા પાદુકોણ)
P.R
ગાયત્રી તે છોકરીઓમાંથી છે જે બીજા દેશોમાં અભ્યાસ અને પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા જાય છે. સુંદર, સ્માર્ટ અને મહત્વાકાંક્ષી ગાયત્રી આ વાત સારી રીતે જાણે છે કે તે શુ ઈચ્છે છે અને તેને કેવી રીતે મેળવવી જોઈએ. અજાણી જગ્યાએ તે એકલી રહે છે પણ બિલકુલ ગભરાતી નથી. તેને સુંદર આંખો ત્યારે ચમકી ઉઠે છે જ્યારે તેને કોઈ પડકાર મળે છે. તે જીંદગી પાસેથી પ્રેમથી જે માંગે છે તેને પ્રાપ્ત કરવાથી કોઈ નથી રોકી શકતુ.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ