ગટ્ટૂના સપનુ તૂટી ગયુ છે, અને એ છેલ્લા 17 વર્ષોથી કોર્નર સ્ટોર પર કામ કરી રહ્યો છે. પરંતુ જીંદગી તેને બીજીવાર એક વધુ તક આપે છે. જેને તે ગુમાવવા નથી માંગતો. એક વિચિત્ર મુંઝવણમાં તે પડી જાય છે. સપના જરૂરી છે કે પરિવાર ? આ પ્રશ્નનો જવાબ તેને સહેલાઈથી નથી મળતો.
નિર્દેશક વિશ ે : નિખિલ અડવાણીને પ્રથમ જ ફિલ્મ 'કલ હો ના હો'(2003)માં શાહરૂખ, સેફ અને પ્રીતિ ઝિંટા જેવા કલાકારોને નિર્દેશિત કરવાની તક મળી. ફિલ્મ હિટ ગઈ અને એવુ માનવામાં આવ્યુ કે એક સારો નિર્માતા બોલીવુડને મળ્યો છે. પરંતુ 'કલ હો ના હો' પછી નિખિલ ઝડપથી નીચે ઉતરવા માંડ્યા.
' સલામ-યે-ઈશ્ક'(2007) અને 'ચાંદની ચોક ટૂ ચાઈના'(2009)ન ફક્ત અસફળ રહી પરંતુ ખરાબ ફિલ્મો પણ હતી. અ ફિલ્મોમાં ઘણા સ્ટાર્સ હતા, પરંતુ નિષ્ફળતા માટે નિખિલને જ જવાદાર સમજવામાં આવ્યા. અક્ષય કુમારે એકવાર ફરી નિખિલ પર વિશ્વાસ કર્યો અને 'પટિયાલા હાઉસ'માં કામ કરવા માટે તૈયાર થઈ ગયા. આ સમયે સફળ ફિલ્મોની જરૂર બંનેને છે.