તેજ બે માણસો વચ્ચેના ટક્કરની વાર્તા છે. એક સાથે અન્યાયપૂર્વક કંઈક છીનવી લેવાયુ છે જેને તે કંઈપણ રીતે પરત મેળવવા માંગે છે. તો બીજો તેને રોકવા માંગે છે જેથી ન્યાયની તે મદદ કરી શકે. બંને એકબીજાની સામે છે આ ઉપરાંત તેમનો સામનો સમય સાથે પણ છે.
આકાશ રાણા(અજય દેવગન) ટ્રેનમાં બેસેલા લોકોની જીંદગી દાવ પર લગાવી દે છે. આ ટ્રેન ગ્લાસગોથી લંડન જઈ રહી છે. બીજી બાજુ કાઉંટર ટેરરિઝ્મ કમાંડર અર્જુન ખન્ના (અનિલ કપૂર)નુ કામ છે કે કોઈપણ રીતે ટ્રેનને રોકવી. બંનેમાંથી એક જ સફળ થશે.
આ સ્ટાઈલિશ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઈગ્લેંડમાં કરવામાં આવી છે. તેની ખાસિયત એક્શન સીન છે જેને હોલીવુડના વિશેષજ્ઞોની દેખરેખમાં ફિલ્માવવામાં આવી છે. પહેલા આ ફિલ્મનું નામ બુલેટ ટ્રેન હતુ જેને બદલીને હવે તેજ કરી દેવામાં આવ્યુ છે.
નિર્દેશક વિશે - પ્રિયદર્શનના પરિચયની આવશ્યકતા નથી. તેના સફળ ફિલ્મ બનાવનારા પ્રિયદર્શને આ વખતે ટ્રેક બદલતા કોમેડીને બદલે એક થ્રિલર ફિલ્મ બનાવી છે. પ્રિયદર્શન ખૂબ કાબિલ નિર્દેશક છે અને તેમની તેજ ગતિથી ભાગતી ફિલ્મ 'તેજ' પ્રત્યે સિને પ્રેમીઓને ખૂબ જ આશાઓ છે.