Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઈ હેટ લવ સ્ટોરીઝ

Webdunia
IFM

' આઈ હેટ લવ સ્ટોરીઝ'નુ ટારગેટ ઓડિયંસ છે ટીનએજર્સ, જે પોતાના દિવસનો મોટાભાગનો સમય નેટ પર સર્ફિંગ કરતા વિતાવે છે. તેથી આ ફિલ્મનુ ફર્સ્ટ લુક ટ્વિટર પર રજૂ કરવામાં આવ્યુ. ઈમરાન ખાન જ્ય છોકરીઓમાં હોટ માનવામાં આવે છે ત્યાં બીજી બાજુ છોકરાઓનુ દિલ સોનમને જોઈને ધક ધક કરવા માંડે છે. સોનમ-ઈમરાનની લેમન જેવી તાજગીવાળી જોડી તેની ખાસિયત છે. ફિલ્મની પબ્લિસીટી પ્લાનિંગપૂર્વક કરવામાં આવી રહી છે. શરૂઆતમાં રોજ એક પોસ્ટર રજૂ કરવામાં આવ્યુ તેથી દર્શકોની ઉત્સુકતા આ ફિલ્મ માટે વધે.

IFM

જય (ઈમરાન ખાન) લવ, પ્રેમ, મહોબ્બત જેવા શબ્દોથી દૂર ભાગે છે. તેને લવ સ્ટોરીઝ કે લવ પર બિલકુલ વિશ્વાસ નથી. તે વીર નામના ફિલ્મ ડાયરેક્ટરનો આસિસ્ટટેંટ છે. જયનુ દુર્ભાગ્ય જુઓ કે વીર ઈંડિયન ફિલ્મ ઈંડસ્ટ્રીનો સૌથી જાણીતો રોમાંટિક ફિલ્મ મેકર છે. તે કાયમ પ્રેમની ચાસણીમાં રસબોળ ફિલ્મો બનાવે છે. ન ઈચ્છવા છતા તે રોજ આ બધી વાતોથી ધેરાયેલો રહે છે, જે તેને નથી ગમતુ. કાલ્પનિક, બનાવટી ફિલ્મોને જોઈ લવ સ્ટોરીઝથી જય મોઢુ ફેરવી નાખે છે. વાત ત્યારે વધુ બગડી જાય છે જ્યારે તેને એક નવી પ્રોડક્શન ડિઝાઈનર સિમરન(સોનમ કપૂર) સાથે કામ કરવુ પડે છે. બંનેની પ્રથમ મુલાકાત ધમાકેદારથી થાય છે.

IFM

જયથી વિરુધ્ધ સિમરને લવ સ્ટોરીઝ વધુ ગમે છે. નખશિખ સુધી તે રોમાંટિક છે. ફ્લાવર્સ, ચોકલેટ્સ, ગિફ્ટ્સ, રોમાંટિક સોંગ્સ, પ્રેમમા નો સોરી નો થેંક્સ જેવી વાતો તેના મગજમાં કાયમ ચાલતી જ હોય છે. તેની જીંદગી ખૂબ જ સુંદર છે મનપસંદ નોકરી અને પ્રેમાળ બોયફ્રેંડ તેની જીંદગીમાં છે, જેના પર તેને પૂર્ણ વિશ્વાસ છે. જય અને સિમરન એક લવ સ્ટોરી પર સાથે કામ કરે છે અને વિચારોમાં ભિન્નતા હોવાને કારણે તેમની વચ્ચે મજેદાર લડાઈ થાય છે. શુ જય અને સિમરન પોતાની લવ સ્ટોરીઝ શોધી શકશે ? આ જાણવા માટે જોવી પડશે 'આઈ હેટ લવ સ્ટોરીઝ' જે 2 જુલાઈથી સિનેમાઘરોમાં જોવા મળશે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments