' દ્રોણ'ની વાર્તા છે આદિત્ય (અભિષેક બચ્ચન)ની, જેને એક પરિવારે ઉછેર્યો છે. દ્રોણને પોતાના વિશે કશી જ ખબર નથી કે તે કોણ છે અને તેનો સંબંધ કોની સાથે છે ?
બાળપણથી જ કાયમ અભિષેકને એક સપનું આવે છે, જેમાં એક ભૂરા ગુલાબી રંગની પાંખડી તેની બારીમાં ઉડે છે અને તેને કાંઈક બતાવવાની કોશિશ કરે છે. સાથે-સાથે તે કાયમ આદિત્યનો ઉત્સાહ વધારે છે.
IFM
વાર્તામાં એક શેતાન જાદૂગર રિજ રાયજદા (કેકે મેનન)પણ છે, જેનો ઈરાદો આખી દુનિયામાં રાજ કરવાનો છે. પોતાની આ ઈચ્છાને પૂરી કરવા તેને એક રહસ્યને જાણવુ પડશે, જે દ્રોણને હરાવીને જ તેને ખબર પડશે. પરંતુ એ નથી જાણતો કે દ્રોણ કોણ છે ? ક્યા છે ? પોતાની સમગ્ર શક્તિનો ઉપયોગ તે દ્રોણને શોધવામાં જ વેડફી નાખે છે.
સંજોગાવાત એક દિવસ રિજ અને આદિત્ય સામસામે આવી જાય છે. આદિત્યને જોઈને જ રિજને ખબર પડી જાય છે કે આ જ દ્રોણ છે. તે પોતાની જાદુઈ તાકતથી દ્રોણને પકડવાના પ્રયત્નો કરે છે પરંતુ તે ભાગી નીકળે છે.
IFM
આદિત્યની મુલાકાત સોનિયા (પ્રિયંકા ચોપડા)સાથે થાય છે, જે એક જૂથની નેતા છે. આદિત્યને સોનિયા જણાવે છે કે તે દ્રોણ છે અને તેમનો મસીહા છે. તે દ્રોણને એક રહસ્યમય જન્મસ્થળ પ્રતાપગઢ લઈ જવા માંગે છે. ત્યાં આદિત્યની માઁ રાણી જયંતી દેવી(જયા બચ્ચન)ને આદિત્ય વિશે ખબર છે.
આદિત્ય અને સોનિયા પ્રતાપગઢ પહોંચે તે પહેલા જ તેની સામે રિજ પોતાની સેનાએને લઈને આવી પહોંચે છે. મનુષ્ય જાતિનુ ભવિષ્ય હવે આદિત્ય અને રિજની લડાઈમાં થનારા વિજેતા પર ટક્યુ છે.