રણબીર તલવાર(સેફ અલી ખાન)ની ગણના દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાં થાય છે, છતાં ખુશ નથી. તે બિલકુલ એકલા છે. જીંદગીએ તેમની સાથે હંમેશા વિચિત્ર વ્યવ્હાર કર્યો છે. તેમણે જેને પણ પ્રેમ કર્યો તેને ગુમાવી બેસ્યા.
રણબીરને અનોખી અને અસુવિદ્યાવાળી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અદાલતના એક નિર્ણય મુજબ તેમને ચાર અનાથ બાળકોની દેખરેખ કરવાની જવાબદારી ઉઠાવવી પડે છે. તે બાળકો રણબીર સાથે નફરત કરે છે અને તેની સાથે બદલો લેવા માંગે છે.
બાળકોને રણબીરની સાથે રહેવુ બિલકુલ ગમતુ નથી. રણબીર પણ કેટલાક કારણોસર તે બાળકો સાથે આંખ નથી મેળવી શકતો. તેની જીંદગી ખૂબ દુ:ખદાયી બની જાય છે.
IFM
એક દિવસે બધા ભગવાને મદદ માટે પ્રાર્થના કરે છે અને ભગવાન તેમની પ્રાર્થના સાંભળી લે છે. તે પોતાની વ્હલી પરી ગીતા(રાણી મુખર્જી)ને આ જવાબદારી સોંપે છે કે તે જઈને રણબીર અને બાળકોની દુનિયા ખુશીઓથી ભરી દે. ગીતા ઈન્દ્રધનુષથી સાઈકલ પર બેસીને રણબીરના ઘરે આયા બનીને આવે છે.
ત્યારબાદ શરૂ થાય છે મોજ મસ્તી, પ્રેમ, અને જાદૂની કથા.
પાત્ર-પરિચય
રણબીર તલવાર (સેફ અલી ખાન)
IFM
રણબીર બહુ એકલો છે. બાળપણથી જ તેણે પોતાના વ્હાલાં લોકોને ગુમાવ્યા છે. રણબીરે પોતાનુ લક્ષ્ય મેળવ્યુ છે, પરંતુ આ ટ્રોફીઓ અને જીત તેને માટે મહત્વની નથી. કારણકે તે એકલો છે.
તે જીંદગીમાં પ્રેમ ઈચ્છે છે, જેને તેણે હંમેશા ગુમાવ્યો છે. દરેક પગલે જીતનારા રણબીરે જીંદગીના આ ભાગને ભુલાવવા માટે પોતાની જાતને કામમાં વ્યસ્ત કરી નાખ્યો છે. અચાનક તેની જીંદગીમાં ચાર બાળકો અને એક પરી આવે છે. બાળકો પ્રેમ માંગે છે અને પરી પ્રેમ નથી કરી શકતી.
ગીતા (ર ાન ી મુખર્જી)
IFM
ગીતા આંધીની જેમ રણબીરની જીંદગીમાં ત્યારે જોડાય જાય છે જ્યારે તેને ચાર બાળકોની સાથે તાલમેલ બેસાડવામાં તકલીફ થાય છે. રણબીર અને બાળકોની વચ્ચે સંબંધો સુધારવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
એક પરી જે પ્રેમ નથી કરી શકતી, તે પ્રેમના વિશે જાણવા માંગે છે. એક પરી જે મનુષ્યના આઁસૂ, દુ:ખ અને પ્રેમથી ઉપર છે, તે કશુંક અનુભવવા લાગે છે. પરંતુ પરી પ્રેમ કેવી રીતે કરી શકે છે ? તે તો એક ઉદ્દેશ્યને પૂર્ણ કરવા આવી છે, અને તે કામ પુરૂ કરીને તેને પરત જવાનુ છે.
વશિષ્ટ, અદિતિ,ઈકબાલ અને અવંતિકા
IFM
ચારે અનાથ બાળકો એક નિર્ણય કરે છે. તેમને પોતાની દેખરેખ કરવા માટે સંબંધીઓની જરૂર છે કારણકે તેમને એક બીજાનો સંગાથ છે. તેમનો મક્સદ છે રણબીર તલવાર સાથે બદલો લેવો, જેને તે નફરત કરે છે.