Webdunia - Bharat's app for daily news and videos

Install App

તારે જમીન પર - દરેક બાળક એક આશા

Webdunia
IFM
નિર્માતા-નિર્દેશક - આમિર ખા ન
ગીત - પ્રસૂન-જોશ ી
સંગીત - શંકર-અહેસાન-લો ય
કલાકાર - આમિર ખાન, દર્શીલ સફારી, તાન્યા છેડા, સચેત એંજીનિયર, ટિસ્કા ચોપડા, વિપિન શર્મા.

નાનાં-નાનાં બાળકો આપણા દેશની વસ્તીનો એક મોટા ભાગ છે. પણ તેમને લાયક ફિલ્મો ધણી ઓછી બને છે. આમિર ખાનના સાહસની પ્રશંસા કરવી પડશે કે તેમણે પોતાના નિર્દેશન હેઠળ બનેલી પ્રથમ ફિલ્મ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવી છે. તેઓ ઈચ્છતા તો તેઓ એક કોમર્શિયલ ફિલ્મ પણ બનાવી શકતા હતા. આ ફિલ્મ દ્વારા તેમણે બાળકોના મનને જાણવાની કોશિશ કરી છે.

IFM
વાર્તાનું મુખ્ય પાત્ર છે ઈશાન અવસ્થી (દર્શીલ સફારી). તેની ઉંમર આઠ વર્ષની છે. બિચારો ઈશાન, છે તો નાનકડો પણ તેના ઉપર બોજો છે મમ્મી-પપ્પાના ઢગલો સપનાઓનો. તેઓ ઈચ્છે છે કે ઈશાન તેના ઘરકામમાં(હોમવર્કમાં)રસ લે. પરીક્ષામાં સારા નંબર લાવે. હંમેશા સાફ-સફાઈનું ધ્યાન રાખે. ઈશાન કોશિશ કરે છે, પણ છતાં તેમની કસોટીઓ પર ખરો નથી ઉતરી શકતો.

ઈશાનની જીંદગીમાં પતંગ, રંગ અને માછલીયોનું મહત્વ છે. તે આ બધાં વચ્ચે ખૂબ ખુશ રહે છે. તેને ખબર નથી કે મોટેરાઓ આ બધી વસ્તુઓને મહત્વહીન માને છે. ઘણું સમજાવ્યા પછી પણ ઈશાન પોતાના માતા-પિતાની અપેક્ષાઓ પર ખરો નથી ઉતરી શકતો ત્યારે તેઓ તેને બોર્ડીગ સ્કૂલમાં મોકલવાનો નિર્ણય કરે છે. તેમને લાગે છે કે દૂર રહીને ઈશાન અનુશાસિત થઈ જશે. કશું સીખી શકશે

IFM
ઈશાન નવી શાળામાં જાય છે, પણ તેમાં કોઈ બદલાવ નથી આવતો. તેને પોતાના ઘરની યાદ સતાવે છે. એક દિવસ શાળામાં નવા આર્ટ ટીચર આવે છે. તેમનુ નામ રામશંકર નિકુંભ (આમિર ખાન) છે. તેઓ સામાન્ય શિક્ષકો કરતા એકદમ જુદા જ છે. તેમના ભણાવવાના નિયમો જુદા છે. તેઓ બાળકોને તેમની કલ્પનાઓ, તેમન સપનાં અને તેમના વિચારો પૂછે છે, અને તે મુજબ ભણાવે છે.

બાળકોને જો આવા શિક્ષક મળી જાય તો પછી શુ કહેવુ. બધા વિદ્યાર્થી નિકુંભ સરના ક્લાસમાં ખિલખિલાવે છે. તેમના ચહેરાની ખુશી જોવા લાયક હોય છે. પણ ઈશાન હજુ પણ ખુશ નથી. તેના મનની ઉદાસીને નિકુંભ વાંચી લે છે. તે તેનુ કારણ જાણવા માગે છે. તે ઈશાન સાથે વાત કરે છે. ધેર્યની સાથે તેના વિચાર સાંભળે છે. સમય જવાની સાથે સાથે ઈશાન
પોતાની જાતને નિકુંભની મદદથી શોધી લે છે.

પાત્ર પરિચય

IFM
ઈશાન નંદકિશોર અવસ્થી - મારું નામ ઈશાન છે. અને હું આઠ વર્ષનો છુ. મને કૂતરા, માછલીઓ, ચમકતી વસ્તુ, રંગ અને પતંગ ખૂબ ગમે છે. હું ખૂબ બિન્દાસ છુ. ચિત્ર બનાવવા મને ખૂબ ગમે છે. હું બોર્ડિગ સ્કૂલ જવા નથી માગતો. હું પ્રોમિસ કરુ છુ કે હું મન લગાવીને ભણીશ.

IFM
નંદકિશોર અવસ્થ ી - આ મારા પપ્પા છે. તે રોજ ઓફિસ જાય છે અને ખૂબ મહેનત કરે છે. કદી-કદી મારી માટે ભેટ પણ લાવે છે. જ્યારે મારી શાળાના શિક્ષકો મારી ફરિયાદ કરે છે ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થાય છે. પપ્પાનું કહેવું છે કે હું બોર્ડિગ સ્કૂલમાં જઈને જ અનુશાસન શીખી શકીશ.

IFM
માયા અવસ્થી - મારી મમ્મી. મને ખૂબ પ્રેમ કરે છે. હું પણ મારી મમ્મીને ખૂબ ચાહુ છુ. તે મારે માટે જમવાનું બનાવે છે. જ્યારે મને વાગે છે ત્યારે તે મારી સંભાળ રાખે છે. મારી બોર્ડિગ શાળામાં જવાની વાત તેમને ખરાબ લાગે છે. પણ તેમને લાગે છે કે આ જ મારા માટે સારુ છે.

યોહાન અવસ્થ ી - આ છે મારા ભાઈ, જેમણે હું દાદા કહું છુ. દાદા બહુ સારા વિદ્યાર્થી છે. તેમને ઢગલાબંધ ઈનામો જીત્યા છે. મને તેમના પર ગર્વ છે. તેઓ પણ મારી સંભાળ રાખે છે. અને મને પ્રેમ કરે છે. આઈ લવ યુ દાદા.

મારા ટીચર - તે હંમેશા મારી સાથે ખરાબ વ્યવ્હાર કરે છે. મારી કોપીમાં તેમને લાલ નિશાન લગાવવા ખૂબ પસંદ છે.

IFM
રામશંકર નિકુંભ - નિકુંભ સર બહુ સારા છે. તેઓ બીજા શિક્ષકોની જેમ કદી વઢતા નથી. તેમના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે. તેમને પણ મારી જેમ રંગ, માછલીઓ અને ચિત્ર બનાવવા ખૂબ પસંદ છે. નિકુંભ સરે મને ધણી નવી નવી વાતો બતાવી જે ખૂબ મજાની છે. હું મોટો થઈને નિકુંભ સર જેવો બનવા માંગુ છુ.

રાજન દામોદરન - રાજન મારો સૌથી પાકો દોસ્ત છે. તે ખૂબ બુધ્ધિમાન છે અને શિક્ષકના બધા સવાલોનો જવાબ તેની પાસે છે. તે હંમેશા મારી મદદ કરે છે.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

Lemon pickle- લીંબુનું અથાણું

Kids Story- જ્ઞાની છોકરા અને રાજાની વાર્તા

Gujarati Health Tips - શિયાળામાં આ લોકોએ ગરમ ​​પાણીથી ન્હાવાની ન કરવી જોઈએ ભૂલ, નહીં તો થશે આ ગંભીર સમસ્યાઓ

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?

Show comments