' નો પ્રોબ્લેમ' વાર્તા છે યશ(સંજય દત્ત) અને રાજ (અક્ષય ખન્ના)ની, જે નાના-મોટા ચોર છે. કોઈ કિમંતી વસ્તુ દેખાઈ નહી કે યશના હાથમાં ખંજવાળ આવવા માંડે છે. બીજી બાજુ તેના બાળપણનો સાથી ચોરી છોડીને ઈમાનદારીની જીંદગી જીવવા માંગે છે, પરંતુ યશ છે કે માનતો જ નથી.
એક ગામમાં યશ-રાજ, ઝંડૂલાલ(પરેશ રાવલ)નામના બેંક મેનેજરની શરણ લે છે અને તેની બેંક લૂટીને ભાગી જાય છે. શકની સોય ઝંડૂલાલ તરફ પણ ફરે છે. બેંક ચેયરમેનથી કેટલાક દિવસોની મુદત લઈને ઝંડૂલાલ આ બંને ચોરેઓને પકડવા માટે નીકળી પડે છે. તેમને પોતાનો પૈસો, નોકરી અને ગુમાવેલી ઈજ્જત પરત મેળવવાની હોય છે.
સીનિયર ઈંસ્પેક્ટર અર્જુનસિંહ (અનિલ કપૂર) એક એવો પોલીસ ઓફિસર છે, જેણે દરેક અપરાધી ખૂબ જ પસંદ કરે છે. કારણ કે તે હંમેશા અપરાધીઓને પકડવામાં નિષ્ફ્ળ રહે છે. તેના સસરા(શક્તિ કપૂર)જે પોલીસ કમિશ્નર છે, તેને પોલીસ ફોર્સ પર એક ડાગ માને છે. તેની પત્ની કાજલ (સુષ્મિતા સેન)સ્પલિટ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડિત છે. તેને આ બીમારી ત્યારથી થઈ જ્યારથી તેને જાણ થઈ કે તેનો પતિ હીરો નહી જીરો છે. દિવસમાં એક વાર તે કેટલીક મિનિટો માટે પાગલ થઈ જાય છે, અને પોતાના પતિની હત્યા કરવાની કોશિશ કરે છે.
ડાયમંડ સેંટર પરથી કરોડો હીરોની ચોરી થઈ ગઈ અને અર્જુન સિંહ નક્કી કરી લે છે કે તે આ ચારોને પકડીને જ રહેશે. આ દરમિયાન રાજને સંજના(કંગના) સાથે પ્રેમ થઈ જાય છે, જે કાજલની નાની બહેન છે. બંનેની સગાઈ થાય છે અને તે સગાઈમાં ઝંડૂલાલ પહોંચી જાય છે. ઝંડુલાલ, યશ અને રાજને ધમકી આપે છે કે જો તેમણે તેની બેંકમાંથી ચોરાયેલો પૈસો નહી પરત કર્યો તો તે બધા સામે તેમનુ રહસ્ય બહાર પાડશે કે આ બંને ચોર છે. યશ અને રાજ તેમને વચન આપે છે કે તેઓ તેમનો પૈસો જરૂર પરત કરશે. તે માટે તે છેલ્લીવાર એક મંત્રીના ઘરે ચોરી કરે છે, જ્યા લૂંટાયેલા એ હીરાને સંતાડવામાં આવ્યા હતા.'
માર્કોસ (સુનીલ શેટ્ટી) નામનો ખતરનાક ગુંડાને જ્યારે મંત્રીના અહીં છુપાવેલા હીરા નથી મળતા તો તે તેને હત્યા કરી નાખે ચ હે. યશ અને રાજના જીવનમાં મુશ્કેલી ઉભી થઈ જાય છે. મંત્રીની હત્યા માટે તેમને જવાબદાર માનીને અર્જુન તેમની પાછળ પડી જાય છે. માર્કોસ અને તેના સાથીઓને પણ હીરાની શોધ છે અને તે પણ યશ-રાજને શોધે છે. કેવી રીતે યશ અને રાજ પોતાની જાતને આ મુસીબતમાંથી બહાર કાઢે છે, આ કોમેડીની ચાસણીમાં લપેટીને બતાડવામાં આવ્યુ છે.
નિર્દેશક વિશે ઘણી સફળ ફિલ્મોનુ લેખન કરી ચૂકેલા અનીસ બજ્મી પ્યાર તો હોના હી થા (1998), નો એંટ્રી (2005), વેલકમ (2007) અને સિંહ ઈઝ કિંગ(2008)જેવી હિટ ફિલ્મો બનાવી ચૂક્યા છે. વ્યવસાયિક માપદંડને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવવી અનિસની પસંદ છે. વર્તમાનમાં દર્શક કોમેડી જોવા માંગે છે, તેથી અનીસ ઘણી હાસ્ય ફિલ્મો પર કામ કરી રહ્યા છે.