પોતાના સપનાઓ પૂરા કરવા આજકાલ લોકો ટીવી, વોશિંગ મશીન, ફ્રીજ, કાર, બાઈક, ઘર જેવી તમામ વસ્તુઓ ઈએમઆઈ એટલે કે 'ઈઝી મંથલી ઈંસ્ટોલમેંટ' પર ખરીદે છે. આ વિષય પર વ્યંગ્યાત્મક ફિલ્મ 'ઈએમઆઈ' નુ નિર્માણ કરવામાં આવ્યુ છે.
અનિલ (આશીષ ચૌધરી) અને શિલ્પા (નેહા ઓબેરોય) એકબીજાને ખૂબ જ ચાહે છે. બંને જ સખત મહેનત કરે છે, પરંતુ તે છતાં તેમની જરૂરિયાતો પૂરી નથી થઈ શકતી. લગ્ન થયા પછી તે નવુ ઘર, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, કાર, જેવી તમામ વસ્તુઓ ઈએમઆઈ પર લે છે જેથી આરામદાયક જીંદગીની મજા લઈ શકે. જ્યારે તેમને લોન ચૂકવવામાં તકલીફ પડે છે તો એની અસર તેમના વૈવાહિક જીવન પર પડે છે. બંનેના સંબંધોમાં ખટાશ આવી જાય છે.
IFM
કાંઈક આવી જ પરિસ્થિતિનો સામનો કરે છે રેયાન (અર્જુન રામપાલ) ચદ્રકાંત. રેયાન એક સંગીતજ્ઞ છે અને નેસી(મલાઈકા અરોરા)ને ખૂબ જ ચાહે છે. 52 વર્ષીય ચંદ્રકાંત પોતાના પુર અર્જુનની ઈચ્છાઓ પૂરી કરવા તેની માટે લોન લે છે અને મુસીબતોમાં પડી જાય છે.
આ બધાની પાછળ પડ્યો રહે છે રિકવરી એજંટનો સત્તાર (સંજય દત્ત) તે 'ગુડ લક રિકવરી એજંસી'નો માલિક છે અને જે લોકો લોન ચુકવવામાં નખરાં કરે છે તેમને સુધારવાનો હલ તેમની પાસે છે.
ભાઈગીરીથી ધંધો, ધંધાથી રાજનીતિ, રાજનીતિથી સમાજ સેવા. કાંઈક આવી જ સત્તારે રીતે જીંદગીની યાત્રા ખેડી છે. તેની રિકવરી એજંસી ભારતની નંબર વન છે. તમામ બેંક, ટેલીકોમ કંપની અને મલ્ટીનેશનલ કંપનીઓ તેના ગ્રાહક છે.
IFM
સત્તારનો એક જ નિયમ છે. 'લોન લીયા હૈ તો ચુકાવો, શાદી કી હૈ તો નિભાવો'. શુ સત્તારનો સિધ્ધાંત અનિલ-શિલ્પા, રેયાન-નેસી અને ચંદ્રકાંત-અર્જુન પર ચાલી શકશે ખરો ? જાણવા માટે જુઓ 'ઈએમઆઈ'.