આ વર્ષે યશરાજ ફિલ્મસની પાંચ ફિલ્મો રજૂ થશે, જેની શરૂઆત 'ટશન'થી થવા જઈ રહી છે. 25 એપ્રિલના રોજ રજૂ થનારી આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મના પ્રોમોથી એ અંદાજો લગાવી શકાય છે કે આ એક સ્ટાઈલિશ ફિલ્મ હશે. સેફ અલી ખાન, એક દેશી ગેંગસ્ટર બચ્ચન પાંડે(અક્ષય કુમાર) અને સુંદર યુવતી પૂજા(કરીના કપૂર)જેની પર વિશ્વાસ ન કરી શકાય એક યાત્રા પર નીકળી પડે છે.
એક એવી યાત્રા જેમાં દુશ્મનોને પણ જીવતા રહેવા માટે એક બીજા પર વિશ્વાસ કરવો પડે છે. આમ તો દુનિયા એ લાયક નથી કે કોઈના પર ભરોસો કરી શકાય. ....અને ભૈયાજી (અનિલ કપૂર) પર તો બિલકુલ નહી જે લોકોની હત્યા કરવામાં એટલો જ આનંદ ઉઠાવે છે જેટલુ અંગ્રેજી બોલવામાં.
પાત્ર પરિચય :
P.R
બચ્ચન પાંડે (અક્ષય કુમાર) નામ : બચ્ચન પાંડે ઉમ્ર : પોલીસ રેકોર્ડ મુજબ 30 વર્ષ, કાકીના મુજબ 25 વર્ષ, ઓમપ્રકાશના મુજબ 26 પણ હુ વિચારુ છુ 28 વર્ષ. વિવાહીત સ્થિતિ : પ્રશ્ન સમજાયો નહી. યોગ્યતા : કોઈપણ સ્થળેથી વીજળી ચોરી શકુ છુ. ગેરંટી સાથે શરીરના બધા હાડકાં ભાંગી શકુ છુ. કાર્ય અનુભવ : અનુભવી ઉપલબ્ધિ : ગાયથી લઈને બંગલા સુધીની વસૂલી કરી ચૂક્યો છુ. ઉદ્દેશ્ય : એક હત્યારો બનવુ.
P.R
ભૈયાજી : (અનિલ કપૂર) નામ ; લખન સિંહ ઉર્ફ ભૈયાજી ઉમ્ર : યાદ નથી, પણ દિલ હજુ પણ જવાન છે. વિવાહિત સ્થિતિ ; બાળપણથી એકલો છુ, પણ જલ્દી લગ્ન કરવાનો છુ. યોગ્યતા : કિંગકાંગ યુનિવર્સિટીમાંથી એમએમએસ. બિંગ બાંગ યૂનિવર્સિટીમાંથી બાઁટનીમાં જેકેએલ, કયા દેશમાંથી બીબીએમએસ, હાલ અંગ્રેજીમાં ઓનર્સ કરી રહ્યો છુ અને બીજી બે-ત્રણ ડિગ્રીઓ બની રહી છે. કાર્ય અનુભવ : પોતાના પગ પર ઉભો છુ, પહેલા રિક્ષા ખેંચતો હતો અને હવે આખા ભારતમાંથી પૈસા ખેંચૂ છુ. ઉપલબ્ધિ : ચોરી, લૂંટ, હત્યા. શોખ - વિદેશી કપડાં અને 24 કલાક અંગ્રેજી બોલવુ. ઉદ્દેશ્ય - જોર્જ બુશની જેમ અંગ્રેજી બોલવુ.
P.R
જિમી (સેફ અલી ખાન ) નામ ; જિમી ક્લિફ(જીતેન્દ્ર કુમાર મખવાના - મહેરબાની કરીને આ કોઈને જણાવતા નહી) ઉંમર : છોકરીઓ પ્રમાણે બદલાતી રહે છે. વિવાહિત સ્થિતિ : કોઈ રસ નથી, પણ હંમેશા તૈયાર છુ. યોગ્યતા : કોઈ પણ છોકરીને નક્કી કરેલા સમયમાં પટાવી શકુ છુ, આમ તો હું ગ્રેજ્યુએટ છુ. કાર્ય અનુભવ : છેલ્લા બે વર્ષથી કોલ સેંટરમાં કામ કરી રહ્યો છુ અને અંગ્રેજી શીખવાડી રહ્યો છુ. ઉપલબ્ધિ : સૌથી વધુ ગર્લફ્રેંડ (પાંચમાં ધોરણથી લઈને ગ્રેજ્યુએશન સુધીની) શોખ : તમે વિચારી પણ નહી શકો. ઉદ્દેશ્ય : જીવતા રહેવાનો.