Webdunia - Bharat's app for daily news and videos

Install App

દન દના દન ગોલ

Webdunia
IFM
નિર્માતા - રોની સ્ક્રુવાલા
નિર્દેશક - વિવેક અગ્નિહોત્રી
ગીત - જાવેદ અખ્તર
સંગીત- પ્રીતમ
કલાકાર - જોન અબ્રાહમ, બિપાશા બાસુ, અરશદ વારસી, વોમન ઈરાની, દિલીપ તાહિલ



આ વર્ષે ક્રિકેટ પર આધારિત 'હૈટ્રિક' અને 'ચેન કુલી કી મેન કુલી' હોકી પર આધારિત 'ચક દે ઈંડિયા' જોવા મળી. હવે તૈયાર થઈ જાવ વિશ્વની સૌથી લોકપ્રિય રમત ફુટબોલ પર આધારિત ફિલ્મ 'દન દના દન ગોલ' જોવા માટે. 'ચક દે ઈંડિયા'ની સફળતાએ સાબિત કર્યુ છે કે રમત પર આધારિત ફિલ્મને પણ દર્શકો પસંદ કરે છે. તેનાથી 'ગોલ'થી જોડાયેલા લોકોનો ઉત્સાહ પણ વધ્યો છે.

સાઉથ હોલ યુનાઈટેડ ફુટબોલ કલબ કેટલીય મુસીબતોથી ધેરાયેલું છે. આ કલબનો ન તો કોઈ પ્રાયોજક છે, કે ન તો ટીમમાં કોઈ સારો ખેલાડી છે. અને નથી કોઈ કોચ. સિટી કાઉંસિલ કલબ મેદાનને છીનવી લેવા માગે છે. અને તે માટે કલંબને નોટિસ પણ આપવામાં આવી છે.

કલબ પાસે છેલ્લો મોકો છે કે તે કંબાઈડ કંટ્રીઝ ફુટબોલ લીગેઝ જીતીને પોતાની સાખ બચાવે, પણ કલબના હાલાત જોતાં આ અશક્ય લાગે છે. આ પડકારને સ્વીકારે છે શાન (અરશદ વારસી) તે ટીમને પ્રશિક્ષણ આપવા પૂર્વ ખેલાડી ટોની સિંહ (બોમન ઈરાની)ને રાજી કરે છે.

સની ભસીન (જોન અબ્રાહમ)નું સપનું હતુ કે તે ઈગ્લેંડ માટે રમે, પણ રંગભેદને કારણે તેનું સપનું કકડભૂસ થઈ જાય છે. સની અને શાનનું એકબીજા સાથે બિલકુલ નથી બનતુ.

આના પણ કેટલાય કારણો છે. અને તેમાનું ખાસ કારણ છે રુમાના(બિપાશા બાસુ). રુમાના અને સની એક બીજાને પ્રેમ કરતા હોય છે. રુમાના શાનની પિતરાઈ બહેન હોય છે.
અને તેને આ બંનેનું હરવુ-ફરવું બિલકુલ નથી ગમતુ.

કોચ ટોની સિંહ ઈચ્છે છે કે સની તેના કલબ માટે રમે, પણ સનીને તે માટે રાજી કરવો બહુ મુશ્કેલ છે. ટોની જેમતેમ કરીને સનીને મનાવી લે છે. સનીના સાઉથ હોલ યુ;નાઈટેડથી જોડાતા જ ટીમના પ્રદર્શનમાં સુધારો થવા માંડે છે.


IFM
સનીને પોતાના પ્રદર્શન અને પ્રશંસાની સૌથી વધુ ચિંતા રહે છે. કલબનો કપ જીતવો તેને માટે મહત્વનું નથી. સની અને કલબના પ્રદર્શનના કારણે સિટી કાઉંસીલના પ્રમુખ જોની બક્શી (દિલીપ તાહિલ)ને જમીન હડપવાની યોજના પર પાણી ફરતું લાગે છે. તે સની અને ક્લબની વચ્ચે મતભેદ ઉભો કરવાનો નિર્ણય કરે છે.

શુ તે આવુ કરી શકશે ?
શું સની તેનો સાથ આપશે ?
શુ સાઉથ હોલ યુનાઈટેડ ફુટબોલ ક્લબ કપ જીતી શકશે ?
આ સવાલોના જવાબ મળશે 'દન દના દન ગોલ' માં.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments