જેરી પોતાના ખાસ મિત્ર નિકના ભરોસે છે. કમાવવાની કે ખાવાની તેને કોઈ ચિંતા નથી પરંતુ જીંદગી હંમેશા એક જેવી ક્યા રહે છે. બંનેના ચેહરા પરની ખુશી ત્યારે ગાયબ થઈ જાય છે જ્યરે નિકની કંપની તેને કાઢી મુકે છે. નિક અને જેરી આર્થિક મુસીબતમાં સપડાય જાય છે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે તેઓ બધી હદ તોડી નાખે છે. મુશ્કેલ સમયે તેમની ડગલે ને પગલે પરીક્ષા થાય છે. તેમની દોસ્તીને પણ પરીક્ષામાંથી પસાર થવુ પડે છે. દેશી બોયઝ કેવી રીતે આ પરિસ્થિતિનો સામનો કરે છે તે આ ફિલ્મમાં કોમેડી સાથે બતાવવામાં આવ્યુ છે.
નિર્દેશક વિશે - રોહિત ધવન ઘણી સુપરહિટ ફિલ્મ બનાવનારા ડેવિડ ધવનના પુત્ર છે. પાર્ટનર અને મેને પ્યાર ક્યુ કિયામાં ડૈડીને આસિસ્ટ કરી તેમણે નિર્દેશનના ગુર શીખ્યા. ડેવિડ કોમેડી ફિલ્મ બનાવવામાં એક્સપર્ટ છે અને તેનો પ્રભાવ રોહિત પર પડ્યો. તેમણે પણ કોમેડી ફિલ્મ બનાવી. રોહિત કહે છે કે તેમના ડૈડીની ફિલ્મ થોડી લાઉડ હોય છે. તે ક્યારેય પણ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરી દે છે. રોહિત બાઉંડ સ્ક્રિપ્ટ મુજબ ચાલે છે. ડેવિડના આ પુત્ર કેટલા પ્રભાવશાળી છે, તેનો જવાબ પણ 'દેશી બોયઝ' જ આપી શકશે