' દિલ તો બચ્ચા હૈ જી' એક રોમાંટિક-કોમેડી ફિલ્મ છે. નરેન આહુઝા (અજય દેવગન), મિલિંદ કેલકર(ઓમી વૈદ્ય), અભય(ઈમરાન હાશમી) અને પ્રેમમાં તેમના અનુભવની આસપાસ આ ફરે છે. નરેન હશે 30 વર્ષની આસપાસનો. એક મલ્ટીનેશનલ બેંકમાં તે મેનેજરના રૂપમાં કામ કરે છે. તેના છુટાછેડા થઈ ચુક્યા છે. તેની મુલાકાત એક સુંદર અને ઉત્સાહી છોકરી જૂન પિંટો(શાઝાન પદ્મસી) સાથે થાય છે. જૂન એ હાલ જ પોતાની ટીન એજ પાર કરી છે. જૂન પ્રત્યે નરેન આકર્ષિત થતા જ તે પોતાનો હુલિયો પણ બદલી નાખે છે.
મિલિંદ કવિતા કરે છે અને એક આદર્શ પ્રેમી છે. તે સાચા પ્રેમીની શોધમાં છે. છેવટે તેને તેની ડ્રીમ ગર્લ મળી જાય છે. ગુનગુન સરકાર(શ્રદ્ધા દાસ) મહત્વાકાંક્ષી છોકરી છે અને પોતાના સપનાને હકીકતમાં બદલવા માંગે છે. તે રેડિયો જૉકી છે અને અભિનેત્રી બનવા માંગે છે.
અભયની દુનિયા છોકરીઓની આસપાસ જ ફરે છે. તે કાયમ તેમની પાછળ ભાગતો રહે છે. વધુ ભણેલો નથી. એક જિમમાં ટ્રેનરના રૂપમાં કામ કરે છે. નિક્કી(શ્રુતિ હસન)ને જોઈને તેને પ્રેમ થઈ જાય છે, જેના વિશે તે હજુ સુધી અજાણ હતો. દિલ તો બચ્ચા હૈ જીમાં પ્રેમની ભાવનાને મોજ-મસ્તીની સાથે રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
નિર્દેશક વિશે - સમાજના અંધેર પક્ષને ફિલ્મો દ્વારા રજૂ કરવાવાળા મધુર ભંડારકરે થોડો બદલાવ કરતા પ્રથમવાર હલ્કી ફુલ્કી ફિલ્મ બનાવી છે. કદાચ મધુર ટાઈપ્ડ થઈ રહ્યા હતા, તેથી તેમણે પોતાનો ટ્રેક બદલ્યો છે. ચાંદનીબાર(2001) પેજ 3 (2005), કોર્પોરેટ(2006) અને ફેશન (2008) જેવી ઉમ્દા ફિલ્મો બનાવનારા મધુરનો આ બદલાવ જોવો રોચક રહેશે.