1980 માં સુભાષ ઘઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કર્જ' ના રીમેકને આ જ નામથી સતીશ કૌશિકે બનાવી છે. જૂની 'કર્જ'ની સફળતામાં સંગીતનુ ખાસ યોગદાન હતુ અને તેના ગીત આજે પણ સાંભળવામાં આવે છે.
P.R
સતીષની ફિલ્મમાં ઋષિ કપૂરવાળી ભૂમિકા હિમેશ રેશમિયા ભજવી રહ્યા છેમ જેમની એકમાત્ર ફિલ્મ 'આપકા સુરૂર' 2007માં રજૂ થઈ હતી. આ ફિલ્મની સફળતાએ બધાને ચોંકાવી દીધા હતા. સતીશનુ કહેવુ છે કે હિમેશે 'કર્જ'માં પોતાની ભૂમિકા સાથે પૂરો ન્યાય કર્યો છે અને તે રોક સ્ટાર લાગે છે.
મોંટી (હિમેશ રેશમિયા) દક્ષિણ આફ્રિકાનો એક સફળ અને પ્રખ્યાત રૉક સ્ટાર છે. એક પાર્ટી દરમિયાન તેની મુલાકાત ટીના (શ્વેતા કુમાર) સાથે થાય છે. ટીનાને જોતાજ મોંટી તેને પ્રેમ કરવા માંડે છે.
એક વાર રિહર્સલ દરમિયાન અચાનક મોંટી એક ધુન વગાડવા માંડે છે. તેના મગજમાં એક હવેલી, મંદિર અને સુંદર છોકરીની છબિયો દેખાય છે. ત્યારબાદ તે બેહોશ થઈ ને પડી જાય છે.
કેન્યા યાત્રા દરમિયાન મોંટીને એ જ હવેલી જોવા મળે છે, જેની છબિ તેના મગજ આવી હતી. તે હવેલી વિશે માહિતિ મેળવે છે તો તેને જાણ થાય છે કે એ હવેલી રવિ વર્મા(ડીનો મોરિયા)ની છે
રવિનુ એક દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયુ છે અને તે પોતાની પાછળ માઁ અને બહેન છોડી ગયા છે, જે લાપતા છે. તેની નજરો સમક્ષ આછી પરછાઈઓ તરવરવા માંડે છે, અને અચાનક તેને બધુ જ યાદ આવી જાય છે.
P.R
રવિ વર્મા બીજો કોઈ નહી પણ એ પોતે જ હતો. તેને યાદ આવે છે કે તેણે એક સુંદર છોકરી (ઉર્મિલા માતોડકર)સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. કામિની જીવતી છે અને તે કામિનીને મળે છે શ્વેતાનુ પાલન પોષણ કામિની જ કરે છે.
વયમાં ફર્ક હોવા છતા મોંટીમાં કામિની રૂચિ લેવા માંડે છે. મોંટી આ નિકટતાનો ફાયદો ઉઠાવતા એ જાણી જાય છે કે કામિની અને સર જૂડાએ મળીને રવિની હત્યા કરી હતી. તે પોતાની માઁ અને બહેનને પણ શોધી કાઢે છે અને પોતાના પાછલા જન્મના અધૂરા કામો પૂરા કરીને પોતાનું કર્જ ઉતારે છે.