Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ક્રેજી 4' પાગલોની દુનિયા.

Webdunia
P.R
નિર્માતા : રાકેશ રોશન
નિર્દેશક : જયદીપ સેન
સંગીત : રાજે શ રોશન
કલાકાર : અરશદ વારસી, ઈરફાન ખાન, રાજપાલ યાદવ, સુરેશ મેનન, જૂહી ચાવલા, દીયા મિર્જા, રજત જાકિર હુસૈન.

કહેવાય છે એ દુનિયા ગાંડાઓથી ભરેલી છે. કોઈ પૈસા પાછળ પાગલ છે તો કોઈ પ્રેમ પાછળ પાગલ છે. કોઈ કામને કારણે પાગલ છે, તો કોઈના ગાંડપણનુ કારણ કોઈ કામ ન હોવુ છે.

' ક્રેજી 4'ની વાર્તા 4 પાત્રોની આસપાસ ફરે છે, જેમણે ક્રેજી કહેવાય છે. રાજા, ડો.મુખર્જી, ગંગાધર અને ડબ્બૂને દુનિયા 'ક્રેજી' માને છે. આ લોકો સામાન્ય લોકો કરતા જુદા જ છે. તેમની વિચિત્ર હરકતોને કારણે જ દુનિયા તેમને 'ક્રેજી-4' કહે છે.

આ ચારેયની સારવાર કરી રહી છે સોનાલી. સોનાલીને આ વાતની પાકી ખાતરી છે કે જો થોડી ધીરજ રાખવામાં આવે તો આ લોકો થોડા સમય પછી એકદમ સામાન્ય થઈ જશે.

સવાલ એ છે કે શુ દુનિયા આ ચારેયને સ્વીકાર કરી શકશે, શુ આ ચારેજણા દુનિયાની સાથે તાલમેલ બેસાડી શકશે. 'ક્રેજી 4' જલ્દી આવવાની છે. શુ તેમને 'ક્રેજી' કહેવુ યોગ્ય છે, જાણવા જુઓ 'ક્રેજી - 4'

પાત્ર પરિચય

P.R
રાજ ા (અરશદ વારસી) - રાજાનુ લોહી હંમેશા ગરમ જ રહે છે.તેમની અંદર ગુસ્સો ભરેલો છે. તે હંમેશા મારવા તૈયાર હોય છે. જો કોઈએ તેમને થોડો પણ ઉશ્કેર્યો તો સમજો એ તો ગયો. ટીવી રિપોર્ટર શિખા રાજાને ખૂબ પસંદ કરે છે.

P.R
ડો. મુખર્જ ી (ઈરફાન ખાન ) મુખર્જી સાહેબને લાગે છે કે તેઓ 'ક્રેજી 4' ટીમના કપ્તાન છે. સફાઈ પસંદ અને કામને રીતસર કરવુ તેમને ગમે છે. પરંતુ તેઓ પોતાનુ દિમાગી સંતુલન ગુમાવી ચૂક્યા છે.

P.R
ગંગાધ ર (રાજપાલ યાદવ ) તેઓ એક એવી લડાઈ લડી રહ્યા છે જે ક્યારનીય જીતાઈ ગઈ છે. ભૂતકાળમાં જીવનારા ગંગાધર આજ સુધી આઝાદીની લડાઈમાં ભાગ લઈ રહ્યા છે. ગાઁધી, નહેરુ, તિલક અને પટેલ સાથે તેમની મુલાકાત થયા કરે છે.

P.R
ડબ્બૂ ( સુરેશ મેનન) ડબ્બૂ બહુ પ્રેમાળ અને સૌનો વ્હાલો છે. ડબ્બૂને જરાપણ કશુંક થાય તો ત્રણે તેના પડખે આવીને ઉભા રહે છે. પરંતુ ડબ્બૂ વર્ષોથી એક શબ્દ પણ બોલ્યો નથી. કેમ ? એ કોઈ નથી જાણતુ.

નિર્દેશકના વિશે.
ફિલ્મનું નિર્દેશન જયદીપ સેને કર્યુ છે. જયદીપ બાળપણથી જ ફિલ્મોના ઘેલા છે. હૈરી બાવેજાના સહાયકના રૂપે તેમણે પોતાનુ કેરિયર શરૂ કરવાની સાથે તેમણે રાજકંવરની છ ફિલ્મો અને 'દિલ્લગી'માં સની દેઓલના સહાયક નિર્દેશક રહ્યા છે.

સન 2001થી તેઓ રાકેશ રોશનના બેનર ફિલ્મક્રાફ્ટ સાથે જોડાય ગયા. 'કોઈ મિલ ગયા' અને 'કૃષ'માં તેમણે રાકેશને મદદ કરી. જયદીપની પ્રતિભા અને સમર્પણથી રાકેશ રોશન ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે 'ક્રેજી 4'માં જયદીપને સ્વતંત્ર નિર્દેશનનો ભાર સોપ્યો. રાકેશનુ કહેવુ છે કે જયદીપે શ્રેષ્ઠ ફિલ્મ બનાવી છે.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments