Festival Posters

નરેન્દ્ર મોદી સાથે અચૂક હોય છેઃ વઘારેલા મમરા, પાર્લે-જીનાં બિસ્કિટ અને લીંબુપાણી

નરેન્દ્ર મોદીના ઘરે આજે પણ દરરોજ રાતે ખીચડી બને જ છે

Webdunia
મંગળવાર, 11 ફેબ્રુઆરી 2014 (12:14 IST)
P.R
ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છેલ્લા છ મહિનાથી જબરદસ્ત ટ્રાવેલિંગ કરીને દેશભરમાં લોકસભાના ઇલેક્શનની જાહેર સભાઓ કરી રહ્યા છે. તેઓ બહારગામ જવા રવાના થાય છે ત્યારે તેમના કાફલામાં ત્રણ ચીજો અચૂક મૂકવામાં આવે છે : વઘારેલા મમરા, પાર્લે-જીનાં બિસ્કિટ અને લીંબુપાણી.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે મોદી બહારનું કંઈ જ ખાતા નથી. કોઈ ફંક્શનમાં પણ તેઓ જમતા નથી. જો તેમનો પ્રવાસ સવારથી સાંજનો હોય તો તેઓ રસ્તામાં સાથે લીધેલા મમરા, પાર્લે-જી બિસ્કિટ અને લીંબુ પાણીથી ચલાવે છે અને રાતે ગાંધીનગરના બંગલે આવીને જમે છે. નરેન્દ્ર મોદીએ પોતે એક વખત સ્વીકાર્યું હતું કે આ રીતે ભાથું સાથે લઈને જવાની આદત તેમને RS Sમાંથી મળી છે. મોદી RS Sમાં હતા ત્યારે તેઓ આ જ રીતે મમરા, પાર્લે-જી બિસ્કિટનું એક પૅકેટ અને લીંબુપાણી લઈને પ્રચાર માટે સવારે નીકળી જતા અને રાતે પાછા આવીને ખીચડી અને દહીં ખાતા. નવાઈની વાત એ છે કે દેશમાં સૌથી વધુ આશાસ્પદ વડા પ્રધાન તરીકે જેમને જોવામાં આવે છે એ નરેન્દ્ર મોદીના ઘરે આજે પણ દરરોજ રાતે ખીચડી બને જ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments