Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી સર્વે - મોદી તોડશે અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ

Webdunia
બુધવાર, 5 માર્ચ 2014 (12:28 IST)
P.R


આગામી લોકસભા ચૂંટણીના પરિણામમાં નરેન્દ્ર મોદીનો જાદુ સાફ જોવા મળશે. મોદી બીજેપીને બહુમત તો નહી અપાવી શકે પણ તે અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ તોડી નાખશે. બીજેપી એકલા 217 સીટો જીતશે જ્યારે કે વાજપેયીના નેતૃત્વમાં પાર્ટીને 186 સીટો મળી હતી. મમતા બેનર્જી ની પાર્ટી તૃણમૂળ કોંગ્રેસે 29 સીટોની સાથે સપા અને બસપાને પછાડતા ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને આવશે. તેલંગાના બિલ દ્વારા પણ કોંગ્રેસને ફાયદો થતો નથી દેખાય રહ્યો અને આંધ્ર પદેશની વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીને 22 સીટો મળી શકે છે.

એબીપી નીલ્સનના ચૂંટણી પૂર્વ સર્વેમાં આ વાત સામે આવી છે.

એનડીને મળશે 236 સીટ

સર્વે મુજબ બીજેપી એકલી 217 સીટ જીતી શકે છે. જે એક વર્લ્ડ રેકોર્ડ હશે. અત્યાર સુધીની લોકસભા ચૂંટણીમાં બીજેપી 200 સીટોનો આંકડો પાર નથી કરી શકી. બીજેપીનો સૌથી સારો રેકોર્ડ વાજપીયેના નેતૃત્વમાં 186 સીટો જીતવાનો છે.

મોદીના નેતૃત્વમાં તેમના સહયોગી પણ સારુ પ્રદર્શન કરશે. સર્વે મુજબ એનડીને 236 સીટો મળવાનુ અનુમાન છે. આ પહેલા જાન્યુઆરીમાં કરવામાં આવેલ સર્વેમાં એનડીને 226 સીટો મળી રહી હતી. મતલબેક મહિનામાં મોદી મેજીકથી એનડીએને 10 સીટોનો ફાયદો થવાનુ અનુમાન છે.

આપ પાર્ટીની હાલત ખરાબ - દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર પ્રદર્શન કરનારી આમ આદમી પાર્ટી દિલ્હીની બહાર આશા મુજબ પ્રદર્શન નહી કરી શકે. દિલ્હીની સાતમાંથી છ સીટો આપને મળવાનુ અનુમાન છે. પણ દેશભરમાં તે માત્ર 10 સીટો જીતી શકશે.

આ બની શકે છે મોટા દળ

બીજેપી - 217 સીટ
કોંગેસ - 73 સીટ
મમતા બેનર્જીની ટીએમસી - 29 સીટો
આંધ્ર પ્રદેશની વાઈએસઆર કોંગ્રેસ - 22 સીટો
જયલલિતાની એઆઈડીએમકે - 19 સીટો
સીપીએમ - 18 સીટો
નવીન પટનાયકની બીજેડી - 16 સીટો
સમાજવાદી પાર્ટી - 14 સીટ
બસપા - 13 સીટ
કરુણાનીધિની ડીએમકે - 13 સીટ

પીએમ તરીકે મોદી પ્રથમ પસંદ

લોકો વચ્ચે મોદી પીએમ પદના સૌથી પ્રબળ દાવેદાર છે

મોદી - 57 ટકા લોકોની પસંદ
રાહુલ ગાંધી - 18 ટકા લોકોની પસંદ
અરવિંદ કેજરીવાલ - 3 ટકા લોકોની પસંદ

આ સર્વે દેશના કુલ 29,066 લોકો વચ્ચે કરવામાં આવ્યો જેમા 18222 પુરૂષ અને 10884 મહિલા મતદાતા છે. આ મતદાતાઓમાંથી 9849 શહેરના અને 19278 ગ્રામીણ છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments