જીંદગી ના મિલેગી દોબારા ત્રણ મિત્રોની સ્ટોરી છે, જે રજાઓ મનાવવા માટે એક લાંબી યાત્રા પર નીકળ્યા છે. કબીર (અભય દેઓલ)અને નતાશાની પ્રથમ મુલાકાત 6 મહિના પહેલા જ થઈ હતી. એકબીજાને તેઓ એટલો પ્રેમ કરે છે કે તેમને સગાઈ કરી લીધી. હવે તેઓ લગ્ન કરવા માંગે છે. પરંતુ એ પહેલા કબીર પોતાના બે ખાસ મિત્રો ઈમરાન(ફરહાન અખ્તર)અને અર્જુન(ઋત્વિક રોશન)ની સાતેહ 3 અઠવાડિયાની લાંબી રોડ ટ્રિપ પર જવા માંગે છે.
4 વર્ષ પહેલા ત્રણેયે આવી યાત્રા વિશે કોલેજ પૂરી કરતી વખતે વિચાર્યુ હતુ, પરંતુ કોઈ કારણથી વાત ન બની શકી. કબીર પોતાની આ ઈચ્છાને પુરી કરવા માંગે છે. ઈમરાન તો માની જાય છે પણ અર્જુન પાસે સમય નથી. કબેર તેના પર દબાણ કરે છે. બ્લેકમેલ કરે છે ત્યારે અર્જુન તૈયાર થાય છે. ત્રણે આ લાંબી ટ્રિપને લઈને ખૂબ જ રોમાંચિત છે. ઘણી યોજનાઓ બનાવે છે. બર્સિલોનામાં એકત્ર થઈને તેઓ નીકળી પડે છે. આ દરમિયાન તેમની વચ્ચે મતભેદ થાય છે. એવા રહસ્ય ખુલે છે જે તેમના વિચારોને બદલી નાખે છે. કેટલીક શીખ તેમને શીખવા મળે છે. આ રજાઓ તેમની જીંદગીને કાયમ માટે બદલી નાખે છે.
નિર્દેશક વિશે : જોયા અખ્તર દ્વારા નિર્દેશિત પ્રથમ ફિલ્મ 'લક બાય ચાંસ'(2009)ને બોક્સ ઓફિસ પર ભલે સફળતા ન મળી હોય પર્ટ્તુ આ ફિલ્મ દ્વારા તેમણે સાબિત કર્યુ કે તે પ્રતિભાશાળી છે અને ફિલ્મ બનાવવાની તક તેમને માત્ર એ માટે નથી મળી કે તેઓ જાવેદ અખ્તરની પુત્રી છે કે પછી ફરહાનની બહેન છે. જીંદગી ના મિલેગી દોબારાની ન તો ફક્ત સ્ટારકાસ્ટ પરંતુ વાર્તાની તાજગે પણ દર્શકો માટે આકર્ષણનુ કેન્દ્ર સાબિત થઈ શકે છે. ઋત્વિકની સાથે સાથે જોયા માટે પણ ફિલ્મની સફળતા મહત્વની છે.