અમર કૌલ (વિનય પાઠક)ની વય હશે લગભગ 36 વર્ષની આસપાસ અને તેઓ મુંબઈ નગરના રહેવાસી છે. અમર એકાંતપ્રિય અને શર્માળ ટાઈપનો માણસ છે. તેનામાં એવી કોઈ ખાસ વાત નથી જે તેને ખાસ બનાવે. તે એક સામાન્ય માણસોના સમૂહનો એક ભાગ છે.
પોતાની માઁની સાથે રહેનારો અમર એવો રહે છે કે તેની આસપાસના લોકો પણ તેના વિશે વધુ જાણતા નથી. રોજ સવારે ઉઠીને તે કરવામાં આવતા કામની યાદી બનાવે છે. એ બધા કાર્યો કરે છે અને સૂઈ જાય છે. આ એનુ રોજનુ કામ છે. તેને કોઈની સાથે કોઈપણ વાતની લેવા-દેવા નથી, અને તે પોતાનામાં જ મસ્ત છે.
IFM
એકવાર અમરને ખબર પડે છે કે તેની જીંદગીના ફક્ત ત્રણ જ મહિના બાકી છે. તે પોતાના છેવટના કાર્યોની એક યાદી બનાવે છે, જેમાં પોતાના શાળાના જૂના મિત્રોને મળવુ અને ઢગલો અધૂરા પડેલા કાર્યોને પૂરા કરતો રહે છે.
અમર પોતાના છેવટના દિવસોમાં એવા કાર્યો કરે છે, જેને લોકો ઈચ્છા હોવા છતાં નથી કરી શકતા. ફિલ્મને અરશદ રઈસે લખી છે અને તેમણે ટ્રેજેડીમાં કોમેડી ઉપજાવવાની કોશિશ કરી છે.